Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 72
________________ பாய்ம்பயர்ப்பயாப்பபாாபபாபபபபபபபபபபபபபபபாபப்பப்பப்பாப்பா பாப்பாப்ப்பபாபபபப்பாப்ப்பயாபாபாபாபாப்பாப்பா તીર્થભક્તિનો પ્રભાવ ધામણઉલી નામના ગામમાં રહેનારો ધાર નામનો એ વેપારી હતો. પૂર્વભવના સત્કર્મના કારણે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે આ ભવમાં તે ધનોપાર્જનમાં જાણે કુબેરની સ્પર્ધા ન કરતો હોય તેમ શોભતો હતો. ખૂબ ઉલ્લાસભેર પોતાની ધનસંપત્તિનો વ્યય કરીને અનેક જનોને જીવિતદાન આપતો તે પોતાના પાંચ પુત્રોની સાથે સંઘનો અધિપતિ થઈને આનંદથી ગિરનારની યાત્રા કરવા ગયો હતો. તેનો સંઘ શ્રી ગિરનાર મહાતીર્થની તળેટીનાં મેદાનમાં છાવણી નાંખીને રહ્યો હતો. ગિરનાર મહાતીર્થમાં રહેલો સંઘ બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના દર્શન કરવાના મનોરથો સેવી રહ્યો હતો, તે અવસરે તે વિસ્તારમાં દિગંબર જૈનપંથનો અનુયાયી એવો એક રાજા આ શેઠીયાઓ શ્વેતામ્બર જૈનપંથના અનુયાયી હોવાથી તેમને આ ગિરનાર ગિરિવર પર ચઢતાં અટકાવવા લાગ્યો. પ્રભુના દર્શન-પૂજન-સ્પર્શનની ઝંખના સાથે હર્ષોલ્લાસભેર પ્રયાણ આદરેલ ધાર નામના શ્રેષ્ઠિનો સંઘ ગિરિરાજ આરોહણ કરવાના પ્રયત્નો કરવા લાગ્યો. તે સમયે દિગંબર રાજાના સૈન્ય આ સંઘ ઉપર આક્રમણ કરતાં બન્ને પક્ષો વચ્ચે લડાઈના મંડાણ થયા, તે અવસરે શ્રી નેમિપ્રભુ પ્રત્યેની અપાર ભક્તિથી ધારશ્રેષ્ઠિનાં પાંચેય પુત્રોના સત્ત્વ સ્કુરાયમાન થતાં પાંચે બંધુઓએ અપ્રતિમ રસપૂર્વક યુદ્ધ લડવાનું શરૂ કર્યું. તીર્થભક્તિના અતિશય રાગથી કેસરીયા કરતાં તીર્થરક્ષાર્થે મરણીયો જંગ ખેલી દુશ્મન લશ્કરના અનેક સૈનિકોનો પરાભવ કરતાં કરતાં આ પાંચેય પુત્રો મરણને શરણ થયા. તીર્થભક્તિના અવિહડ રાગના પ્રતાપે તે પાંચેય મરીને ત્યાં જ તે તીર્થક્ષેત્રના અધિપતિપણાને પામ્યા છે. આ તીર્થક્ષેત્રાધિપતિ તરીકે ઉત્પન્ન થયેલા આ પાંચેય પુત્રોના અનુક્રમે ૧,કાલમેઘ ૨, મેધનાદ ૩,ભૈરવ ૪, એકપદ અને ૫, રૈલોક્યપાદ એવા નામ પડ્યા અને તીર્થશત્રુનો પરાભવ કરતાં તે પાંચેય જણ પર્વતની આસપાસ વિજયની વરમાળાને વર્યા. LETTER: HETTEEL SE: 17:::::: :::::: :::::::::: :: ::::: :: :: :: ::::::: :::::::::::::::::::::::::::: , ' , 'પાક . . ::::::::::: ::::::::::::::::: છે સં . Jain Edu નથી . y.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128