Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 75
________________ Aવિત - R SEM. timeபாப்பா in-ii-fi: કાનામ adlifeising * મહાત્માઓના પગલાં પાછા પડ્યા... આ દુરાગ્રહી કેમે કરી માને તેવું લાગતું નથી. વિચારે છે કે, આ પણ કેવી વિચિત્રતા કે વિશ્વ વિભૂતિને ભેટવાના પણ ભૂલ ચૂકવવા પડે? આ તો હરગીઝ સહ્યું જાય તેમ નથી! બસ! આ મનોમંથનના અંતે ગિરનાર ગિરિવરના યાત્રાળુઓ ઉપર ઠોકી બેસાડેલો આ મૂંડકવેરો કોઈપણ હિસાબે રદ થવો જોઈએ. તેવા વિચારનું માખણ તેઓશ્રીના માનસપટ ઉપર તરી આવ્યું. વળતા દિવસે પુનઃ મહાત્માઓએ ગિરિ આરોહણ કરવાનો પ્રારંભ થતાં જ તેઓને અટકાવવામાં આવ્યા. જ્યાં સુધી મૂંડકવેરો નહીં ભરવામાં આવે ત્યાં સુધી યાત્રા નહીં થાય તેવા શબ્દો તેમના કાને પડયા.મુનિવરો તો પુનઃ પોતાના આવાસ તરફ ચાલી નીકળ્યા પરંતુ મૂંડકવેરાને નાબૂદ કરવાના તેમના વિચારના તરંગોએ વેગ પકડયો હોય અને તે તરંગો જાણે કે, ધોળકા સ્ટેટના મહામંત્રીશ્વરના દિમાગ સુધી ન પહોચ્યાં હોય તેવો અહેસાસ થયો. બીજા દિવસની ઢળતી સંધ્યાના રક્તવર્ણના વાદળો વિખરાઇ રહ્યા હતા તે અવસરે વાયરામાં વહેતી વાતોમાં મુનિવરના કાને શબ્દો સાંભળવામાં આવ્યા કે ધોળકાનરેશના મહામંત્રીશ્વર વસ્તુપાળ સંઘ લઈને આવતી કાલે ગિરનાર મહાતીર્થની તળેટીમાં પધારી રહ્યા છે. મુનિઓને તેમની ભાવના પૂર્ણ થવાના એંધાણ વર્તાવા લાગ્યા. આ મૂંડકવેરાની કનડગતની વાત મહામાત્ય વસ્તુપાળની જાણમાં જ હતી. પરંતુ ત્રીજા દિવસે પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં તેઓશ્રી એટલું જરૂર પામી ગયા કે આ મામલો બળથી નહીં પરંતુ કળથી પાર પાડવો પડશે. તે જ સમયે પેલા મહાત્માઓ પણ ગિરિવર ઉપર આરોહણ કરવા આગળ વધી રહ્યા હતા. આ અણગારોને કોઈ આંચ ન આવે તે માટે મંત્રીશ્વરે તેઓને થોડો સમય રોકાઈને સંઘ સાથે જ યાત્રાનું પ્રયાણ કરવા વિનંતી કરી અને મૂંડકવેરાની વર્તમાન પરિસ્થિતિ અંગે જાણ કરી. મહાત્માઓને પ્રભુમિલનમાં અંતરાય પાડનાર આ મુંડકવેરાને કોઈપણ રીતે દૂર કરવાના દાવ લગાવવાના વિચારમાં રહેલા મંત્રીશ્વરને જોઈને મહાત્માઓએ તક ઝડપી લીધી. મંત્રીશ્વર! તમારા જેવાં કુશાગ્રબુદ્ધિ હયાત હોય ત્યારે ભાવિક વર્ગને પરમાત્માના દર્શન-પૂજન અને તીર્થસ્પર્શના કરવા માટે કર ચૂકવવો પડે? આ વાત અત્યંત શરમજનક છે. આજે તો આપ અમને આ સંઘ સાથે યાત્રા કરાવી દેશો પરંતુ અન્યભાવિકનું શું? ભવિષ્યમાં આ મહાતીર્થને દૂર સુદૂરથી ભેટવા આવનાર મહાત્માઓનું શું?, ”મુનિઓ પણ પૂરા જોસ સાથે અસ્મલિતધારામાં મંત્રીશ્વરના માનસપટ ઉપર સવાર થઈ ગયા. મંત્રીશ્વરના અંતરમાં પડેલી મૂંડકવેરો નાબૂદ કરવાની ચિનગારી હવે જ્વાલાબનીને ભભૂકી ઉઠી. મહાત્માઓએ મંત્રીશ્વરની આગને પરખીને કહ્યું, મંત્રીશ્વર! આ તે કેવી વિચિત્રતા! બે-બે દિવસથી ગિરિવરની યાત્રા ET MEETITIHits લ કાકngs Jain E U

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128