Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 80
________________ ન નનક Editi, CA IN વહેલી સવારે ચાંદનીના શીતલવાયરાની વચ્ચે બન્ને સંઘોએ તીર્થયાત્રાર્થે પ્રયાણનો પ્રારંભ કર્યો.તે જ વખતે દિગંબર સંઘના આરક્ષકોએ હાકલપાડી, શ્વેતામ્બર સંઘના યાત્રિકોને યાત્રા કરવા જતાં રોક્યા, આ તીર્થ દિગંબરોનું છે, અહિં અમે તમારાથી પહેલા આવ્યા હોવાથી સર્વપ્રથમ અમે જ યાત્રા કરશું. દિગંબરોના આ પડકારને ગણકાર્યા વગર શ્વેતામ્બર સંઘ તો આગળ ચાલવા લાગ્યો. માનકષાયથી ધમધમતા દિગંબર સંઘવી પૂર્ણશ્રેષ્ઠિ રોષે ભરાયા અને એક જ સંકેત કરી તેના સૈન્યના પીઠબળ સાથે તેણે ત્રાડ નાખી- સાવધાન! હવે એક કદમ પણ આગળ વધ્યા છો તો તમારા મસ્તક ધડથી છૂટા પાડતા ક્ષણનો પણ વિલંબ નહીં થાય! પૂર્ણશ્રેષ્ઠિના દિમાગનો પારો આસમાને ચડેલો જાણી કુશળબુદ્ધિવાન પેથડમંત્રીએ બળની સામે કળથી કામ લેવાનો નિર્ણય કર્યો. ભૂતકાળના ઈતિહાસના એક એક પાના ઉથલાવી ઠેર ઠેર દિગંબરોના પરાભવના પ્રસંગોનું વર્ણન કરી યુક્તિપૂર્વક આ તીર્થ શ્વેતામ્બરોનું જ છે તે વાત પૂર્ણશ્રેષ્ઠિના મગજમાં બેસાડવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ પૂર્ણશ્રેષ્ઠિ કોઇપણ હિસાબે તેની વાતનો સ્વીકાર કરવા તૈયાર ન થયા. અનેક પ્રકારના વાદ-વિવાદની વણઝાર ચાલી. ઉભય સંધપતિઓ વચ્ચે વાયુદ્ધ જામ્યુ. દિગંબરોનું ઝનૂન વધવા લાગ્યું, પૂર્ણશ્રેષ્ઠિ ક્રોધથી ધમધમી ઉઠ્યો. વર્ષો સુધી અનુભવની સરણના સહારે તીક્ષણ કરેલી બુદ્ધિવાળા બન્ને પક્ષના વૃદ્ધ પુરૂષો આગળ આવ્યા અને કહ્યું “આપ બન્ને પુણ્યશાળી પુરૂષો પૂર્વભવના કોઈ પ્રચંડ પુણ્યોદયના યોગે આ મહાતીર્થના સંઘપતિપણાને પામ્યા છો અને ભવોભવના કર્મબંધનનો ક્ષય કરાવનારા મહાતીર્થની પાવનભૂમિના શાશ્વત સુખદાયક સ્પર્શને પામ્યા છો ત્યારે આ વાદવિવાદનો શો અર્થ? આપ બન્ને આ વિવાદનો ત્યાગ કરી એક સાથે જ આ ગિરિવર ઉપર આરોહણ કરો, જેથી કોઈ સંઘ પહેલાને કોઈ સંઘ પછી એવા કોઈ ઝઘડાને અવકાશ જ ન રહે. હાલ આ તીર્થ ન તો દિગંબરનું છે કે ન તો શ્વેતામ્બરનું” એવો વિચાર કરી શ્રી નેમિનાથદાદાના દરબારમાં પહોંચો! પછી ઈન્દ્રમાળ પહેરવાના અવસરે ઉછામણીમાં જે ધનદ્રવ્યનું વધારે પ્રમાણ બોલે તેઓનું આ તીથી કારણકે ક્ષત્રિયો શસ્ત્રથી યુદ્ધ કરે! પંડિતો શાસ્ત્રથી યુદ્ધ કરે! શુદ્રો હાથ વડે ઝઘડા કરે. સ્ત્રી કટુવચન દ્વારા કલહ કરી પશુઓ શીંગડા વડે કલહ કરે. અને વેપારીઓ ધન વડે કલહ કરે. આપણે પણ વેપારી હોવાથી તે રીતે જ કલહનું નિવારણ કરીએ તે જ શોભાસ્પદ જણાય છે. વિબુધ એવા વડીલોના હિતકારી વચનોને બન્ને પક્ષે સહર્ષ સ્વીકારી લીધા. સર્વયાત્રિકજનોએ ગિરિઆરોહણ માટે પ્રયાણ કર્યું. સૌ શ્રીનેમિનાથ પ્રભુના મુખકમલને જોઈ મંત્રમુગ્ધ બની ગયા. ખૂબ ભાવપૂર્વક પરમાત્માને નમી, સ્નાત્ર, શકાય. આ EETari EntryatrITE :HTTTTTERTIFIETETITY V ITTEE J ITTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT TT Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128