Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 36
________________ હું વાત મ જ , RA: ના શ્રી નેમિનાથ પરમાત્માના શાસનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની ઉત્પત્તિ સોરઠ દેશના આભરણ સ્વરૂપ રેવતાચલ પર્વતની દક્ષિણ દિશામાં દાક્ષિણ્યતા અને ન્યાયથી રક્ષિત થયેલું અને સમૃદ્ધિ વડે કુબેર ભંડારી જેવા માનવોથી ભરપૂર એવું કુબેર નામનું એક ઉત્તમ નગર હતું. જ્યાં આશ્ચર્યના અવલોકનથી નગરજનોના નેત્રરૂપી કમળો જેમાં વિકસીત થયેલાં હોય એવા કમળવનો હતાં, જ્યાં શત્રુઓની શ્રેણીનો નાશ કરનારો ઊંચો કિલો હતો, વળી જ્યાં પાપનો પ્રલય કરનારા મંદિરો હતાં, વળી પ્રત્યેક ચૈત્યમાં અરિહંત પરમાત્માની આશ્ચર્યદાયક પ્રતિમાની ભક્તિના પુણ્ય પ્રભાવે નગરજનો લક્ષ્મી સંબંધી સુખને યુક્તિથી પ્રાપ્ત કરી રહ્યા હતા. ઈન્દ્ર સમાન યશનામકર્મના ઉદયના ગુણવાળો, શત્રુરૂપી ગજેન્દ્રને વિદારવામાં વનકેસરી, પ્રયત્ન વગર મનોવાંછિત દાન કર્તા, યાદવવંશના રત્નરૂપ કૃષ્ણ નામનો રાજા રાજ્ય કરતો હતો. આ જગતમાં રત્નત્રયીનો આધાર ધર્મ જ છે.” એમ જણાવવાના ચિહ્ન રૂપે ત્રણ સુતરના દોરાથી સુશોભિત અંગવાળો, મુનિ ભગવંતોની વાણીના અમૃતરસથી સિંચાયેલ બોધિવૃક્ષવાળો, અદ્ભુત મનોહર વિદ્યાને ધારણ કરતો દેવભટ્ટ નામનો બ્રાહ્મણ હતો. તેની દેવલ નામની ધર્મપત્ની હતી, જેનાથી તેને સોમભટ્ટ નામના પુત્રની પ્રાપ્તિ થઈ હતી. શૈશવ, કુમાર અવસ્થાઓ વટાવી સોમભટ્ટ યૌવનના ઉંબરે ડગ ભર્યા ત્યારે શીલાદિ અનેક ગુણ સમુહથી અલંકૃત એવી સાક્ષાત્ લક્ષ્મી સમાન અંબિકા નામની કન્યા સાથે તેના લગ્ન થયા. કાળક્રમે દેવભટ્ટ બ્રાહ્મણ મરણ પામતા તેના આત્માની સાથે સાથે મિથ્યાત્વથી કલુષિત એવા તેના ગૃહમાંથી જૈન ધર્મ પણ દૂર થયો અને તેઓ નિરંતર શ્રાદ્ધના દિવસોમાં કાગડાને પીંડ આપવો, નિત્ય પીપળાની પૂજા કરવી વગેરે પ્રવૃત્તિ કરવા લાગ્યા. અંબિકા તો તેઓની સાથે રહેતી હોવા છતાં ભદ્રક પરિણામી હોવાથી જૈન ધર્મમાં દ્રઢ હતી. એક વાર દેવભટ્ટ બ્રાહ્મણના શ્રાદ્ધનો દિવસ હતો તેથી ખીરાદિ વિવિધ ભોજન રસોઈ ઘરમાં તૈયાર થયા હતા, તે અવસરે મધ્યાહ્નકાળમાં શમ અને સંવેગની સાક્ષાત્ મૂર્તિ સમાન માસોપવાસી મુનિયુગલ ભિક્ષાર્થે તેના ઘરે પધારે છે. તપ અને ક્ષમાથી જાણે સૂર્ય, ચંદ્ર જેવા ન હોય! એવા મુનિયુગલને નિહાળી હર્ષ વિભોર બનેલી પ્રકૃષ્ટ ભક્તિભાવના કારણે રોમાંચિત થયેલા દેહવાળી અંબિકા વિચાર કરે છે, “અહો! આજે આ પર્વના દિવસે સકલ વિશ્વને પાવનકારી બનાવવા TET TETTATHTETTTTTTTTTTEE ==== 1TTTTS Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128