Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 43
________________ ફક ‘1--++ કકકક કકકકકક કકકati+1+rest int-1: - કtrict: --------------- સુપાત્રદાન, અખંડ શીલપાલન, યથાશક્તિ તપાચરણ અને શુભભાવ એ ધર્મની ચાર શાખા (ડાળી) છે. સુવાસના, કોમળતા, અનુકંપા, આસ્તિક્યાદિ ધર્મવૃક્ષના પાંદડાઓ છે, સિદ્ધાચલ-રેવતાચલાદિ તીર્થસેવા, જિનપૂજા, સદ્દગુરૂસેવન અને પંચપરમેષ્ઠિ મંત્રપદ એ ઘર્મવૃક્ષની અગ્રશાખાના પુષ્પાંકુર છે, સ્વર્ગાદિસુખો તે ધર્મવૃક્ષના પુષ્પો છે અને મોક્ષ સુખ તે ધર્મવૃક્ષનું ફળ છે. આ તત્ત્વને હૃદયકમલમાં સ્થાપન કરી જે જીવો તથાભવ્યત્વાદિ સર્વસામગ્રીની પ્રાપ્તિ સાથે અનંતભવભ્રમણમાં ભટકાવનાર પ્રમાદદશાનો ત્યાગ કરી આ ધર્મરૂપી કલ્પવૃક્ષનું સેવન કરશે તે જીવો શીધ્રતમ શાશ્વત સુખના ભોગી બનશે.” શ્રી નેમિપ્રભુની વૈરાગ્યઝરતી અખ્ખલિતધારાની દેશનાનું શ્રવણ કરી અમૃતપાન કર્યુ હોય તેમ સર્વપર્ષદા પરમસંતોષને પામે છે. વરદરાજા વૈરાગ્યપામી પોતાના હજાર સેવકો સમેત રાજવૈભવ સાથે દીક્ષા ગ્રહણ કરી અઢાર ગણધરોમાં મુખ્યગણધર પદને પામે છે, યક્ષિણીનામની રાજકન્યા પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી અન્ય સાધ્વીઓમાં પ્રવર્તિની પદને પામે છે, દશાર્ણ, ભોજ, કૃષ્ણ અને બલભદ્રાદિ મુખ્ય શ્રાવકો થાય છે અને તેમની પત્નીઓ મુખ્ય શ્રાવિકા થાય છે. આ પ્રમાણે ચારગતિરૂપ અંધકારમાં દીપક સમાન, દાન-શીલ-તપ-ભાવ એ ચારપ્રકારના ધર્મરૂપગૃહના ચાર પાયા સમાન અને મુક્તિરૂપી વધૂના હાર સમાન શ્રી નેમિનાથ પરમાત્માના ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ પછી પ્રભુના મુખે અંબિકાદેવીના પૂર્વભવ, સદ્ધાસના, સુપાત્રદાનાદિ યોગ્યતાને સાંભળીને અતિભક્તિવાળા ઇન્દ્રમહારાજાએ અન્ય દેવતાઓના આગ્રહથી તે અંબિકાદેવીને શ્રી નેમિનાથ પરમાત્માના શાસનના વિદનોનો નાશ કરનારી શાસનની અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થાપના કરી અને ગોમેધ નામનો યક્ષ કે પૂર્વભવમાં શ્રી નેમિપ્રભુના વચન સાંભળીને પ્રતિબોધ પામ્યો હતો તે ઈન્દ્રમહારાજાની પ્રાર્થનાથી શ્રી નેમિનાથ પરમાત્માના શાસનમાં અંબિકાની જેમ લોકોને મનોવાંછિત ફળ આપનાર હતો, તેની શાસનનાં અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપના કરી. L: 11 பபயபபாாபாாாாாாாாாாாபரயயாரபாபாபாரராரராாாாபரா Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128