Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 26
________________ ચોવિસીના બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુની કેવળજ્ઞાનભૂમિએ શ્રી નેમિનિની પાવની પ્રતિમાની પૂજા કરી રત્નશ્રાવક સાથે સંઘ મુખ્ય શિખર ભણી આગળ વધી રહ્યો હતો. તે અવસરે રસ્તે જતાં સૌએ છત્રશિલાને નીચેથી કમ્પાયમાન થતી નિહાળી. રત્નશ્રાવક તરત જ અવધિજ્ઞાની ગુરુ આનંદસૂરિને આ છત્રશિલા કંપવાનું કારણ પૂછે છે ત્યારે અવધિજ્ઞાનના બળે પૂજ્ય ગુરુ ભગવંત આદર પૂર્વક જણાવે છે કે “હે રત્નસાર! તારાથી આ રેવતગિરિ તીર્થનો ભંગ થશે અને તારાથી જ આ તીર્થનો ઉદ્ધાર પણ થશે. શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન જેના રોમેરોમમાં વસેલું છે એવા આ રત્નશ્રાવક આ મહાતીર્થના ભંગમાં નિમિત્ત બનવા કેવી રીતે તૈયાર થાય? હૈયામાં ઉભરાતા ભાવ સાથે નેમિપ્રભુને નમવા આવેલો રત્નશ્રાવક અત્યંત ખેદ સાથે દૂર રહ્યો રહ્યો જ નમન કરી પાછો ફરી રહ્યો હતો. ગુરુ આનંદસૂરિ જણાવે છે, “રતના આ તીર્થનો ભંગ તારાથી થવાનો અર્થ તારા અનુગામી શ્રાવકો દ્વારા થશે. તારાથી તો આ મહાન તીર્થનો અધિક ઉદ્ધાર થશે, માટે ખેદ ન કરીશ!” ગુરૂ ભગવંતના આવા ઉત્સાહપૂર્વકના વચનો સાંભળી રત્નશ્રાવક સંઘ સાથે રૈવતગિરિના મુખ્ય શિખરે પ્રવેશ કરે છે. હર્ષે ભરાયેલા સૌ યાત્રાળુઓ ગજેન્દ્રપદ કુંડ (હાથીપગલા) થી શુદ્ધ જલ કાઢી કાઢીને સ્નાન કરવા લાગ્યાં. રત્નશ્રાવક પણ આ દિવ્યજલથી સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રોના પરિધાનપૂર્વક ગજપદકુંડના જલને કુંભમાં ગ્રહણ કરી, જૈન ધર્મમાં દ્રઢ એવા વિમલરાજા દ્વારા રૈવતગિરિ ઉપર સ્થાપન કરેલ લેપમયી શ્રી નેમિનાથ પ્રભુના કાષ્ટમય પ્રાસાદમાં પ્રવેશ કરે છે. સૌ યાત્રાળુઓ હર્ષવિભોર બની ગજપદકુંડના શુદ્ધજલના કુંભો ભરી ભરીને પુષ્કળ પાણી વડે પ્રક્ષાલન કરતા હતા તે અવસરે અનેકવાર દેવતાઓ તથા પૂજારી દ્વારા નિષેધ કરવા છતાં તેમના આશયની અવગણના કરી, હર્ષાવેશમાં પુષ્કળ પાણી વડે પ્રક્ષાલન કરવાથી જલના એકધારા પ્રવાહના પ્રકારના કારણે લેપ્યમયી પ્રતિમાનો લેપ ગળવા લાગ્યો અને ક્ષણવારમાં તો તે પ્રતિમા અતિઆર્ટ માટીના પીંડ સ્વરૂપ બની રહી હતી. આ દ્રશ્ય જોઈને રત્નશ્રાવક અત્યંત આઘાત સાથે શોકાતુર બની મૂચ્છ પામ્યો અને સકળસંઘ શોકસાગરના ઊંડા જેલમાં ડૂબી ગયો. ચોતરફ હાહાકાર મચી ગયો, સૌ નાસીપાસ થયા. સંઘપતિ રત્નશ્રાવક ઉપર શીતળ જલના ઉપચારો થતાં થોડીવારમાં તે પુનઃ સ્વસ્થતાને પામ્યો. પ્રભુજીની પ્રતિમા ગળવાથી ભાંગી પડેલા હૈયાવાળો રત્નશ્રાવક બેબાકળો બની વિલાપ કરવા લાગ્યો કે “આ મહાતીર્થનો નાશ કરનાર એવો હું મહાપાપી! મને ધિક્કર હો! અજ્ઞાની એવા મારા અનુયાયી યાત્રિકોને પણ ધિક્કાર હો! અરે! આ શું થઈ ગયું? HTER INITIA TTITIEEEETITLETTTTTTTTTTT 111111 1111 11 11:11: 1:17:17:: ::::::::::::: Jain Education international Or Private Personal use only www.janenbrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128