Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 49
________________ இன்பமாய்யா TAGSATEL Eી રીતે ? - રાજર્ષિ ભીમસેના આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રને વિશે શ્રાવસ્તી નામની એક શ્રેષ્ઠ નગરી હતી. જેમાં જિનેશ્વર પરમાત્માની ભક્તિમાં તત્પર, લોકહિતનું વ્રતધારણ કરનાર, સર્વગુણોથી અલંકૃત વજસેન નામનો પરમ શ્રાવક રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરતો હતો. તેની અત્યંત શીલવાન સુભદ્રા નામની પત્ની હતી. જેની કૂખે ભીમસેનનામે પુત્ર અવતર્યો હતો. આ ભીમસેન અત્યંત દુષ્ટ પ્રકૃતિવાળો, જુગારાદિ સાત વ્યસનોમાં ચકચૂર, અન્યાયના ધામ સમાન તે નિરપરાધી જીવોને પણ સદા રંજાડવામાં બાકી ન રાખતો. સ્વભાવની વિચિત્રતા અને અનેક દોષોનો ભંડાર હોવાથી માતાપિતા અને ગુરૂજનોમાં પણ તેની હંમેશા અવગણના કરવામાં આવતી હતી. રાજા વજસેને અપલક્ષણવાળા એવા આ ભીમસેનને યુવરાજપદ ઉપર સ્થાપિત કરતાં સાપને દુધ પીવડાવવા સમાન હવે તે પરસ્ત્રી અને પરદ્રવ્યાદિ હરણ કરીને સર્વ પ્રજાજનોને માટે અત્યંત દુઃખકારક બને છે. પ્રોજનો તેના ત્રાસથી ત્રાહિમામ્ પોકારી જાય છે. અંતે ભીમસેનના અસદ્વર્તનથી કંટાળેલા પ્રજાજનો ભેગા થઈ મહારાજાને વિનંતી કરે છે, “હે મહારાજાધિરાજ'અમારે રાજપુત્રના અપરાધને કહેવો ન જોઈએ પરંતુ તેમના અત્યાચારને વધુ સહન કરવા અમે અસમર્થ હોવાથી આપ કૃપાળુ સમક્ષ દયાની ઝોળી ફેલાવી રહ્યા છીએ, મહારાજા ! રાજકુમારના દુષ્ટ વ્યવહારથી અમે સૌ ગળે આવી ગયા છીએ તેથી આ અંગે આપ સ્વામીને જે યોગ્ય લાગે તે કરવા નમ્ર વિનંતી કરીએ છીએ.” પ્રજાજનોની વિનંતી સાંભળી તેઓને સાંત્વનવચન સમેત પ્રસાદદાન કરી તે સૌને વિદાય કરે છે. થોડીવાર પછી રાજકુમાર ભીમસેનને એકાન્તમાં બોલાવીને હિતવચનો ફરમાવે છે, “હે વત્સ!તું અન્યાયનો ત્યાગ કરીન્યાયનું સેવન કરી પ્રજાનું પાલન કર ! પ્રજાથી જ રાજા શોભે છે, પ્રજા વિનાનો રાજા તે નામનો જ રાજા રહે છે, ન્યાયધર્મમાં તત્પર એવા રાજાને જ રાજસંપત્તિની પ્રાપ્તિ થાય છે, શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, “પરસ્ત્રી-પદ્રવ્યનું કદિ હરણ ન કરવું, માતાપિતા-ગુરૂ અને પરમાત્માની ભક્તિ મુખ્ય કહેવાય છે. બધે ન્યાય કરવા યોગ્ય છે અને અન્યાય તો અતિ દૂરથી જ ત્યજવાયોગ્ય છે. સ્વવચનનું પાલન અને ધીરતા ધરવી, સતવ્યસનનો ત્યાગ કરવો આ જ મહારાજાનો પ્રાય : શ્રેષ્ઠધર્મ છે. જેના આલંબને તેને યશ, કીર્તિ, લક્ષ્મી અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ રીતે અવસરે અવસરે હિતવચનો વડે પ્રેરણા કરવા છતાં ભીમસેન અધિકથી અધિક અન્યાયનું સેવન કરવા લાગ્યો. રાજા વસેને પણ હિતશિક્ષા દ્વારા અસાધ્ય એવા ભીમસેનને કારાગૃહમાં પૂરી દીધો, ત્યાં રહેવા છતાં એક વખત કુમિત્રોની ખોટી શિખામણથી પ્રેરાઈને ક્રોધાવેશમાં પોતાના માતાપિતાની હત્યા કરે છે. પિતાના મૃત્યુને કારણે હવે સ્વયં રાજગાદી ઉપર બેસી કુસંગના સહવાસથી આવર્જિત થયેલો તે મદ્યપાનાદિ વ્યસનોમાં ચકચૂર બની સમગ્ર પ્રજાજનોને રંજાડવા લાગ્યો. Jain Edmontematon OG Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128