Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 76
________________ રીત છે માટે પ્રયત્નો કરવા છતાં અમે નિષ્ફળ ગયા છીએ, અમે તો આ મુંડકવેરો કાયમમાટે નાબૂદ કરાવવાનો ભીષ્મસંકલ્પ કર્યો છે જરૂરત છે આપના જેવાં પ્રભુના શાસન પ્રત્યે અવિહડ રાગવાળા ભડવીરની! જો તમારો સાથ મળે તો સફળતા હાથવેંતમાં છે.” મંત્રીશ્વરે સહાયક બનવાની સંમતિ દર્શાવતાં કહ્યું, “મહાત્માજી! આપ આજ્ઞા ફરમાવો આ સેવક તૈયાર છે. પ્રભુના શાસન માટે કેસરીયા કરવા પડે અને મારું મસ્તક પણ વાઢી નાંખવામાં આવે તો તે મારા જીવનની સુવર્ણપળ બની રહેશે.” મહાત્માઓ અને મંત્રીશ્વરે મૂંડકવેરાને નાબૂદ કરવા અંગેના ઉપાયની ચર્ચા વિચારણા કર્યા બાદ મુનિવરોએ ગિરિ આરોહણ કરવા માટે સોપાન ઉપર પગરવ માંડ્યાનો પ્રારંભ કર્યો ત્યાંજ પાછળથી અટકી જવા માટેનો આદેશ થયો છતાં મુનિવરો તો દ્રઢ મનોબળ સાથે મંદગતિથી આગળ વધી રહ્યા હતા, ત્યારે ફરી આક્રોશ સાથે રાડ પડી, “સાંભળો છો કે બેરાં છો? રોજ-રોજ આમ મફતના હાલ્યા આવો છો! કંઈ શરમ બરમ છે કે નહીં તમને? કેટલીવાર કીધું કે આ મૂંડકવેરાના પાંચ દ્રમ ન ભરાય ત્યાં સુધી આ પગથિયાનું એક પગથિયું પણ ચઢવાનું નથી! ” અધિકારીના આક્રોશ સામે મહાત્માઓનો માહ્યલો પણ ભભૂકી ઉઠ્યો અને ઇંટકા જવાબ પથ્થરસે ના ન્યાયથી ઉગ્રતાપૂર્વક સામો પડકાર કર્યો કે, “અમારા દેવાધિદેવના દર્શન માટે વળી મૂલ્ય શાનું ચૂકવવાનું હોય? દાદાનો દરબારતો દરેક માટે હરહમેશ ખુલ્લો જ હોય! તેમાં અમારા જેવા નિષ્પરિગ્રહી સાધુની પાસે સંપત્તિ કેવી ને વાત કેવી? અમે તો અમારા સૌંદર્યની અતિમૂલ્યવાન મૂડી સમાન અમારા જે માથાના વાળ હતા તે પણ અમે ત્યાગી દીધા પછી હવે તમને શું આપીએ? અમારા જેવાં મુંડાને વળી મુંડકવેરો શાનો ભરવાનો? ઉભયપણે શબ્દોની આતશબાજી ચાલી અને ખૂંખાર શબ્દયુદ્ધના અંતે સામાપક્ષના સ્વરબાણોને કચડી મૂંડકવેરાના નિયમને ફગાવી દઈ મુનિવરો બે દિવસની ઘોરતપશ્ચર્યાના અંતે ગિરિવરના દર્શન પામ્યા. આ તરફ પોતાનું ધાર્યું ન થવાથી વેરો ઉઘરાવનારા અધિકારીઓનો ક્રોધ આસમાને ચઢ્યો હતો. વર્ષોથી ચાલી આવતી આ મુંડકવેરાની પદ્ધતિને પ્રાણઘાત ફટકો પડવાનો અહેસાસ થવા લાગ્યો. પોતાની માનહાનિ સહન ન કરી શક્યા તેથી કોઈપણ હિસાબે ન્યાય મેળવવા તે સૌ મહામાત્ય પાસે પહોંચ્યા. મહામંત્રીશ્વરે તેમની હૈયાવરાળને બહાર નીકળી જવા માટે અવસર આપ્યો, થોડી ક્ષણોમાં જ જ્યારે હૈયાનો ભાર હળવો થયો ત્યારે મંત્રીશ્વરે તેઓને આશ્વાસન આપતાં જણાવ્યું કે, આપણે આ અંગે જરૂર વિચારશું. તે અધિકારીઓને પણ હાશકારો થયેલ. થોડીવારમાં મંત્રીશ્વરે મુનિવરોને સંદેશો મોકલાવ્યો અને પૂજ્યોની પધરામણી થતાં મંત્રીશ્વરે પૂજ્યો પ્રત્યે ઔચિત્યપાલન કરી ખૂબ જ બહુમાનપૂર્વક તેમનો સત્કાર કર્યો. RTELITE IT TTTTTTTTTTTT 11.1111111 AliET TET TAT ===1Eritrixart11stantastic TE, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128