Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 77
________________ મૂંડકવેરાના અધિકારીઓએ ન્યાયનો દરવાજો ખખડાવવા મંત્રીશ્વર સમક્ષ ફરીયાદની રજૂઆત કરી કે, “મહામાત્ય! આ મહાત્માઓએ વર્ષોથી ચાલતી અમારી મૂંડકવેરાની પરંપરાને તોડી બળજબરીથી ગઇકાલે ગિરિવરની યાત્રા કરવા ચાલી નીકળ્યા હતા. અમારી વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થાનો સરિયામ બહિષ્કાર કર્યો છે, આ અંગે યોગ્ય ન્યાય તોળવા આપ હજૂરને આ સેવકોની પ્રાર્થના છે.” કુશાગ્રબુદ્ધિવાળા મંત્રીશ્વરે પણ સામાપક્ષને પોતાનો બચાવ કરવા યોગ્ય તક આપતાં જણાવ્યું. “આ અંગે આપને કંઇ કહેવું છે? ” હવે મુનિવરોએ બાજી હાથમાં ધરતાં કહ્યું, “મહામાત્યુ! આ ભાગ્યશાળીઓની વાત એકદમ સાચી છે કે અમે મૂંડકવેરો ભર્યા વિના જ ગિરિઆરોહણ કરી પરમાત્માના દર્શન કરી આવ્યા છીએ, પણ... મંત્રીશ્વર! આપ જ બતાવો અમારા જેવા મૂંડને વળી મૂંડકવેરો કેવો હોય! અમે તો અપરિગ્રહી છીએ. અમારી પાસે વળી નાણું ક્યાંથી હોય! મંત્રીશ્વર! ત્રણ-ત્રણ દિવસથી હૈયામાં ધરપત રાખી પ્રભુના દર્શન માટે તડપતાં રહ્યા છીએ, અરે! અમારી સહનશક્તિની પણ કોઇ હદ હોય ને! પ્રભુના દર્શન માટે પૈસા ભરવાના! આ તે ક્યાંનો ન્યાય? આવા મહાપવિત્ર-પરમકલ્યાણકારી અનંતા તીર્થંકરોના કલ્યાણકોથી પુનિત થયેલી આ પાવનભૂમિની રજની સુવાસ લેવાના કાંઇ પૈસા હોય! મંત્રીશ્વર! આ તો રાજ્યની સાથે મહારાજાને માટે પણ અત્યંત શરમજનક બાબત છે! આપ જેવા પ્રચંડપુણ્ય અને તીક્ષ્ણબુદ્ધિના સ્વામી આવા અવસરે યોગ્ય ન્યાય નહીં આપે તો અન્ય કોણ ન્યાય કરશે? મંત્રીશ્વર! વર્ષોથી ચાલતી આ અનુચિત પરંપરાનો વિચ્છેદ થવો જ જોઇએ” તે 39 મુનિવરોની અસ્ખલિત વાગ્ધારાને અનિમેષનયને ઝીલતાં મંત્રીશ્વર પણ અવાચક્ બની ગયા. બે પળના વિલંબ બાદ મૂંડકવેરો ઉઘરાવતા અધિકારીઓ તરફ દ્રષ્ટિ કરતાં તે બોલ્યાં, “મહાત્માઓની આ વાતો અંગે તમારો શું અભિપ્રાય છે? “મંત્રીશ્વર! મહાત્માની વાત ભલે ગમે તેટલી સાચી હોય પરંતુ વર્ષોવર્ષથી ચાલી આવતી અમારી ઇજારદારીને સ્ટેજ પણ આંચ પહોંચે તે અમારાથી કેમ સહ્યું જાય! દરેક માથાદીઠ મને જે પાંચ ક્રમ મળે છે તે તો મળવા જ જોઇએ,” અધિકારીઓએ પોતાના હૈયાની વાત કરી. EET":" મંત્રીશ્વર થોડીક ક્ષણો માટે બંધ આંખે ચિંતનની કેડીએ લટાર મારવા લાગી ગયા પછી તરત જ ગંભીરતાપૂર્વક તે અધિકારીઓને કહે છે, “ભાઇઓ! એક તરફ આ સૃષ્ટિનાં આધાર સમાન આ મહાત્માઓ છે જ્યારે બીજી તરફ તમે પ્યારા પ્રજાજનો છો! આ પ્રાતઃસ્મરણીય ગુરુભગવંતોની ભાવનાનું ઉલ્લંઘન કરવું જરાપણ વ્યાજબી નથી જ્યારે આપ સૌની ભૂખભાંગવાની વાસ્તવિકતા પણ વિસરાય તેવી નથી! આવા કપરા સંયોગમાં તમે સૌ ભેગા મળી કોઇ વચલો માર્ગ કાઢો તે જ ઇચ્છનીય છે.” Jain Education Interna ૬૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128