Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 40
________________ છે, પરંતુ પ્રચંડ પુણ્યશાળી એવી અંબિકાનો વૈભવ તો અદ્ભુત છે, તે તો આ સુપાત્રદાનના ફળ સ્વરૂપે દેવોના પણ સ્વામિ વગેરે દ્વારા પૂજવા યોગ્ય ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરશે.” આવી દિવ્ય આકાશવાણી સાંભળીને ભય પામેલી દેવલા ઝડપભેર પુત્ર પાસે દોડી જઈને સકળ ઘટના જણાવીને અંબિકાને શોધીને પાછી લઈ આવવા માટે સોમભટ્ટને મોકલે છે. માતાની વાત સાંભળીને સોમભટ્ટ પણ પોતાની જાતની નિંદા કરતો હૈયામાં અંબિકા પ્રત્યે અત્યંત આદરભાવ ગ્રહણ કરી ઉતાવળે પગલે તેની શોધમાં નિકળી પડે છે. એક પછી એક શેરીઓને વટાવતો વટાવતો નગર બહાર નીકળી જંગલ તરફના માર્ગે આગળ ચાલતો હતો ત્યાં દૂરથી બે બાળકોને સાથે લઈ નદી, વૃક્ષ અને કોતરોને બાજુએ મૂકી આગળ ચાલતી અંબિકાને જુએ છે. હૈયામાં સ્નેહના ફુવારા ઉછળવા લાગ્યા અને વિરહની વ્યથા સાથે અત્યંત વ્યાકુળ બનેલો સોમભટ્ટ બૂમ મારે છે, “ઓ અંબિકા! મારી પ્રિયા! તું થોડીવાર ઊભી રહે! હું આવું જ છું!” કર્મસંયોગે સોમભટ્ટના લાગણીભર્યા શબ્દોને અસ્પષ્ટ સાંભળીને, તેને ખૂબ જ ઝડપથી પોતાની દિશામાં આવતો જોઈને અંબિકા ભય પામે છે. “નિશ્ચિત આ મને મારવા જ આવે છે, આ અરણ્યમાં મારા જેવી અબળાનું કોણ રક્ષણ કરશે? આ નિર્દય અને દુષ્ટ તો મારા ઉપર શું શું અત્યાચાર કરશે તેની ખબર નથી, હવે હું અહીંથી બચવા શું કરીશ? જાણે કે આકાશમાંથી પડેલાને કોઈ આધાર ન હોય તેમ હું નિરાધાર બની ગઈ છું, હવે તો મરણ એ જ મારું શરણ છે.” આવા વિચારોના ઊંડા કુવામાં પડે છે ત્યાં જ નજીકમાં રહેલા કુવાની પાળે આવીને અંદર કૂદી પડવા તત્પર બનેલી અંબિકા બોલે છે, “શ્રી અરિહંત ભગવંતનું મારે શરણ હો! શ્રી સિદ્ધ ભગવંતનું મારે શરણ હો! શ્રી સાધુ ભગવંતનું મારે શરણ હો! શ્રી જિનપ્રણીત ધર્મનું મારે શરણ હો! દ્વિજ, દરિદ્રી, કૃપણ, ભિલ, મ્લેચ્છ, કલંકી અને અધમકુલમાં તેમજ અંગ, બંગ, કુરૂ, કચ્છ અને સિંધુ વગેરે અનાર્ય દેશમાં મારો જન્મ ન થાઓ! યાચકપણું, મૂર્ણપણું, અજ્ઞાનીપણું, કૃપણપણું, મિથ્યાત્વ, સેનાપતિપણું, વિષ, અસ્ત્ર તથા મદ્યારિરસ પદાર્થોનો વેપાર અને પ્રાણીઓની ખરીદી-વેંચાણ મને ભવાંતરમાં ક્યારેય પ્રાપ્ત ન થાઓ! TET TET TET TET TET... IITE TITLE ILLA LITY VTET TAT TT TT TT TT TT T-1111 11:51;fit=117 11:51: 1:11T111TH

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128