Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 82
________________ મંત્ર સતત ગુંજી રહ્યો હતો. તેઓ હવે અધીરા થયા હતાં એક એક પળ હવે વર્ષો જેવી લાગી રહી હતી. ઉછામણીમાં એક એક ઘડી સુવર્ણનો વધારો કરી આગળ વધવામાં નિરર્થક સમય વેડફાતો જતો હોય તેવો અહેસાસ થતો હતો. ગિરનાર ગિરિવરમાં વનકેસરી ત્રાડ પાડી ઉઠે તેમ પેથડમંત્રીએ પણ ભીમભયંકર ગર્જના કરતાં કહ્યું, છપ્પન ઘડી સોનું ક્ષણ બે ક્ષણ તો સમગ્ર સભામાં સોંપો પડી ગયો. હવે સૌની દ્રષ્ટિ પૂર્ણશ્રેષ્ઠિના ચહેરાને નિહાળવામાં વ્યગ્ર બની. તે પણ દિક્યૂઢ થઈ ગયો. શું કરવું? શું ન કરવું? તે બધું જ ભૂલી ગયો. થોડી પળોમાં પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી. પોતાના પક્ષને બચાવવા માટે સુવર્ણ માટે આજીજી કરવા લાગ્યો ત્યારે દિગંબર સંઘે સ્પષ્ટ જણાવી દીધું કે, “અમારી હવે કોઈ તાકાત નથી, તમારી પાસે સંપત્તિ હોય તો આગળ વધજો! બાકી અમારા બધાં જ બળદો, ગાડાઓ અને મનુષ્યોને વેચી દઇએને તો પણ આટલું સુવર્ણ ભેગું થઈ શકે તેમ નથી! અને આ બધું લૂંટાવીને પણ આ તીર્થ મેળવવાનો કોઈ અર્થ નથી. આપણે કાંઈ આ તીર્થ આપણા ઘરે તો લઈ જવાના નથી. તો ઘર બાળીને તીરથ કરવાનો આ ફોગટ પ્રયાસ શા કામનો? પૂર્ણશ્રેષ્ઠિ વિલખા પડી ગયા, તેમનું મોં કાળું મેશ જેવું થઈ ગયું, અત્યંત દુભાતાં હૈયે જાણે શરણાગતિ સ્વીકારતાં હોય તેમ પોતાના પરાભવનો સ્વીકાર કરી બે હાથ જોડી પેથડમંત્રીને કહે છે, “મંત્રીશ્વર પેથડશાહ હવે આ ઈન્દ્રમાળ આપ જ ગ્રહણ કરો!” ગિરનાર ગિરિવર શ્રી નેમિનાથ ભગવાનના જયનાદ સાથે ગુંજી ઉઠ્યો. દસે દિશાઓમાં જયનાદના તરંગોની ભરતી આવી. ઈન્દ્રમાળરૂપી દ્રવ્યમાળ સાથે તીર્થજયની વિજયમાળ મંત્રીશ્વરના ગળામાં પડી. સમસ્ત વાતાવરણમાં વાજિંત્રોના મંગલનાદની સુવાસ પ્રસરી ગઈ. આજે પેથડશાહની છાતી ગજગજ ફુલી ગઈ. ધર્મરક્ષા-તીર્થરક્ષાના અમૂલ્ય લાભને પામી તે કૃતકૃત્ય થઇ ગયા. આજે તેમના હૈયામાં આનંદ સમાતો ન હતો. મંત્રીશ્વર ઈન્દ્રમાળ ગ્રહણ કરી ગિરિવરથી નીચે ઉતર્યા અને ઉતરતાંની સાથે ધર્મપરાયણ એવા તેમને શાસ્ત્રવચનોનું સ્મરણ થયું કે, “ધર્મકાર્યના આરંભમાં, વ્યાધિના વિનાશમાં અને વૈભવની પ્રાપ્તિમાં જો વિલંબ કરવામાં આવે તો તે શુભકારક નથી તે જ રીતે દેવદ્રવ્ય ભરી દેવામાં પણ વિલંબ કરવો શુભકારક નથી.” आयाणं जो भंजइ, पडिवन्नघणं न देइ देवस्स। नस्संतं समुविक्खइ, सो विहु परिभमइ संसारे॥ દેવદ્રવ્યની આવકને જે ભાંગે, અંગીકાર કરેલું દેવદ્રવ્ય આપે નહીં અને દેવદ્રવ્યનો નાશ થતો હોય તેની જે ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં ભમે છે.” rrrrierrrrrrrrrrrrrrrrrry arrivratri Garrior TETT T Apprentirrierrrrrrrrrrrrrr Jain Education intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128