Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 35
________________ -11 11-માદકતા કાકી કાકી કાકડા, કામકામના પર કાંક-નાક-કમ-મામીયામક பார்பார்ப்பனப்பளப்பாயாயாயாப்பம் માટે નજીકના વણથલી ગામનો શ્રાવક ભીમ સાથરીયો એકલો તે રકમ ભરવા તૈયાર છે અને જો જિર્ણોદ્ધારનો ઉત્કૃષ્ટ લાભ લઈ આત્મભંડારમાં પુણ્ય જમા કરાવવાની તૈયારી હોય તો તે વિકલ્પ પણ આપના માટે ખૂલ્લો જ છે.” સજ્જનમંત્રીના આ વચનો સાંભળી મહારાજા સિદ્ધરાજ તેમના ઉપર ઓવારી જાય છે અને કહે છે, “ આવા મનોરમ્ય જિનાલયનો મહામૂલો લાભ મળતો હોય તો મારે તે ત્રણવર્ષની આવક સાથે કોઈ નિસ્બત નથી. મંત્રીવર! તમે કમાલ કરી છે. તમારી બુદ્ધિ, કાર્યપ્રદ્ધતિ અને વફાદારી માટે મારા હૈયામાં ભારોભાર બહુમાન ઉપજી રહ્યું છે, મંત્રીવર ! તમારા માટે જે શંકા-કુશંકા થઈ છે તે બદલ ક્ષમા માંગુ છું. આજે હું પણ ધન્ય બની ગયો છું.” આ તરફ મંત્રીશ્વરના વાવડની વાટ જોતો ભીમો સાથરીયો બેચેન હતો કે, “ હજુ સજજનમંત્રીના કોઈ સમાચાર કેમ ન આવ્યા? શું મારા મુખ સુધી આવેલો પુણ્યનો અમૃતકુંભ ઢોળાઈ જશે?” સતત ચિંતામગ્ન બનેલ ભીમની ધીરજ ખૂટી અને અધીરા બનેલા તેણે જુનાગઢ ભણી પ્રયાણ કર્યું. મંત્રીને જિર્ણોદ્ધાર માટેની રકમ માટે કોઈ સમાચાર ન આવવાનું કારણ પૂછ્યું, સજ્જને હકીકત જણાવતાં ભીમાને સખત આઘાત લાગ્યો, હાથમાં આવેલી પુણ્યની તક ઝૂંટવાઈ જવાથી તે ક્ષણ બે ક્ષણ અવાચક બની ગયો. પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તે કહે છે, “મંત્રીશ્વર! જિર્ણોદ્ધારના દાન માટે કલ્પેલી રકમ હવે મારે કોઈ ખપની નથી. આપ આ દ્રવ્યનો સ્વીકાર કરી તેનો યોગ્ય ઉપયોગ કરજો !” વણથલી ગામ ભણી વળતાં પગલાં ભરતાં ભીમા સાથરીયાના ધનના ગાડાઓ સજજનમંત્રીના આંગણે આવી ચડ્યા. વિચક્ષણબુદ્ધિ સજ્જને આ રકમમાંથી હાલનાં મેરકવશી નામના જિનાલયનું અને ભીમ-સાકરીયાની ચીરકાલીન સ્મૃતિ અર્થે શિખરના જિનાલયોની સમીપ “ભીમકુંડ” નામના એક વિશાળ કુંડનું નિર્માણ કરાવ્યું હતું. પના (vnir, ITH 3 Lis Jain Education membro www.motorary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128