Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 74
________________ : :: કા , કે નકારાના રાજકારનr:15:::::::: trait::::::na લક્ષણવંતા નવયુવાનો આપણા નગરમાં સ્થિરતા કરી રહ્યા છે. સ્વભાવમાં સૌમ્ય, કાર્યમાં કુશળ, રાજનીતિમાં નિપુણ જણાતાં આ યુવાયુગલના લલાટે શોભતું તિલક તેના ખાનદાન અને જૈનધર્મની શોભાને વધારનારું જણાય છે, આપ મહારાજા આજ્ઞા ફરમાવો તો તે જુગલજોડીને આપની નજર સમક્ષ હાજર કરું. ઝવેરી હીરાના ભૂલને પારખે તેમ ભરયુવાનીમાં પ્રવેશવા સાથે રાજસભામાં પગરવ માંડતા પુણ્યશાળીના લલાટના લેખ વાંચી મહારાજાએ હર્ષોલ્લાસપૂર્વક આ બાંધવજોડીને રાજનો કારભાર સોંપી પરમ આનંદનો અનુભવ કર્યો. રાજકારભારના સુવ્યવસ્થિત સંચાલનની સુવાસ ગામેગામ ફેલાવા લાગી, વડીલ બંધુ વસ્તુપાળને ધોળકા અને ખંભાતના મહામંત્રીપદે સ્થાપવામાં આવ્યા અને તેજસ્વી તેજપાળને રાજસૈન્યના સેનાધિપતિ પદે બિરાજમાન કરવામાં આવ્યા, ઉભયબંધુએ પોતાના શૌર્ય અને સમજણના સમન્વયથી રાજા અને પ્રજાના હૈયા સાથે રાજભંડારોને પણ છલકાવી દીધા. સર્વત્ર શાંતિ અને સમાધિનું સંગીત ગુંજી ઉઠ્યું. રાજવહીવટની સાથે સાથે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને વફાદાર રહેલા આ બે ભાઈઓની કીર્તિ સર્વત્ર ફેલાવા લાગી, આઠમ, ચૌદશના તપ સાથે સામાયિક, પ્રતિક્રમણાદિ નિત્ય આવશ્યકના પાલન સાથે પરમાત્મભક્તિ, સાધર્મિક ભક્તિ અને અનુકંપાદાનાદિ ચતુર્વિધ ધર્મપ્રવૃત્તિમાં પણ સતત વ્યસ્ત રહેતા... અનેક જિનાલયના નિર્માણનો લાભ લઈ સદ્ગતિને સાધવાના પ્રયાસમાં રત રહેતા હોવાથી અવસરે ગિરનાર ગિરિવરની સંઘ સાથે યાત્રાનો અવસર આવ્યો. આ તરફ ગામોગામથી ઉગ્રવિહાર કરી બાલબ્રહ્મચારી શ્રી નેમિપ્રભુના મિલનના મનોરથ સેવતાં મહાત્માઓ ગિરનાર ગિરિવરની તળેટીએ પહોંચી ચૂક્યા હતા... અનંતા તીર્થકરોના કલ્યાણકોની આ કલ્યાણભૂમિના સ્પર્શની સંવેદનાઓ દ્વારા શિવપદની સાધના કાજે ગિરનારના સોપાનને સર કરવા ડગ માંડી રહ્યા હતા.... હૈયામાં હર્ષનો કોઇ પાર ન હતો.. પણ એકાએક આસમાને ચડેલા તેમના અરમાનો પૃથ્વીતળે પટકાઈ ગયા.... કદાવર કાયાના એક માણસે તેમને આગળ વધતાં અટકાવ્યા, કારણ પૂછતાં પેલાએ કહ્યું, “આ ગિરિરાજ ઉપર આરોહણ કરવું હોય તો પ્રથમ મૂંડકવેરો ભરવો પડશે, અન્યથા આગળ નહીં વધી શકો! w આશ્ચર્યચકિત થયેલા મહાત્માઓ કહે અરે ભાઈ! પ્રભુના દ્વારે પહોંચવા પૈસા ભરવાના હોય? અરે! અમે તો નિષ્પરિગ્રહી છીએ, અમારી પાસે પૈસા ક્યાંથી હોય? પેલો કહે, “મહારાજ! આડીઅવળી વાતો કર્યા વગર પહેલા મૂંડકવેરાની રકમ ચૂકવી દો, પછી આગળ વધો! ” Jain Education intemattomat For Fivare & Personal use only wwwdary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128