Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 65
________________ :::::::::::six:1:Fift11 નામના કે, “હે ભગવંત! મારી અડસઠતીર્થની યાત્રાથી મેં કરેલા સઘળા પાપકર્મોની શુદ્ધિ થઈ ગઈ કે નહીં?” ત્યારે મહાત્મા કહે છે, ધક્ષેત્ર અને તપશ્ચર્યા વિના માત્ર નદી, પર્વત, વન, ગિરિને દ્રહોમાં ભમવા માત્રથી કર્મનો ક્ષય થઈ પાપની શુદ્ધિ નથી થતી, મિથ્યાત્વી તીર્થમાં ભમવા માત્રથી તો કાયાનો કલેશ થાય છે અને કર્મક્ષયને બદલે ઉલટાનો વધુ ગાઢ કર્મોનો બંધ થાય છે, જો તમારે ખરેખર અશુભકર્મોનો ક્ષય જ કરવો હોય તો ચિત્તની શુદ્ધિપૂર્વક ક્ષમા-દયા-સત્ય-સંતોષાદિ ભાવોથી ભાવિત એવા વીતરાગ પરમાત્માનું મનમાં ધ્યાન કરી, રૈવતગિરિ મહાતીર્થમાં તપશ્ચર્યાદિ આરાધના કરો જેના દ્વારા તમારા તે પાપોનો ક્ષય થશે.” વશિષ્ટમુનિ પૂછે છે, હે ભગવંત! આપ કૃપાળુ જે મહાતીર્થની વાત કરો છો તે ક્યાં આવેલું છે? જ્ઞાની ભગવંત કહે છે, “રેવતગિરિ મહાતીર્થ એ સોરઠદેશમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના પાવન પગલાં વડે પવિત્ર થયેલ ઉત્તમ તીર્થ છે. પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરી શ્રી અરિષ્ટનેમિપ્રભુનું નિર્મલભાવે એકાગ્રચિત્તે ધ્યાન ધરવું તે ઉત્તમ પ્રકારનો તપ છે. જો તમારે પાપકર્મનો ક્ષય કરી નિર્મલપુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો સદ્ગતિની બાહેંધરી આપતા એવા રૈવતગિરિનો આશ્રય કરો." જ્ઞાનીભગવંતના વચનને હૈયામાં ધારણ કરી વશિષ્ટ તાપસ અત્યંત હર્ષસભર હૈ, આનંદથી વિકસિત થયેલાં નેત્રકમલ સાથે અંતરમાં તેજસ્વી શ્રી નેમિપ્રભુજીનું સ્મરણ કરી સમતા રસમાં સ્નાન કરતાં કરતાં તે રેવતાચલ પહોંચે છે, રૈવતગિરિમાં પ્રદક્ષિણા કરીને તે ઉત્તરદિશાના સોપાન માર્ગેથી ગિરિઆરોહણ કરે છે. ત્યાં માર્ગમાં છત્રશિલાને દક્ષિણદિશા તરફ મૂકીને તે અંબાકુંડના જલવડે સ્નાન કરે છે, સ્નાન કરતા કરતાં હૃદયકમળમાં સ્ફટિકમણિ જેવા નિર્મલ આઈત તેજનું ધ્યાન કરતાં વશિષ્ટમુનિ ધ્યાન અને ધ્યેયને ભૂલી અહમાં તન્મય બની જાય છે. જેવા કે સ્નાન કરીને બહાર આવે છે તે સમયે આકાશવાણી થાય છે કે, “હે તાપસમુનિ! ઘોરહત્યાના પાપથી મુક્ત બની હવે તું શુદ્ધ થયો છે, અંબાકુંડના મહાપવિત્ર જલ વડે સ્નાન કરવાથી તથા શુભધ્યાનના પ્રભાવથી તારું અશુભકર્મ ક્ષીણ થયેલ છે. તેથી હવે તું શ્રી નેમિનાથપ્રભુના ચરણનું શરણ ગ્રહણ કરી વશિષ્ટમુનિ પણ ક્ષણ બે ક્ષણ દિમૂઢ થઈ સ્વસ્થતા પામે છે ત્યારે આકાશવાણીના દિવ્યવચનોનું સ્મરણ કરતાં કહ્યુ સાથે તરત શ્રી નેમિનાથ ભગવાનના ચૈત્યમાં જઈ નમસ્કાર કરે છે અને સદ્ભાવપૂર્વક સ્તુતિ આદિ ભક્તિ કરી સમાધિથી ધ્યાન અને અત્યંત ઉગ્રતપ આદરી અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જિનધ્યાનમાં પરાયણ બનેલ તે મૃત્યુ પામી પરમદ્ધિવાન દેવપણાને પામે છે. તેના હત્યાદોષના નાશને કારણે તે અંબાકુંડ હવે વશિષ્ટકુંડના નામે પ્રસિદ્ધ થયેલ છે, જેના જલના સસંર્ગથી વાતવ્યાધિ-પથરી, પ્રમેહ, કુષ્ટ, દાદર વગેરે રોગો નાશ પામે છે અને દસ્તર એવી હત્યાના પાપનો પણ ક્ષય થાય છે. TIT IT . THE IIT :::::: :::: ::::::::::: : rary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128