Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 52
________________ - વા I :: : : : t::::::::::::::::::::kit1ી માં માત્ર કાકડા ક્રિયામાં દેવ વ્યગ્ર હોય ત્યારે તેના સેવકોની સાથે તું બહાર નીકળી જઈશ તો બહાર નીકળેલા એવા તને તે દેવ કંઈ કરી શકશે નહી” આ વાત સાંભળી હર્ષિત બનેલો ભીમસેન તે પુરુષ સાથે વાતચીત કરી દિવસ પસાર કરે છે અને પ્રભાતે દેવાંગનાઓ રત્નચન્દ્ર દેવની પૂજા-ભકિત કરવા દિવ્યધ્વનિ તથા વાજિંત્રોના નાદ સાથે વિમાનમાં બેસી મહોત્સવપૂર્વક આગમન કરે છે. અધિષ્ઠાયક રત્નચન્દ્રનું ચિત્ત ગીત-સંગીતમાં એકાગ્ર થાય છે તે તકને ઝડપીને ભીમસેન દેવના સેવકોની સાથે તત્કાલ તે ખાણથી બહાર નીકળી જાય છે અને ધીમે ધીમે પંથ કાપતો ભીમસેન કેટલાય દિવસો બાદ સિંહલદ્વીપના મુખ્ય નગર ક્ષિતિમંડનપુરમાં આવે છે. ત્યાં કોઈ શ્રેષ્ટિની વખારમાં સેવક તરીકે કામ કરવા લાગે છે પરંતુ બાળપણથી ચોરીના કુસંસ્કારને વશ થયેલા ભીમસેને વખારમાંથી પણ ચોરી કરવાની શરૂ કરી. એક વખત રક્ષકો દ્વારા ચોરીની વિગત જાણવામાં આવતાં તે ભીમસેનને બાંધીને નગરમાં આ ચોર છે તેવી જાહેરાત સાથે ગલીએ ગલીએ ફેરવીને શૂળીએ ચડાવવા લઈ જાય છે ત્યારે તેના પૂર્વકૃત કોઈ પ્રચંડપુણ્યોદયે તે જ સમયે વેપાર માટે તે નગરમાં આવેલો ઈશ્વરદત્ત ત્યાંથી પસાર થાય છે. તેની નજર ભીમસેન ઉપર પડતાં સમુદ્રમાં ફસાયેલા જહાજને બહાર કાઢવામાં સહાયભૂત બનવાના તેના ઉપકારનું સ્મરણ થતાં જ તે ભીમસેન પાસે જઈ હકીકત જાણે છે. ઉપકારોની ઋણમુક્તિ માટે રાજાને વિનંતી કરીને ભીમસેનને છોડાવે છે. ભીમસેનને પણ જહાજમાં સાથે જ રાખી તે પોતાના પૃથ્વીપુર નગરમાં લાવે છે. એકવાર કોઇ પરદેશીને જોઈને વાતવાતમાં ભીમસેન તેને પોતાના દુઃખની કથા કહે છે ત્યારે તે કહે છે “ તું દુ: ખી ન થા ! મારી સાથે ચાલ ! આપણે રોહણાચલમાં રત્નની શોધ માટે જઈએ” બંને સાથે રોહણાચલ તરફ જવા પ્રયાણ કરે છે ત્યારે માર્ગમાં એક તાપસના આશ્રમમાં જટિલ નામના વૃદ્ધ તાપસને જોઈને નમસ્કાર કરી તેમના ચરણોમાં બેસી જાય છે, તે દરમ્યાન જટિલતાપસનો જાંગલનામનો શિષ્ય ગગનમાર્ગથી નીચે ઉતરી તેના ગુરૂ જટિલતાપસને પંચાંગપ્રણિપાતપૂર્વક નમસ્કાર કરીને તેમના ચરણોમાં બેસે છે ત્યારે ઘણા દિવસે આવેલા શિષ્ય જંગલને જટિલતાપસ કહે છે. “હે વત્સ! હાલ તું કયાંથી આવી રહ્યો છે? આટલા દિવસથી તું કયાં હતો? '' જંગલ કહે છે, “સ્વામિ! હાલ સોરઠદેશના શ્રી શત્રુંજય ગિરનારની યાત્રા કરીને અહીં આવ્યો છું, તે બે તીર્થનાં સંપૂર્ણ મહિમાનું વર્ણન કરવા કોણ સમર્થ બની શકે ! કેવલજ્ઞાનીઓ કેવળજ્ઞાન વડે તે મહિમાને જાણી શકે છે પરંતુ વર્ણન કરવા તો તે પણ સમર્થ નથી તેમાં પણ રૈવતગિરિનો મહિમા તો મેં સાંભળ્યો અને સાક્ષાત્ જોયો પણ છે. આ તીર્થની સેવા થકી જીવોને સુખસંપત્તિ, ચોદી અને શાદિની રિદ્ધિ-સિદ્ધિ પણ હાથવેંતમાં પ્રાપ્ત થાય છે અને અલ્પકાળમાં તે મુક્તિપદને પામી શકે છે.” આ પ્રમાણે જંગલતાપસના સ્વમુખે રેવતગિરિ મહાતીર્થનો અચિન્ય મહિમા સાંભળીને બધા તાપસમુનિ ખૂબ હર્ષને પામ્યા. ભીમસેન તથા પેલો પરદેશી પણ આ મહિમાને સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા અને પ્રથમ તેઓએ નિશ્ચય કરેલ રોહણાચલ ===11:11:15 :111111 ==========Extra tality : IITE BY ; TEXTEXTEEL:13: Jain Education Intemational For private & Personal use only www.jamaiorary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128