Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 51
________________ :: ::: :: ::f ======= =11111111111111 1iiiiiiiiiiiiiiiiiiiii i iiiડા14 કપ 11 11 -- 1 કનકts: 4: 11::::: :::::::::::::::: ત્યારે પોપટ કહે છે, “તુંધીરજ ધરીને સમુદ્રમાં ઝંઝાવાત કર ! ત્યાં મોટા માછલાં તને ગળીને સમુદ્રતીર તરફ જશે ત્યાં જઈને ફંફાડા કરશે ત્યારે આ દવા તેના ગળામાં નાખવાથી તે દવાના પ્રભાવથી તેના ગળામાં મોટું કાણું પડી જશે તે કાણામાંથી બહાર નીકળી સમુદ્રતટ પર તારે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકીશ.” પોપટના આ ઉપાયને સાંભળીને ભીમસેન પણ તે ઉપાયને અજમાવીને જીવવાની તિતિક્ષા સાથે સિંહલતટે પહોંચી જાય છે. ત્યાં ભૂખ-તરસથી પીડાતો તે વનમાં રખડી જલ અને ફળાદિ ગ્રહણ કરી કોઈ એક દિશામાં પ્રયાણ કરે છે ત્યારે માર્ગમાં એક ત્રિદંડી સાધુને જોઈને પ્રણામ કરે છે. ત્રિદંડી સાધુ પણ તેને આશીર્વચન આપીને પૂછે છે, “હે વત્સ! તુકોણ છે ? આ વનમાં શા માટે ભમે છે? '' આ સંસારમાં જેટલા મહાદુઃખી, સૌભાગ્યરહિત અને નિર્ભાગી પુરૂષો છે તેમાં પોતાને સર્વપ્રથમ ગણતા એવા અનેક દુઃખોથી રીબાતા ભીમસેને, તપસ્વી એવા તે મહાપુરૂષના દર્શન થતાં તેમની સમક્ષ દુઃખની કથા કહી. “વધુતો શું કહું? જ્યાં જેને ત્યાં જાઉં છું, ત્યાં તે વસ્તુ સિદ્ધ થતી નથી, જે તૃષાતુર થઈને સમુદ્ર પાસે જાઉં તો પણ જળ મળતું નથી. હું મંદભાગી હોવાથી મારા જવાથી લાખો વૃક્ષો ઉપરથી ફળો, સેંકડો નદીઓમાંથી પાણી અને રોહણગિરિમાંથી રત્ન પણ અદશ્ય થાય છે, મારે ભાઈ-બહેન, મા-બાપ કે પત્ની ન હોવા છતાં પણ હું મારું પેટ ભરી શકતો નથી.' ભીમસેનના દીનવચનોને સાંભળી કપટમાં પંડિત એવો ત્રિદંડીમુનિ આંખમાં બનાવટી અશ્રુને પ્રગટ કરી જાણે કે, પોતે તેના દુઃખથી દુઃખી થયો હોય તેમ કહે છે, “હે વત્સ! તું દુઃખી ન થા! કોઈ પ્રચંડ પુણ્યોદયે તું મારા શરણે આવ્યો છે તેથી હવે તારું દારિદ્ર ગયું સમજજે ! આ પૃથ્વીતલ ઉપર અમે પરોપકાર માટે જ વિચરણ કરીએ છીએ તેથી હવે તું મારી સાથે સિંહદ્વીપમાં ચાલ! જેથી રત્નની ખાણમાં જઈ રત્નગ્રહણ કરવા દ્વારા તારા સર્વ દુઃખો નાશ પામી જશે.” ત્રિદંડીમુનિના કપટીવચન ઉપર વિશ્વાસ મૂકી ભીમસેન તેની સાથે જવા માટે ચાલી નીકળે છે. માર્ગમાં ભોજન તથા સોદીનારનું ભાથું લઈને થોડા દિવસે તે બંને રત્નની ખાણ સુધી પહોંચે છે. વદ ચૌદશની અંધારી રાત્રિએ તે ત્રિદંડીમુનિ ભીમસેનને રત્નની ખાણમાં ઉતારી રત્નોને કઢાવવા લાગે છે. તે રત્નોને ગ્રહણ કરીને દુષ્ટ ત્રિદંડીમુનિ દોરડું કાપીને તાત્કાલિક પલાયન થઈ જાય છે. ભીમસેન ખાણમાં અહીં તહીં ભમતાં અત્યંત દુઃખી અને કૃશદેહવાળા પુરૂષને એક ખૂણામાં જુએ છે. પેલો પુરૂષ પણ ભીમસેન પ્રત્યે દયા દર્શાવી પૂછે છે, “હે ભદ્રપુરૂષ! આ યમરાજના મુખમાં તું ક્યાંથી આવ્યો? તું પણ મારી જેમ પેલા દુષ્ટ ત્રિદંડી તાપસ વડે રત્નના લોભમાં આ ખાણમાં ફેંકાયો લાગે છે.” ભીમસેન પણ તે વાતનો સ્વીકાર કરી આ ખાણમાંથી બહાર નીકળવાનો ઉપાય પૂછે છે ત્યારે તે કહે છે, “આવતીકાલે પ્રભાતે આ ખાણના અધિષ્ઠાયક રત્નચન્દ્ર નામના દેવની પૂજા કરવા માટે દેવાંગનાઓ આવશે તે વખતે અનેકવિધ ગીતગાનના અને નૃત્યના ઉપચારથી રત્નચન્દ્ર દેવની પૂજા કરશે તે વખતે ગીતગાન-સંગીત અને નૃત્યની atistiravat:- ====================== 1:1: :::::::: ::::::

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128