Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 62
________________ સૌભાગ્ય મંજરી ભરતક્ષેત્રના દક્ષિણપથમાં કર્ણાટક નામે દેશ હતો, જ્યાં અનેકવિધ રાજવૈભવવાળો ચક્રપાણી રાજા હતો; સૌને પ્રિય, રૂપવાય, અનેક ગુણોથી ઉજ્જવળ એવી પ્રિયગુમંજરી નામની પત્ની હતી. દિન-પ્રતિદિન ભોગવિલાસાદિ રાજસુખોને ભોગવતાં અનુક્રમે પ્રિયંગુમંજરી રાણીની કુક્ષીએ પુત્રીનો જન્મ થાય છે. પરંતુ જન્મથી જ સર્વાંગેસુંદર હોવા છતાં અશુભ કર્મની બલિહારીના મહાપ્રભાવે તેનું મુખ વાનરી જેવું હતું. રાજા પણ આ ઘટનાને જોઇને અત્યંત વિસ્મય પામી ગયો અને કોઇ અમંગળની શંકાથી તેના ઉપશમ માટે ઠેર ઠેર દેવી-દેવતાઓની પૂજા, સ્નાત્રાદિ મહોત્સવ વગેરે અનેક શાંતિકર્મના અનુષ્ઠાનો કરાવે છે. મુખથી કદરૂપી પરંતુ સૌભાગ્યમાં સુંદર એવી તે રાજકુમારીનું સૌભાગ્યમંજરી નામ રાખ્યું, અનુક્રમે તે ચોસઠ કલાઓમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. એક્વાર તે રાજદરબારમાં મહારાજાના ખોળામાં બેઠી હતી તેવા અવસરે કોઇ પરદેશી પુરૂષ રાજસભામાં પ્રવેશ કરે છે અને મહારાજા સમક્ષ તીર્થાધિરાજ શ્રીપુંડરીકગિરિનું માહાત્મ્ય કહી સંસારતારક અને પુણ્યના કારક એવા રૈવતગિરિ મહાતીર્થના માહાત્મ્યનો પ્રારંભ કરતાં કહ્યું, “મહારાજ! આ અવનીતલ ઉપર પુણ્યનો સંચય અને દુઃખ-દારિદ્રનો નાશ કરાવનાર રૈવતાચલ પર્વત જય પામે છે, સર્વપ્રકારના કલ્યાણનું નિર્માણ કરવામાં કુશળ એવા આ રૈવતગિરિ પર આ ભવ કે પરભવમાં દારિદ્ર કે પાપનો ભય રહેતો નથી, આ ગિરિવરના પવિત્ર શિખરો, નદીઓ, ઝરણાંઓ, ધાતુઓ અને વૃક્ષો સર્વજીવોને સુખ આપનારા છે, શ્રી નેમિનાથ પરમાત્માની સેવા માટે આવીને આનંદ-પ્રમોદ પામેલા દેવતાઓ તો સ્વર્ગમાં ઉત્પન્ન થતાં મહાસુખને તૃણથી પણ વધુ હલકા માને છે.” આ પ્રમાણે રૈવતગિરિ મહાતીર્થની અનેકવાતો સાંભળી મહારાજાના ખોળામાં બેઠેલી રાજકુમારી સૌભાગ્યમંજરીને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થતાં તે મૂર્છા પામી જાય છે. રૈવતગિરિ માહાત્મ્યની વાતો સાંભળી મૂર્છા પામેલી સૌભાગ્યમંજરી શીતોપચારો વડે પુનઃચેતનવંતી બને છે, સચેતન થયા બાદ હર્ષઘેલી તે પિતાને જણાવે છે કે, “ઓ પિતાજી! આજનો દિવસ મારા માટે મહામંગલકારી છે, તેનું કારણ આપ ધ્યાનથી સાંભળજો! પૂર્વભવમાં આ પરદેશીએ વર્ણન કરેલા રેવતાચલ ઉપર હું વાનરી હતી, જાતિસ્વભાવથી ચંચળ એવી હું સ્વચ્છંદ અને અવિવેકપણે ગિરિના શિખરો, નદીઓ, ઝરણાઓ, વનો અને વૃક્ષો વચ્ચે સતત આમથી તેમ કુદાકુદ કરતી રહેતી હતી. તે ગિરિશિખરની પશ્ચિમદિશામાં અમલકીર્તિ નામની એક નદી છે. વિવિધ પ્રકારના વિશિષ્ટ પ્રભાવવાળા અનેક દ્રવ્યોથી ભરપૂર એવી એ નદી શ્રી નેમિનાથ પરમાત્માની અમિદ્રષ્ટિથી પવિત્ર બનેલી શોભી રહી છે. એક વખત સ્વભાવ પ્રમાણે આમથી તેમ દોડાદોડ કૂદાકૂદ કરતાં રખડતી હું વાનરના જુથ સાથે તે નદીના તટની સમીપ આવી. પરંતુ ભવિતવ્યતાના યોગે ૫૩ Jain Edu www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128