Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 60
________________ સિદ્ધિદાયક રૈવતગિરિ સોરઠદેશના સુગ્રામપુર ગામમાં પૂર્વકર્મના તીવ્ર ઉદયને કારણે અનેક દોષોના ભંડાર સ્વરૂપ એક ક્ષત્રિય રહેતો હતો. કોઈપણ જાતના વ્રત નિયમરહિત લગામ વિનાના અશ્વની માફક તેનું જીવન સ્વચ્છંદતા અને સ્વતંત્રતાની પરાકાષ્ટાને આંબી રહ્યું હતું. તેના દિલમાં જીવમાત્ર પ્રત્યે કોઈ કરૂણા ન હોવાથી અનેક જીવોને નિર્દયપણે હણવામાં માહિર હતો, રાજા હરિશચન્દ્રનો કટ્ટર દુશ્મન હોય તેમ સત્યની સાથે તેને મહાભયંકર વેર હોવાથી હંમેશા કૂડ-કપટ અને મિથ્યાવચનોને ઉચ્ચારતો, અનેકવિધ દોષોથી ખદબદતો તે માર્ગમાં ચાલતાં વટેમાર્ગુને ત્રાસ પમાડી આનંદ માણતો હતો. આ રીતે હત્યા વગેરે મહાપાપકારી પ્રવૃત્તિના પ્રતાપે મહાપાપોદયના કારણે તેના શરીરમાં લૂન નામનો રોગ સર્વત્ર વ્યાપિ ગયો હતો. આ મહારોગથી અત્યંત ભયંકર પીડાને સહન કરતો તે ગામોગામ અને નગરે નગરે દીન બનીને રખડી રહ્યો હતો. પૂર્વભવના કોઈ પ્રચંડ પુણ્યોદયે એક જૈનમુનિ ભગવંતનો ભેટો થયો. તેઓને પોતાની દુઃખ ભરી કથની સંભળાવી તે આત્મસમાધિના ઉપાયની માંગણી કરતાં મુનિભગવંત સમક્ષ પોતાની ઝોળી ફેલાવે છે. નિષ્કારણ બંધુ મુનિવર શ્રી રૈવતગિરિ મહાતીર્થના માહાભ્યનું અદ્ભુત વર્ણન કરતાં તેના પ્રભાવનો પરચો મેળવવા તે રેવતાચલ મહાતીર્થની યાત્રાર્થે પ્રયાણ આદરે છે. ટૂંક સમયમાં રૈવતગિરિની સમીપ પહોંચી ગિરિ આરોહણ કરતો તે શ્રી નેમિપ્રભુના દર્શનથી નેત્રોને પાવન કરી ખૂબ ભાવપૂર્વક પ્રભુની પૂજા-ભક્તિ તથા ઉજ્જયન્તી નદીના નિર્મળ જલથી સ્નાન કરે છે, દ્રવ્ય અને ભાવ સર્વરોગોનો નાશ થતાં તે સમાધિપૂર્વક મૃત્યુ પામી સૂર્યમંડન સમાન દેડકાંતિવાળો, દસે દિશાઓને પ્રકાશ્યમાન કરનાર, અદ્ભુત રૂપવાન સુરસામ્રાજ્યને પામેલો દેવ થાય છે. | દિવ્યસુખના ભોગવટામાં પૂર્વભવને ભૂલેલા તે દેવને આકસ્મિક પરમાત્મા અને તીર્થના પરમોપકારનું સ્મરણ થાય છે. પૂર્વભવમાં ભરતચક્રવર્તી દ્વારા નિર્માણ કરાયેલા નેમિપ્રાસાદમાં પૂજાભક્તિ કરવાથી તેની પાપની પરંપરાનો નાશ થાય છે અને રૈવતગિરિ મહાતીર્થના પ્રચંડપ્રભાવના પ્રતાપે અત્યંત દિવ્યકાંતિવાન દેવપણાને પામે છે, તે ઉપકારોનું અંશાત્મક ઋણ ચૂકવવાની ભાવનાથી તે પુનઃ રેવતગિરિની સ્પર્શન-ભક્તિ કરવા જાય છે અને જિનાલયનું પણ નિર્માણ કરે છે. જેના અચિન્ય પ્રભાવથી મને આ સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે તેનો જો આશ્રય ન કરીએ તો સ્વામિદ્રોહના ભયંકર પાપના પરિણામે દુર્ગતિમાં પતન થાય, વળી આ પ્રભુ તથા તીર્થની ભક્તિથી મને આગામી ભવમાં આનંદદાયક કેવલજ્ઞાનની અને પરમપદની પ્રાપ્તિ થશે તેથી જિક :IT T ER: TET ENTITIENTIRE

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128