Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 68
________________ પરમાત્માની પ્રતિમાનો પ્રભાવ ભારત દેશની ધન્યધરા ઉપર મોગલ સામ્રાજ્યનો એ કાળ હતો. ધર્મઝનૂની અનેક મોગલ બાદશાહઓએ શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનને ઘણું જ નુકશાન કરેલ છે. જિનાલયો અને જિનપ્રતિમાઓને ધરાશાયી કરવામાં કેટલાય બાદશાહઓએ પાછી પાની કરી ન હતી. બીજી તરફ અનેક મોગલ બાદશાહ શ્રી જિનેશ્વર પરમાત્માના સિદ્ધાંતો અને સાધુભગવંતોના જીવનને નિહાળી ખૂબ જ પ્રભાવિત થયાના પ્રસંગો પણ ઇતિહાસના પાને પાને કંડારાયેલા છે. જિનધર્મને શરણે ગયેલા આચાર્ય જિનપ્રભસૂરિજી પ્રભુના શાસનને શોભાવી રહ્યા હતા. જનમેદનીમાં ધર્મ અને કર્મની વાતોની વિવિધ વાનગી પીરસી રહ્યા હતા. સૂરિજીની વાણીથી પ્રભાવિત બનેલા બાદશાહ સુરત્રાણ તેમના પ્રત્યે અત્યંત આદરવાન બન્યા, અવસરે અવસરે સૂરિવર અને રાજવરની જ્ઞાનગોષ્ઠિ ચાલતી રહેતી હતી, એકવાર અચાનક બાદશાહ સૂરિવરને પૂછે છે, “ગુરૂવર! આપ પૂજ્યના મુખેથી અનેકવાર ગિરનાર ગિરિવરના વખાણ સાંભળ્યા છે તો શું ખરેખર! આ ગિરનાર ગિરિવરનો કોઇ પ્રભાવ છે?” બાદશાહના સંશયનું સમાધાન ન કરતાં હોય? તેમ સૂરિવર કહે છે, “બાદશાહ! ગિરનાર મહાતીર્થના મહિમાની વાતો જ અનેરી છે. અરે! માત્ર જૈનધર્મ નહીં પરંતુ અન્યધર્મોમાં પણ તેનો મહિમા અપરંપાર દર્શાવવામાં આવ્યો છે. આ ગિરનાર ગિરિવર ઉપર અમારા વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક થયા છે.” બાદશાહ કહે, “તમારા આ પથ્થરના પ્રતિમાઓ અને જિનાલયોનો કોઇ પ્રભાવ જોવા મળે?” સૂરિજી કહે “આ જિનબિંબનો પ્રભાવ અનેરો છે, આ પ્રતિમા કોઇ અસ્ત્ર કે શસ્ત્રોથી છેદાય કે ભેદાય તેમ નથી, અગ્નિમાં બળતી નથી. વજ્રમયી આ પ્રતિમા દેવાધિષ્ઠિત છે!” Jain Edu વિસ્મિતવદને બાદશાહ કહે, “શું વાત કરો છો મહાત્મા!” (સૂરિવરના વચન ઉપર શંકા સાથે મનમાં વિચારવા લાગ્યો, પોલાદી લોખંડ સામે આ પથ્થરની પ્રતિમાની શું હેસીયત કે તેની સામે ટકી શકે? આ પ્રતિમાની કસોટી અવશ્ય કરવી જ જોઇએ.) સમયના વહેણ વહેતાં ચાલ્યાં, બાદશાહે સૂરિવરને ગિરનારની યાત્રા કરવાની પોતાની ભાવના વ્યક્ત કરી અને TURE---- IT ૫૯ V.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128