Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 50
________________ I' - ક કt:1: 14 :11:.. !!!!ામ દialist insixist: :1=3; it'sT:/lius : 1:31;t: sar : ::: 2:41;ti:1:114311:11,kit tha t natrixs1.11 .11. 17 :::. .:1::31: ભીમસેનના અત્યાચારથી કંટાળી ગયેલા સર્વ સામંત, મંત્રીઓ તથા પરિવારજનો ચર્ચા વિચારણા કરીને તે પાપીને રાજગાદી માટે અયોગ્ય જાણી તેને કપટપૂર્વક પકડીને અટવીમાં મૂકી આવ્યા. સર્વ શાસ્ત્ર અને ન્યાયમાં ચતુર એવા સર્વજનસંમત એવા તેના જયસેન નામના લઘુબંધુને શુભમુહૂર્ત રાજગાદી ઉપર સ્થાપિત કરી રાજ્યાભિષેક કર્યો. આ તરફ દેશનિકાલ કરાયેલ ભીમસેને દેશાંતરમાં રખડીને આડાઅવળા કામો કરવાની પરંપરાને ચાલુ જ રાખી. જ્યાં ત્યાં ચોરી કરવી, અલ્પદ્રવ્ય માટે પણ માર્ગમાં જતાં-આવતાં લોકોને મારવાની પ્રવૃતિ ચાલુ જ રાખી હતી અને આ રીતે અન્યાયપૂર્વક કમાયેલા ધન વડે મઘાદિ વ્યસનનું સેવન કરતાં ડગલેને પગલે ઘાત, વધ અને બંધન વગેરે પ્રહારોને સહન કરતાં ભમતાં ભમતાં મગ દેશમાં પૃથ્વીપુર નગરમાં આવી ચડ્યો.નગરમાં કોઈ માળીના ઘરમાં સેવક તરીકે રહીને ત્યાં પણ પત્ર, પુષ્પ અને ફળાદિની ચોરી કરીને છૂપી રીતે વેંચવા લાગ્યો. ત્યાંથી કાઢી મૂકાતાં કોઈ શ્રેષ્ટિની દુકાનમાં નોકરીએ લાગે છે ત્યાં પણ પોતાના કુલક્ષણને વશ શ્રેષ્ટિની દુકાનમાં ચોરી કરતાં તેને જોઈ જતાં શેઠ તેને કાઢી મૂકે છે, છતાં કોઈ પણ હિસાબે તે વ્યસનનો ત્યાગ કરવા તૈયાર થતો નથી. શ્રેષ્ટિની દુકાનથી નીકળીને ઇશ્વરદત્ત નામના કોઈ વેપારીને ત્યાં નોકરીમાં રહ્યો વેપાર માટે જહાજમાં બેસી અન્યત્ર જાય છે, ત્યારે ધનનો લોભી ભીમસેન પણ તેની સાથે જહાજમાં બેસી ગયો. એક માસ સુધીની સમુદ્ર યાત્રા બાદ એક રાતે પરવાળાના અંકુરોના અગ્રભાગમાં ખેંચી ગયેલ જહાજ કેમે કરી ટસનુંમસ થતું નથી, જહાજ ચાલકે અનેક ઉપાયો કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું. દિવસો વીતતા જવાથી જહાજમાં રહેલું અન્ન-જલ પણ ખૂટી પડ્યા. તે અવસરે ચિન્તાતુર બનેલો ઈશ્વરદત્ત પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરી સમુદ્રમાં ઝંઝાપાત કરી મરણનું શરણ સ્વીકારવા તૈયાર થાય છે, ત્યારે અચાનક એક પોપટ ત્યાં આવીને કહે છે, “હે શ્રેષ્ટિ ! તારે મરવાની જરૂર નથી, હું તને જીવવાનો ઉપાય બતાવું છું, તેમને પક્ષીમાત્ર ન જાણતો પરંતુ હું તો સામે દેખાતા પહાડનો અધિષ્ઠાયક દેવ છું. માત્ર તારા પ્રત્યેની અનુકંપાને વશ થઈ હું અહીં આવ્યો છું. તમારામાંથી કોઈ એક જણ મરણની તૈયારી સાથે આ સમુદ્રમાં કૂદી પડી તરીને પર્વત ઉપર રહેલા ભારંડપક્ષીને ઉડાડવાનું કામ કરશે તો તેની પાંખના પવનથી તમારું જહાજ પરવાળાની પકડમાંથી છુટીને આગળ ચાલવા માંડશે જેનાથી બાકી સૌના જીવન બચી જશે.” અધિષ્ઠાયકદેવ દ્વારા પોપટના રૂપમાં મળેલા ઉપાયના આલંબને તે જહાજમાં જાહેરાત કરે છે કે, “કોઈ એક વ્યક્તિ આ કાર્ય માટે તૈયાર થાય તો અનેક લોકોના જીવન ભયમુકત બની જાય.” કોઈ મરવાની તૈયારી સાથે આગળ ન આવતાં ધનના લોભથી સો દીનારનુંમૂલ્ય ગ્રહણ કરી આ કાર્ય કરવા માટે ભીમસેન તૈયાર થાય છે અને પોપટના કહેવા મુજબ ભારંડપક્ષીને ઉડાડતાં તેની પાંખના પવન વડે જહાજ ચાલવા માંડે છે. ભીમસેન તે પર્વતની સમીપ રહેલો જીવન બચાવવાનો વિચાર કરી તે જ પોપટને ઉપાય પૂછે છે ITSEITETETT TETTIITILITETITETTURE

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128