Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 37
________________ As .111111111111... ::::::::::::::::::::-- htt=1511 vidhi iiiiii === ==1:liners: Trinii માટે સમર્થ એવા મુનિ ભગવંતોના મારા ઘર આંગણે પગલાં થતાં મારા પુણ્યનો પ્રકર્ષ થયો, મુનિદર્શનથી નેત્રો નિર્મળ થયા, હાલ મારા સાસુ પણ ઘરમાં નથી અને સાધુ ભગવંતને પ્રાયોગ્ય નિર્દોષ એવું ભોજન પણ તૈયાર છે તો લાવ આ સુવર્ણ અવસરને પામી શ્રમણ ભગવંતોને સુપાત્ર દાન કરી મારા મનુષ્ય ભવને સફળ કરું” પછી આ પ્રમાણે ચિંતન કરતી અંબિકા પોતાના સ્થાનથી ઉભી થઈ ભક્તિસભર હૈયે સ્વગૃહે રહેલા શુદ્ધ અન્નપાનાદિ ભોજન વડે પોતાને લાભ આપવા માટે મુનિ ભગવંતોને આજીજી ભરી વિનંતી કરે છે. શાસ્ત્રાભ્યાસમાં પ્રવિણ એવા મહાત્માઓ પણ ખૂબજ ગવેષણા કરી, પોતાને પ્રાયોગ્ય એવા ભોજનાદિને દ્રવ્ય અને ભાવ ઉભયથી શુદ્ધ જાણીને ૪૨ દોષ વર્જીત ભિક્ષાને ગ્રહણ કરી ધર્મલાભ પૂર્વક આશિષ આપી સ્વસ્થાને પાછા વળે છે. અંબિકાના ચિત્તમાં સુપાત્રદાન રૂપી ઘંટનાદનો રણકાર ચાલુજ રહ્યો અને સતત પોતાને મળેલા લાભની અનુમોદના કરતાં કરતાં અઢળક પુણ્ય રાશીના સંચય દ્વારા સુકૃતના લાભનો ગુણાકાર કરી રહી હતી. અંબિકાના હૈયાના ભાવો આસમાને ચઢી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેલી સ્ત્રી મુનિદાનના દ્રશ્યને નિહાળી ઈર્ષાથી સળગી ઉઠી, પોતાનું વાંકુ મોં કરી વિક્ત કરાયેલા ચહેરાવાળી સાક્ષાત્ રાક્ષસી હોય તેમ પોતાના ઘરમાંથી બહાર આવી, પોતાના બન્ને હાથોને ઉછાળતી આજુબાજુના સઘળા પાડોશીની વચ્ચે અંબિકાને ઠપકો આપવા લાગી, “હે. સ્વચ્છંદચારિણી વહુ! તને ધિક્કાર થાઓ! આ તારું કેવું વિચિત્ર આચરણ છે? આજે આ શ્રાદ્ધના દિવસે હજુતો પિતૃજનને પિંડદાન પણ કરવામાં નથી આવ્યું, દેવતાઓને પણ પિંડ આદિ ધરવામાં આવ્યા નથી, બ્રાહ્મણોને પણ હજુ જમાડવામાં આવ્યા નથી તેની પહેલા મુંડીયાઓને દાન આપીને તેં તો તે સર્વભોજનને એઠું કરી નાંખ્યુ આ તારી સાસુ ઘરમાં નથી તેથી તું આવું સ્વેચ્છાચારી વર્તન કરે છે? વૈશ્યકુળને યોગ્ય એવું આ તારું આચરણ જરા પણ યોગ્ય નથી! ” આ રીતે ગાંડી ઘેલી બનેલી પાડોશણ બુમ બરાડા પાડતી તેના ઘરમાં ઘુસીને તેની સાસુને બોલાવા લાગી, અંબિકાએ કરેલ પ્રવૃતિને મીઠું-મરચું ભભરાવીને તેણે દુરાચરણ કરેલ છે તેમ જણાવી તેની સાસુને પણ ક્રોધાતુર બનાવી દીધી. તેની સાસુ પણ વાયુથી પ્રેરાઇને ધુમાડાના ગોટેગોટા ઉડવા માંડે તેમ આ બધી વાતો સાંભળીને ક્રોધાંધ બનીને અંબિકા ઉપર ફિટકાર વરસાવવા લાગી. Jain Education international For Private Personal use only www.janabrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128