Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 58
________________ - 11111111111 મ i rmwાળા::::::: territors: 11::11:11:11:11 કાકા- કાકી ના જમાનratiાન : કામના કલાક - મહાતીર્થના આવા પ્રભાવને મુનિવરના મુખકમલથી સાંભળીને અશોકચન્દ્ર તો રેવતગિરિના ઉચ્ચ શિખરે ધૂણી ધખાવી સ્થિરચિત્તે તપયજ્ઞની ઘોર સાધનાને આદરે છે. તપયજ્ઞના તાપથી પ્રભાવિત થયેલ ગિરનાર મહાતીર્થની અધિષ્ઠાયિકા અંબિકાદેવી પ્રસન્ન થઈ, જેના સ્પર્શમાત્રથી લોખંડ પણ સુવર્ણ બની જાય તેવો દરિદ્રતા દૂર કરનારો પારસમણી અશોકચન્દ્રને આપે છે. પારસમણીના પ્રગટ પ્રભાવથી અઢળક સંપત્તિનો સ્વામી બનેલો અશોકચન્દ્ર પોતાના જંગી સૈન્યબળના પ્રતાપે રાજ્યની પ્રાપ્તિ કરે છે. પૂર્વકૃત અશુભ કર્મના પડલ દૂર થઈ શુભકર્મનો સૂર્ય મધ્યાહ્ન ચઢવા લાગ્યો. સંપત્તિના પ્રતાપે પામેલ ભોગવિલાસની સામગ્રીમાં ચકચૂર બનેલો અશોકચન્દ્ર એક દિવસ અચાનક વિચારે ચડે છે કે, “રેવતગિરિ મહાતીર્થ તથા શાસને અધિષ્ઠાયિક અંબિકાદેવીના પુણ્યપ્રસાદથી આજે આ રાજભવાદિ સામગ્રીની પ્રાપ્તિ થવાથી ભોગસુખના વિષયરાગમાં આસક્ત બનેલો હું તે ઉપકારીનું સ્મરણ પણ નથી કરતો? ધિક્કાર છે મારી જાતને! હું કેવો કૃતદન બન્યો! પસ્તાવાના નિર્મલ ઝરણામાં સ્નાન કરતો અશોકચન્દ્ર પોતાની સકલ રિદ્ધિ-સિદ્ધિ સાથે ઠાઠમાઠથી સંઘ તથા સ્વજનોથી પરિવરેલો માર્ગમાં ઠેર ઠેર અનેક ગામોમાં સેવાભક્તિ, અનુકંપા, સ્વામિવાત્સલ્ય, જિર્ણ થયેલા જિનાલયોના જિર્ણોદ્ધારના કાર્યો આદિ અનેકવિધ સુકૃત કરતાં કરતાં પ્રથમ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી અનંતા તીર્થકરોની સિદ્ધભૂમિ એવા રેવતગિરિ મહાતીર્થની યાત્રાર્થે જાય છે. ગિરિઆરોહણ કરી મહાપ્રભાવક એવા ગજપદાદિ કુંડના પવિત્ર જલ વડે શ્રી નેમિપ્રભુની સ્નાત્રાદિવિધિ સમેત ભક્તિ કરે છે, ત્યારબાદ શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીને પુષ્પાદિસહિત પૂજીને વૈરાગ્યવાસિત અશોકચન્દ્ર વિચારે છે કે, “અરે! આ રેવતગિરિ મહાતીર્થના મહાપ્રભાવથી હું છેલ્લા ૩૦૦ વર્ષથી અનેકવિધ રિદ્ધિ-સિદ્ધિ અને રાજવૈભવ સાથે રાજ્ય ભોગવી રહ્યો છું. બસ! અનેક ભવોના દુઃખોની પરંપરા વધારનારા, સમુદ્રના તરંગ જેવા ચંચળ આ ભૌતિકસુખોને ભોગવી હવે હું ત્રાસી ગયો છું, હવે તો મારે અવિનાશી એવા મોક્ષસુખની પ્રાપ્તિ કરવી છે આવા ચિંતનની વાટે વિચરતાં અશોકચન્દ્ર પોતાના પુત્રને રાજવહીવટ સોંપીને શ્રી નેમિનાથ પરમાત્માના ચરણમાં શરણ ગ્રહણ કરી સંયમની સાધનામાં લાગી જાય છે અનેકવિધ આરાધના દ્વારા ભવોભવના કર્મનો ક્ષય કરવા તે રૈવતગિરિના પરસાન્નિધ્યમાં રહેવા લાગ્યો. તપાગ્નિ દ્વારા સર્વ કર્મમળને તપાવી શુભધ્યાનની ઉજવલ જ્વાળા પ્રગટાવી સર્વધાતી કર્મોને ભસ્મીભૂત કરી કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ કરે છે અને ત્યાંજ શેષ રહેલા સર્વ અઘાતી કર્મોનો પણ નાશ કરી રૈવતગિરિરાજની રળિયામણી ભૂમિ ઉપર મોક્ષ પદને પ્રાપ્ત કરે છે.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128