Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 25
________________ શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનું પુનઃ પ્રાગટ્ય અને રત્નસાર શ્રાવક વર્તમાન અવસર્પિણીના ભરતક્ષેત્રની ભવ્યભોમકા ઉપર બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પરમાત્માના નિર્વાણ બાદ બે હજાર વર્ષનો કાળ વીતી ગયો હતો. તે અવસરે સોરઠ દેશની ધન્યધરા ઉપર કાંપિલ્ય નામના નગરમાં રત્નસાર નામનો એક ધનવાન શ્રાવક રહેતો હતો. અચાનક બાર-બાર વર્ષ સુધીના કારમાં દુષ્કાળનો સમય આવ્યો. પશુઓ તો શું માનવો પણ પાણીના અભાવે મોતને ઘાટ ઊતરવા લાગ્યા અને અનેક પશુ-માનવોના દ્રવ્ય અને ભાવપ્રાણનો નાશ થવા લાગ્યો હતો. તેવા અવસરે આજીવિકાની મુશ્કેલી પડવાથી ધનોપાર્જન માટે રત્નશ્રાવક દેશાંતરમાં ફરતો ફરતો કાશ્મીર દેશના નગરમાં જઈને વસ્યો હતો. રત્નશ્રાવકનું સ્થળાંતર થવાની સાથે સાથે જાણે તેના નસીબનું પણ સ્થળાંતર ન થયું હોય! તેમ કોઈ પ્રચંડ પુણ્યોદયથી દિન પ્રતિદિન અઢળક ધન કમાવા લાગ્યો. પૂર્વભવોમાં બાંધેલા કોઈ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ લક્ષ્મીના પગલે પગલે તે સંપત્તિને સન્માર્ગે વ્યય કરવાના મનોરથ તેને જાગવા લાગ્યા. સંપત્તિનો સંગ્રહ કરવાને બદલે તેનો સદુપયોગ કરી સદ્ગતિ તરફ પ્રયાણાર્થે અરિહંત પરમાત્માની વિશિષ્ટ પૂજા-ભક્તિ માટે શ્રી આનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબની પુનિત નિશ્રામાં સિદ્ધાચલ, ગિરનાર આદિ મહાતીર્થોની સ્પર્શના કરવા પગપાળા સંઘ યાત્રાનું પ્રયાણ કરે ગામોગામ દેવ-ગુરુ અને સાધર્મિક ભક્તિ તથા નવા નવા જિનાલયોના નિર્માણ કરાવતા કરાવતા શ્રી આનંદસૂરિ ગુરુની અપાર ભક્તિ કરવાપૂર્વક સંઘ આગેકૂચ કરી રહ્યો હતો. પૂર્વકૃત અશુભકર્મોદયથી સંઘમાર્ગમાં અંતરાયભૂત બનતા ભૂત, વ્યંતર, વૈતાલ, રાક્ષસ અને યક્ષો દ્વારા થતા ઉપસર્ગો અને વિદનોનો નાશ કરવા શ્રી નેમિનિરંજનના શાસનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીનું ધ્યાન ધરી રત્નસારશ્રાવક સંઘયાત્રાને આગળ વધારી રહ્યો હતો. સ્વવતન કાંપિલ્યનગરમાં સ્વામિવાત્સલ્ય સમેત ભક્તિથી ત્યાંના સંઘને નિમંત્રણ આપી, શ્રી આનંદસૂરિ ગુરુની આગેવાની હેઠળ શ્રી સંઘ આનંદસભર તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિના શીતળ સાંનિધ્યમાં આવ્યો. આનંદોલ્લાસપૂર્વક શાશ્વત તીર્થની ભક્તિ કરી શ્રીસંઘ રેવતગિરિ મહાતીર્થના રમણીય વાતાવરણમાં પૂર્વમાં થયેલા અનંતા તીર્થકરોની સિદ્ધભૂમિની સુવાસને માણવા લાગ્યો. વર્તમાન 1 + :3111 1111111 1iiiiETTEXTES: - ૧૬ PATArib ' e દવા વાળા to its v s Pvs Jain Edammen Re , Bir# www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128