Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 73
________________ વિચક્ષણ વસ્તુપાળ ગૌરવવંતા ગુર્જરદેશના ધોળકા સ્ટેટમાં રાજા વીરઘવળની હકૂમત ચાલતી હતી. રાજા વીરધવળના મંત્રીશ્વર આશરાજ જૈનધર્મી હતા. હાલક નામના ગામમાં પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. ધર્મપત્ની કુમારદેવીની કુક્ષીએ ત્રણ પુત્રરત્નો અને સાત પુત્રીઓ અવતર્યા હતા. મંત્રીપદે રહેલા આશરાજ અત્યંત કુશાગ્રબુદ્ધિવાળા અને વ્યવહારુ હોવાથી પુત્ર મલદેવ, વસ્તુપાળ, તેજપાળ અને સાતે પુત્રીઓને ઉચ્ચતમ કેળવણી આપવાના પ્રયત્નો કર્યા હતા તેમાં પણ પૂર્વભવના કોઈ પ્રચંડ પુણ્યોદયે વસ્તુપાળ અને તેજપાળ તો બાળવયથી જ અત્યંત તેજસ્વી અને પુણ્યવાન જણાતાં હતા તે બન્ને ભાઈઓની અરસપરસની પ્રીતિ અને જિનેશ્વર પરમાત્માના શાસન અને ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા જોઈને તો ભલભલાને ઈર્ષ્યા પેદા થયા વિના ન રહે શૈશવકાળ, કુમારચય અને અનુક્રમે યુવાવસ્થાને પામતા તે બન્ને બંધુ બેલડીએ અનુક્રમે બે સ્ત્રી લલીતાદેવી અને અનુપમાદેવી નામની સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ સ્ત્રીને પોતના ગૃહસ્થજીવનસાથી બનાવ્યા. દિવસ અને રાત્રીના સથવારે સમય પસાર થતાં પિતા આશરાજ આ મનુષ્યલોકને ત્યાગી દેવલોક તરફ પ્રયાણ કરી ચાલ્યા. વસ્તુપાળ-તેજપાળ સપરિવાર માંડલ ગામમાં આવી વસ્યા પરંતુ આયુષ્યની દોરી કોની? ક્યારે? ટૂંકાઈ જાય તેની કોને ખબર પડે છે? માંડલમાં આવ્યા બાદ થોડા કાળમાં માતા કુમારદેવી પણ પ્રભુને શરણ થયા. ઘરમાં સાક્ષાત્ ભગવાન તુલ્ય માતાપિતાનો વિરહ અત્યંત આકરો લાગતાં બન્ને બંધુઓ હૈયાને હળવું કરવા તથા મનને મોકળું કરી શોકસાગરમાંથી બહાર નીકળવા શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રાએ જવા નીકળ્યા. તીર્થાધીરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના દર્શન-પૂજન-સ્પર્શનથી મનની સાથે સાથે આત્માનાં બોજને હળવો કરી બંધુબેલડી જીવનયાત્રાની આગામી મંઝીલોને સર કરવા વ્યવસાયની શોધમાં પાલીતાણાથી નીકળી ગામે, ગામની ભોમકા ઉપર ભાગ્યના મંડાણ કરવા ડગ ભરતાં ચાલ્યા. ધોળકા સ્ટેટના ધોળકા ગામની ભૂમિ સાથે પૂર્વભવના કોઈ લેણાદેણીનો હિસાબ પૂરો કરવા ત્યાં.. સ્થિરતા કરી, તે દરમ્યાન મહારાજા વીરઘવળ રાજ્ય વ્યવસ્થા માટે કોઈ પ્રજ્ઞાવાન પ્રધાન અને શૂરવીર સેનાપતિની શોધમાં હતા. બંધુબેલડીને તો થોડા દિવસની સ્થિરતા દરમ્યાન રાજગોર સાથે મિત્રાચારીનો નાતો બંધાઈ ગયો હતો. મહારાજાની મુંઝવણને પારખી જનાર રાજગોરે વિનંતી કરી કે, આપ જેવા બે રાજરત્નોની શોધમાં છો, તેવા બે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128