Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 66
________________ ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયક દેવો ગિરનાર મહાતીર્થના અચિન્ત્યપ્રભાવના કારણે અનેક આત્માઓ સન્માર્ગને પામ્યા છે. આ તીર્થના ઉપકારની અંશાત્મક ઋણમુક્તિ કાજે તે આત્માઓ દેવો થતાં આ તીર્થના ઉદય અને રક્ષણના કાર્યમાં લાગી ગયા. સર્વત્ર તીર્થની યશ-કીર્તિ ફેલાવવાના મહત્ત્વના કાર્યમાં લાગી તેઓએ આ તીર્થને જગમશહૂર બનાવવાના ભગીરથ પ્રયાસો કર્યા છે. ગિરનાર મહાતીર્થના વાયવ્યકોણમાં શ્રી નેમિનાથ પરમાત્માને મસ્તક પર ધારણ કરીને સર્વસંકટોનું હરણ કરવા માટે ઇન્દ્ર મહારાજા ઇન્દ્ર નામનું નગર વસાવીને રહ્યા છે. * ગિરનાર મહાતીર્થના ડમર નામના દ્વારમાં શ્રી નેમિપ્રભુના ધ્યાનથી પવિત્ર બનેલા બ્રહ્મેન્દ્રે સંઘની વૃદ્ધિ માટે પોતાની મૂર્તિ સ્થાપન કરી છે. ગિરનાર મહાતીર્થના નંદભદ્રનામના દ્વારમાં જિનેશ્વર પરમાત્માના ધ્યાનથી પવિત્ર બનેલ મનવાળો મલ્લિનાથ નામનો બળવાન રૂદ્ર દ્વારપાળ તરીકે ઉભો રહ્યો છે. ગિરનાર મહાતીર્થના મહાબલદ્વારમાં પોતાના મસ્તક પર છત્ર રૂપ કરેલા જિનેશ્વર ભગવાનના ચરણકમલથી આતપરહિત બનીને બલવાન બલભદ્ર રહ્યો છે. ગિરનાર મહાતીર્થના બકુલદ્વારમાં લોકોના વિઘ્નરૂપ તૃણના સમૂહને ઉડાડનાર મહાબલવાન વાયુકુમાર રહ્યો છે. ગિરનાર મહાતીર્થના બદરી દ્વારમાં પોતાનાં શસ્ત્રોથી વિઘ્નરૂપ શત્રુઓને હણનાર બદરીશ રહેલ છે. ઉત્તરકુરૂ દ્વારમાં રહેનારી સાત માતા દેવીઓ રહી છે. * ગિરનાર મહાતીર્થના કેદારદ્વારમાં કેદાર નામનો રૂદ્ર ગિરિવરનો રક્ષક થઇને રહ્યો છે. આ રીતે આઠે દિશાઓમાં આઠ દેવતાઓએ નિવાસ કર્યો છે. જેમ જિનેશ્વરદેવની પાસે આઠપ્રાતિહાર્ય શોભી રહ્યા હોય તેમ આ આઠ દેવતાઓ ગિરિવરની ઉપર સ્વઆયુધ ઊંચા કરી પ્રાતિહાર્ય થઇને તીર્થની રક્ષા કરી રહ્યા છે. શ્રી નેમિપ્રભુની સેવા દ્વારા અત્યંત પવિત્ર અને નિર્મળ બનેલા અસંખ્ય દેવતાઓ આ મહાતીર્થ ઉપર આવતાં સૌ ભવ્યજીવો પ્રત્યે વાત્સલ્યભાવ રાખી સૌના મનોરથોને પૂરા કરે છે. મુખ્ય શિખરથી ઉત્તર દિશાએ તે દિશાનો રક્ષક મહાબલવાન મેઘનાદ છે. * * Jain Educatio ૫૭ 52y.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128