Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 69
________________ રાજવૈભવ સાથે ગિરનાર તરફ ડગ મંડાયા.... જોતજોતામાં ગિરનારની સમીપે પહોંચતા ગિરનાર પર્વતના વિવિધ શિખરોની હારમાળાએ બાદશાહનું મન હરી લીધું. ગુર્જરદેશના ગૌરવને પ્રત્યક્ષ નિહાળી આજે તે આનંદવિભોર બની ગયો હતો. ચારેકોર લીલી ચાદર બિછાવી હોય તેવી વનરાજીને નિરખતાં બાદશાહના નેત્રકમલો વિકસિત થયા. કુદરતના ખોળે અડગ ઉભેલા આ ગિરિવરને જોઇ બાદશાહ હેબતાઇ ગયો. પર્વતના કપરાં ચઢાણ સર કરી તે શ્રી નેમિનાથદાદાના જિનાલયના પ્રાંગણમાં આવ્યો. તેના તનના થાક સાથે મગજનો પારો પણ નીચે ઉતરવા લાગ્યો. રંગમંડપમાં પ્રવેશ કરી શ્રીનેમિનિરંજનને નિરખતાં જ બાદશાહ તેના મોહમાં પડી ગયો, શું આ પ્રતિમા છે? કે સાક્ષાત્ મૂર્તિ છે! આની તે પરીક્ષા થાય? તેની લાગણી અને બુદ્ધિ વચ્ચે દ્વન્દ્વ યુદ્ધ મંડાયુ, અંતે બુદ્ધિનો વિજય થતાં તેણે પરીક્ષા કરવાનું નક્કી કર્યુ. બાદશાહે પ્રતિમાની પરીક્ષા કાજે શસ્ત્રશક્તિનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો અને સૂરિવરે મંત્રશક્તિનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો. તે પરમાત્માના ધ્યાનમાં લીન બન્યા તે જ સમયે બાદશાહે પ્રભુજીની પ્રતિમા ઉપર એક પછી એક દ્રઢપ્રહાર શરૂ કર્યા પણ... અફસોસ! તેનો એક પણ પ્રહાર પ્રભુજીની પ્રતિમાને નુકશાન કરવા સમર્થ ન બન્યો. એક તરફ તેનું માનભંગ થતાં તેની આંખોમાંથી આક્રોશના અંગારા વરસવા લાગ્યા જ્યારે બીજી તરફ શસ્ત્રપ્રહારના ઘર્ષણના કારણે તે જિનબિંબમાંથી અગ્નિના તણખા ઝરવાના શરૂ થયા. બાદશાહ આ ચમત્કારને જોતા જ બેબાકળો થઇ ગયો, રખેને આ અગ્નિના તણખા જ્વાળાનું સ્વરૂપ પકડે અને મારા દેહનો ભરડો લઇ નાંખે! તેવા ભયથી તેણે શસ્ત્રને જમીન પર ફેંકી દીધું. બાદશાહ ભયભીત બની સૂરિજીના ચરણોમાં ઝૂકી ગયો. સૂરિજીએ ધ્યાનભંગ કરી પરિસ્થિતિને જોતાં તેના હર્ષનો પાર ન રહ્યો. સૂરિવરે તેના મસ્તક ઉપર હાથ મૂકી તેના મિથ્યાત્વના ઝેરને વમન કરાવી સમ્યક્ત્વના બીજનું વપન કર્યું. પછી બાદશાહ દોડતો પ્રભુના ચરણકમળમાં આળોટવા લાગ્યો. પોતે કરેલા દુષ્કૃતના પશ્ચાતાપ રૂપે માફી માંગી પરમાત્માના પ્રભાવના પારખા કરવાની ભૂલનો એકરાર કર્યો. પ્રભુના ખોળામાં મસ્તક ઝૂકાવી નાના બાળકની માફક રૂદન કરવા લાગ્યો થોડીવાર બાદ સ્વસ્થ થઇ પ્રભુના ચરણે સુવર્ણ ધરી બાદશાહે વિદાય લીધી. બાદશાહ પરમાત્માની પ્રતિમાના પ્રભાવનો અનુભવ કરે છે, તે જ રાત્રિએ તેમના કેટલાંક ધર્મઝનૂની અનાર્ય સાથીદારો ઉશ્કેરાયા અને બાદશાહે અનુભવેલા પ્રગટપ્રભાવને નામશેષ કરવા એક નવો કીમીયો ઘડવા લાગ્યા. ગિરનાર ગિરિવરના જિનાલયોમાં જેટલા શ્યામવર્ણીય પ્રતિમાઓ બિરાજમાન હતા, તે બધાને ભેગા કરી એક ઓરડામાં પૂરી દે છે અને જૈનશ્રાવકવર્ગને જણાવે છે કે, “જો આ બધાં કાળીયા દેવો રાત્રે કોઇ ચમત્કાર બતાવશે, તો અમે આ ૬૦ Jain Educatio : lily www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128