Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 63
________________ E-11 અહીંથી તહીં કૂદાકૂદ કરવામાં ફલિત થયેલા આંબાના વૃક્ષની ગાઢ ડાળીના વિસ્તારમાં ફસાઇ જવાથી થોડી ક્ષણોમાં ત્યાં જ લટકતાં મૃત્યુ પામી. આ રૈવતગિરિ મહાતીર્થમાં વસવાના પ્રભાવથી ત્યાંથી મરીને હું તિર્યંચભવનો ત્યાગ કરી સીધી તમારી પુત્રી તરીકે અહીં જન્મ પામી છું. હવે અત્યંત સ્વરૂપવાન આ દેહ હોવા છતાં મને વાનરીનું મુખ મળવાનું કારણ આપ સાંભળો! તે આમ્રવૃક્ષની ગાઢ ડાળીઓના સમુહમાં ફસાયેલું મારૂ શરીર ડાળીના ઝૂકાવાથી ધીમે ધીમે અમલકીર્તિ નદીના જલમાં પડવાથી મનોહારી રૂપને ધારણ કરનારૂં બન્યું પરંતુ મારૂં મુખ ગીચઝાડીમાં ફસાયેલું જ રહેવાથી નદીના સુપવિત્ર જલના સ્પર્શથી વંચિત રહેવાથી હજુ સુધી મારું મુખ વાનરી જેવું રહ્યું છે. હે પિતાજી! હવે તે નદીના નિર્મળ જલના સ્પર્શથી વંચિત રહેલા મારા તે મસ્તકને આપ તરત જ તે નદીના પાવન જલમાં પાડી ઘો જેથી હું મુખ સહિત સર્વાંગી સુંદરપણાને પામી શકું. આ પરદેશી પુરૂષે વર્ણવેલા રૈવતગિરિ મહાતીર્થના માહાત્મ્યના શ્રવણથી મને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયેલ છે, જેનાથી આ સઘળો વૃતાંત કહેવા સમર્થ બની છું! રાજકુમારીના આ વચનોને સાંભળી અત્યંત વિસ્મિત થયેલા રાજા ચક્રપાણીએ નદીના તટ સમીપે રહેલા આમ્રવૃક્ષની તે ગીચઝાડીમાં લટકતાં વાનરીના મુખને પવિત્રજલમાં પાડવા માટેનો સેવકને આદેશ કર્યો. મહારાજની આજ્ઞાને શિરોમાન્ય કરી સેવકો આજ્ઞાનું પાલન કરવા દોડી ગયા અને જે સમયે વાનરીના મુખને નદીના જલમાં પાડવામાં આવ્યું તે જ સમયે રાજકુમારી સૌભાગ્યસુંદરી પણ રૂપરૂપના અંબારવાળી સર્વાંગી સુંદરતાને ધારણ કરનારી બની ગઇ. ચક્રપાણી રાજા પણ તીર્થ માહાત્મ્યના સાક્ષાત્ પ્રભાવને જોઇને અત્યંત વિસ્મય પામી જાય છે. કોઇક જ એવા મોહને આધીન મંદમતિપુરૂષો હોય જે આવા પ્રસંગ પ્રત્યે શ્રદ્ધા ન ધરાવતા હોય! કારણકે મંત્ર, ઔષધી, મણિ અને તીર્થોનો મહિમા જ અચિત્ત્વ હોય છે. મહારાજા ચક્રપાણિ યુવાવસ્થામાં ડગમાંડી ચૂકેલી રાજકુમારી સૌભાગ્યમંજરીને સુયોગ્ય વરની શોધમાં તત્પર બને છે. ત્યારે કર્મની વિચિત્રતાના યોગે સંસારવાસથી વૈરાગ્ય પામેલી તે વિવાહની વાટના કાંટાળા માર્ગ ઉપર ડગ માંડવાને બદલે શાશ્વતસુખની સાધના માટે રૈવતગિરિ મહાતીર્થ તરફના સુખાળા માર્ગે વિચરવાનું પસંદ કરે છે. પિતાશ્રીને પોતાની ભાવના જણાવી તે તો રેવતાચલના શીતળ સાન્નિધ્યમાં રહી તીવ્રતપાચરણ દ્વારા અનેક જન્મોના અશુભકર્મોનો નાશ કરતાં શ્રી નેમિજિનના ધ્યાનમાં મગ્ન બની સ્વઆયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને તીર્થરાગના ફળસ્વરૂપે તે તીર્થમાં જ વ્યંતરદેવી તરીકે ઉત્પન્ન થાય છે. પૂર્વભવના ભીષ્મતપના પ્રભાવથી તે નદીના દ્રહમાં નિવાસ કરીને શ્રીસંઘના અનેકવિઘ્નોનો નાશ કરનારી, સર્વ દેવતાઓને અનુસરવા યોગ્ય મહાદેવી થાય છે. Jain Educati renbrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128