Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 53
________________ ઉપર જઈ પછીરવતગિરિની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો. માર્ગમાં અનેક ગામ-નગર વનને પસાર કરતાં તેઓ રોહણાચલ પર્વતની સન્મુખ આવ્યા અને વિધિપૂર્વક પર્વતના અધિષ્ઠાયક દેવોને પૂજા-અર્ચન કરીને ભીમસેન ખાણમાંથી રત્ન મેળવવા માટે આજ્ઞા ગ્રહણ કરે છે, આખી રાત જાગરણ કરીને મંગલ પ્રભાતે રત્નખાણમાં શસ્ત્રો વડે પ્રહાર કરીને ભીમસેન મહામૂલ્યવાન એવા બે કીમતી રત્નો ગ્રહણ કરે છે. આ બંને રત્નોમાંથી એક રાજકુલમાં સમર્પિત કરીને બીજું રત્ન લઈ વહાણમાં બેસી અન્ય સ્થાને જવા પ્રયાણ કરે છે, સમુદ્રયાત્રા દરમ્યાન પુનમના દિવસે સોળે કળાએ ખીલેલા પૂર્ણચન્દ્રના દર્શન કરતાં ભીમસેન વિચારે છે કે આ ચન્દ્રમાનું તેજ વધારે હશે કે આ રત્નનું તેજ વધારે હશે? ઉભયની તુલના કરવા માટે ભીમસેન રત્નને બહાર કાઢે છે પરંતુ હજુ તેના અશુભકર્મોની પરંપરા ચાલુ તેમ ભવિતવ્યતાના યોગે તેના હાથમાંથી રત્ન સમુદ્રમાં પડી જાય છે. કહેવાય છે ને કે, “ ભાગ્યથી વધારે કોઈને મળતું નથી અને ભાગ્યમાં હોય તે કયાંય જતું નથી. દુર્ભાગી ભીમસેનના મુખમાંથી કરૂણ આક્રંદના સ્વરો સરી પડ્યાં, તે કર્મના એક વધુ ફટકાને પામી તત્કાળ મૂચ્છ પામી ગયો. કેટલોક સમય જતાં શીતળ જલના ઉપચારાદિ વડે પુનઃ સભાનતા પામેલો ભીમસેન ખૂબ વિલાપ કરવા લાગ્યો. વહાણમાં પ્રવાસ કરતાં સહયાત્રીઓ તેના વિલાપને સાંભળી એકઠા થયા ત્યારે “મારું રત્ન સમુદ્રમાં પડી ગયું. મારું રત્ન સમુદ્રમાં પડી ગયું! હું લૂંટાઈ ગયો!” એવા દીનતાભર્યા વચનો ઉચ્ચારવા લાગ્યો, સહયાત્રીઓ તેને આશ્વાસન વચનો વડે શાંત કરવાના પ્રયાસ કરવા છતાં ભીમસેન કેમે કરી સ્વસ્થ થતો નથી ત્યારે તેના મિત્ર બનેલા પેલા પરદેશીએ તેને વૈર્ય ધારણ કરી શોકમુક્ત થવા ખૂબ સમજાવ્યો અને કહ્યું “જો આપણે જીવતા રહેશું તો હું તને બીજા ઘણા રત્નો મેળવી આપીશ, તું ખેદન કર! હાલ તો આપણે દરિદ્રોના દુ:ખ હરનાર,સંકટહર, મહાપ્રભાવક એવા રૈવતાચલ તરફ જવા યોગ્ય છે. ત્યાં તારી ઈચ્છાપૂર્તિ થઈ જશે, અથવા તો મારું આ રત્ન તું રાખી લે!' એવા આશ્વાસનભર્યા વચનોથી ભીમસેનને શાંત પાડે છે. ભીમસેન પણ કંઈક ધીરતા ધારણ કરતાં સમુદ્ર માર્ગ પસાર કરી તે બન્નેરૈવતગિરિ મહાતીર્થ તરફ આગળ વધે છે. હાથ ધોઈને પાછળ પડ્યો હોય તેમ કર્મરાજા પણ કેમ કરીને પીછો છોડતો નથી, જ્યાં રૈવતગિરિ તરફના માર્ગમાં આગળ વધતાં હતાં ત્યાં તેઓ ચોરો દ્વારા લૂંટાઈ જાય છે અને વસ્ત્ર-ભાથું આદિ બધું જ લૂંટાઈ જતાં બાવા બની ગયેલા તે બંને અનેક દુઃખોને સહન કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા ત્યાં માર્ગમાં એક મુનિભગવંત મળે છે, મહાત્માના દર્શન થતાં જ હૈયામાં આનંદની ઉર્મિ ઉછળવાથી નમસ્કાર કરીને દીનતાપૂર્વક પોતાના સર્વ દુઃખોનું કરૂણવર્ણન કરતાં કહે છે, “સ્વામિ!દુર્ભાગ્ય અને દરિદ્રમાં શિરોમણિ, સર્વલોકની નિંદાને પામતા, સર્વત્ર અનાદર અને તિરસ્કારના દુઃખોથી દુઃખી એવા અમારા આ દુઃખનાશનો કોઈ ઉપાય બતાવવા કૃપા કરો, અન્યથા પર્વત ઉપરથી ઝંપાપાત કરી મરણનું શરણું ગ્રહણ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય અમને દેખાય છે.” ૪૪ Hit Jain Education international rary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128