Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 32
________________ રાજ્યમાં ઉંચો હોદ્દો આપવાનો નિર્ણય કર્યો. રા'ખેંગારને હરાવ્યા બાદ તેના મરણ પછી મહામંત્રી બાહડના સુચનથી સજ્જનમંત્રીને સૌરાષ્ટ્રના દંડનાયક તરીકે નીમવામાં આવ્યો. પ્રતિભાશાળી પ્રજ્ઞાવાન, કાર્યક્ષેત્રમાં કુશળ, દીર્ધદષ્ટા સજ્જનમાં કાર્ય કરવાની વિશિષ્ટ શક્તિ હોવાથી તેણે ખૂબ જ ટુંકા ગાળામાં સોરઠની પ્રજાનો સ્નેહ સંપાદન કરી લીધો હતો. સોરઠદેશના વહીવટ માટે સજ્જનમંત્રીએ જુનાગઢને મુખ્યસ્થાન બનાવ્યું. સોરઠદેશની શાન વધારવા તેણે ભગીરથ પ્રયાસો કરીને સફળતા મેળવી. અવસરે ગિરનાર ગિરિવર ઉપર આરોહણ કરવાનું થયું ત્યારે તદ્દન જીર્ણ થયેલા જિનાલયોની દુઃસહ્ય પરિસ્થિતિ નિહાળી, એક પછી એક દેરાસર ખંડેર થવા મથી રહ્યા હોય તેવા તેના દેદાર જોઇને સજ્જન ખૂબ જ ઉદ્વિગ્ન બની ગયો. મહારાજા સિદ્ધરાજની હકુમતમાં જિનેશ્વર પરમાત્માના જિનાલયોની આ હાલત ! તેનું અંતર કકળી ઉઠ્યું ! એ સમયે રાજગચ્છના સદા એકાંતરે ઉપવાસ તપની આરાધના કરતાં આચાર્ય ભદ્રેશ્વરસૂરિના શુભ ઉપદેશથી સજ્જનમંત્રીએ જીર્ણશીર્ણ હાલતમાં રહેતા કાષ્ઠ (લાકડા) ના બનેલા શ્રી નેમિનાથ પરમાત્માના મુખ્ય જિનાલયનો પાયામાંથી જિર્ણોદ્ધાર કરાવવાનો સંકલ્પ કર્યો. શુભમુહૂર્તે ગિરિવરના જિનાલયનાં જિર્ણોદ્વારનો પ્રારંભ થયો. કુશળ કારીગરો પોતાની કળાનો કસબ દેખાડવા લાગ્યા. ખંડેર થવા મથી રહેલા મંદિરો મહેલ સ્વરૂપ બનવા લાગ્યા. ગિરિરાજના શિખરે ટાંકણાઓના ટંકાર પડવા લાગ્યા. સજ્જન પોતાની સર્વશક્તિ જિનાલયના નિર્માણ પાછળ જોડી રહ્યા હતા. એક તરફ સોરઠદેશનો રાજવહીવટ, બીજી તરફ જિનાલયનો જિર્ણોદ્વાર ! આ બે મહત્વના કાર્યમાં સતત વ્યસ્ત રહેતાં સજ્જનને જિર્ણોદ્વાર માટે આવશ્યક ધનની ચિંતા હતી. તે ધારે તો સૌરાષ્ટ્ર દેશના ગામોગામ ફરી અઢળક ધન સંપત્તિ એકઠી કરી શકે પરંતુ રાજની જવાબદારીના કારણે તે શક્ય ન હતું, તેથી હાલ તો સોરઠદેશની આવક જે રાજભંડારમાં જમા કરવાની હતી તે ૩ વર્ષની આવકને આ જિર્ણોદ્વારના કામમાં લગાવી અવસરે સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી તે રકમ એકઠી કરી રાજભંડારમાં ભરી દેવાશે એવો નિર્ણય કરી રકમ ૭ર લાખ દ્રમ્મની રકમ જિર્ણોદ્ધારના કાર્યમાં જોડી દીધી. (આ જિર્ણોદ્વાર વિ. સ. ૧૧૮૫ ની સાલમાં થયો હતો) વિઘ્નસંતોષીઓને શોધવા પડતાં નથી તેમ ગિરનારના આ સર્વોત્તમકાર્ય કરતાં સજ્જનમંત્રીના ઉત્કર્ષને ખમી ન શકનારા કેટલાક જીવોએ પાટણનરેશ મહારાજા સિદ્ધરાજની કાનભંભેરણી કરી. સૌરાષ્ટ્રના સજ્જનમંત્રીએ ત્રણ ત્રણ વર્ષથી સોરઠદેરાની આવકની એક કોડી પણ રાજના ભંડારમાં જમા નથી કરી, નક્કી દાળમાં કંઇક કાળું હાવાની જૂઠી શંકા ઉભી કરી સિદ્ધરાજને સજ્જન મં ત્રી સામે કડક પગલાં લેવા ઉશ્કેરવાના કાવતરા ઘડવાના શરૂ કર્યા. મહારાજા સિદ્ધરાજ પણ ઇર્ષ્યાથી બળતા તે રાજપુરૂષોની વાતો સાંભળી ઉકળી ઉઠ્યાં અને સ્વયં જુનાગઢ જઇ રાજવહીવટનો હિસાબ લેવા તત્પર બન્યા. રાજાને સજ્જન પ્રત્યે અનહદ Jain Educ ry.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128