Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 79
________________ તીર્થરક્ષાનો તેજ સિતારો यात्रा सत्त्रागारं, सुकृतततेर्दुष्कृतापहृतिहेतुः । जनिधनवचनमनस्तनु-कृतार्थता तीर्थकृत्त्वफला ॥ ધ્યાત્રા તે પુણ્યની હારમાળાની દાનશાળા છે, પાપને નાશ કરવા માટે કારણરૂપ છે, જન્મ, ધન, વચન, મન અને શરીરને કૃતાર્થ કરનાર છે તથા તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ કરાવનાર છે.” તીર્થયાત્રાના આવા વિશિષ્ટ મહિમાને જાણી અનેક પ્રકારે દાનથી દેદીપ્યમાન એવા યશ-કીર્તિવાળા, સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરનાર, ગુરૂવરના હૃદયકમળમાં સ્થાન પામેલ મંત્રીશ્વર પૃથ્વીધર અર્થાત્ પેથડમંત્રી સંઘ સહિત સિદ્ધાચલ મહાતીર્થની સ્પર્શનાર્થે પધાર્યા, ખૂબ જ ઉલ્લાસભેર ગિરિવરને જુઠ્ઠારી સિદ્ધાચલ શિખરે બિરાજમાન શ્રી આદિનાથ ભગવાનના વંદન પૂજનાદિ ક્રિયાઓ વડે ભક્તિ કરીને સત્પુરૂષોના સમુહ દ્વારા અત્યંત પ્રશંસાને પામેલા તે મંત્રીશ્વરે ૨૫ ધડી સુવર્ણની ખોળોવડે યુગાદિદેવના ચૈત્યને સુશોભિત કર્યુ. સિદ્ધગિરિમાં સિદ્ધપદને પામેલા અનંતા આત્માઓના સ્મરણની સુવાસનું આસ્વાદન કરવા માટે રોકાયેલ સંઘે કેટલાંક દિવસો વીતી જતાં રૈવતાચલ મહાતીર્થ તરફ પ્રયાણ આદર્યું. અનંત અનંત તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણકથી પાવન બનેલ ગિરનાર ગિરિવરની ભવ્યભોમકાને ભેટવાના મનોરથો સાથે સંઘના એક પછી એક દિન વીતી રહ્યા હતા. વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર, બાલબ્રહ્મચારી શ્રી નેમિનિરંજન, તથા અતીત ચોવીસીના આઠ તીર્થંકરના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક અને બીજા બે તીર્થંકરના માત્ર મોક્ષકલ્યાણક, અનાગત ચોવીસીના ચોવીસે ચોવીસ તીર્થંકરના મોક્ષકલ્યાણકથી પાવન એવી આ રૈવતગિરિ તીર્થની પવિત્રભૂમિનો સ્પર્શ પામી સૌ પોતાના જીવનને ધન્ય બનાવવા તલસતા હતા. દૂર દૂરથી રૈવતગિરિના શિખરોને જોતાં જ સૌ આનંદવિભોર બની ગયા. મંગલ પ્રભાતે પેથડ મંત્રીના સંઘે રૈવતગિરિની રળીયામણી તળેટીમાં પ્રવેશ કર્યો. એ જ વખતે યોગિનીપુર-દિલ્હીના રહેવાસી અગ્રવાલકુળમાં ઉત્પન્ન થયેલ અલ્લાઉદીન બાદશાહનો કૃપાપાત્ર પૂર્ણ નામનો શ્રેષ્ઠિ, જે દિગંબરમતનો કટ્ટરપક્ષી હતો તે પણ સંઘ લઇને રૈવતગિરિની તળેટીમાં તંબૂઓ તાણીને રહ્યો હતો. રૂપુ અને રૂપ તેનાં દાસ બનીને રહ્યા હતા, તેનો ધનવૈભવનો મદ ફાટફાટ થઇ રહ્યો હતો. Jain Education International ૭૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128