Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 42
________________ ત:-11 --- ના કાકા મામાના 1 1 :13 at 11 : rtis -13: 1:7:::::: ::::::::: :::: :::::::::: :::::: ::: નામ ::::: ધા-ક tar : :: ન કરી? કે અન્ય કોઈ સુકૃત કર્યા? કે જેના મહાપ્રભાવથી આ વ્યંતરલોકની દિવ્યદેવાંગનાઓને પણ સેવવા યોગ્ય અમારા સ્વામિની થયા? તે પ્રતિહારદેવના વચન સાંભળી અંબિકાદેવીએ અવધિજ્ઞાનનાં ઉપયોગ વડે પોતાના પૂર્વભવને નિહાળી સર્વવૃતાંત કહ્યો અને જૈન ધર્મના મહોપકારોનું સ્મરણ કરતાં આભિયોગિકદેવો વડે રચાયેલા દેવવિમાન દ્વારા સર્વ દિશાઓને પ્રકાશમાન કરતા ઝડપભેર રૈવતગિરિમાં સહસાવનના રમણીયસ્થાનમાં પધાર્યા. તે અવસરે આ તરફ મયુરના મધુર કિંકાર અને કોયલના ટહુકાર કરતાં સહસાવનના ઉદ્યાનમાં વેતસ વૃક્ષની નીચે અઠ્ઠમતપ સમેત કાયોત્સર્ગમાં સ્થિર રહેલા શ્રી નેમિપ્રભુના સર્વધાતકર્મોના બંધનો તૂટ્યા અને આસો વદ અમાસ (ગુજરાતી ભાદરવા વદ અમાસ) ની અંધારી રાત્રિએ ચંદ્રના ચિત્રાનક્ષત્ર સમયે શ્રી નેમિપ્રભુને અનાદિકાળના ધનધાતીકર્મોના અંધકારને ભેદી નાંખનાર કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સ્વ આચાર અનુસાર ક્રોડો દેવતાઓએ સમવસરણની રચના કરી, એકસોવીસ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની નીચે રચાયેલા સિંહાસન પર પ્રભુ નમો હિન્દુસ્સ કહીને આરુઢ થયા. અન્ય ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ સાક્ષાત્ પ્રભુની પ્રતિકૃતિ સ્વરૂપ પ્રભુના ત્રણ બિંબો સ્થાપ્યાં. સમવસરણના રજત, સુવર્ણ અને રત્નમય ત્રણ ગઢમાં સૌ જીવોએ પરમાત્માને વંદન કરી યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરવા સાથે અંબિકાદેવીએ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું, ચતુર્વિધ સંઘ સાથે તિર્યંચના જીવો પણ પ્રભુની દેશના સાંભળવા માટે ઉત્સુક બન્યા. બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુએ પોતાની પ્રથમ દેશનાનો પ્રારંભ કર્યો "धर्मो जगद्वन्धुरकारणेन, धर्मो जगद्वत्सल आर्तिहर्ता। क्षेमंकरोऽस्मिन् भुवनेपि धर्मो, धर्मस्ततो भक्तिभरेण सेव्यः।" જગતમાં ધર્મ તે કારણ વગરનો બંધુ છે, ઘર્મ જગતવત્સલ છે, ધર્મ પીડાઓનો નાશ કરનાર છે, આ ભુવનમાં શેમંકર અર્થાત્ સૌની સારસંભાળ રાખનાર છે. તેથી સર્વેએ અત્યંત ભક્તિપૂર્વક ઘર્મનું સેવન કરવા યોગ્ય છે.” સમ્યક્ત એ આ ધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે, ધર્મનું પાલન કરવામાં યથાશક્તિ ઉદ્યમ કરવો તે ધર્મનું થડ છે, ary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128