Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh
View full book text
________________
લોકોત્તર એવા જિનશાસનની ગગનચુંબી ગરિમાને દર્શાવતી મહાજાને આકાશમાં લહેરાવી, ઉદારતાપૂર્વક દાનાદિ વિધિ પૂર્ણ કરી ભક્તિથી નમ્ર બની, શ્રી નેમિનાથ પ્રભુની સન્મુખ ઉભો રહ્યો સ્તુતિ
છે.
“હે અનંત, જગન્નાથ, અવ્યક્ત, નિરંજન, ચિદાનંદમય અને ત્રૈલોક્યતારક એવા સ્વામિ! આપ જય પામો, હે પ્રભુ! જંગમ અને સ્થાવર દેહમાં આપ સદા શાશ્વત છો, અપ્રચ્યુત અને અનુત્પન્ન છો અને રોગથી વિવર્જીત છો. દેવતાઓથી પણ અચલિત છો, દેવ, દાનવ અને માનવથી પૂજીત છો, અચિત્ત્વ મહિમાવંત છો, ઉદાર છો, દ્રવ્ય અને ભાવ શત્રુઓના સમુહને જિતનારા છો, મસ્તકે ત્રણ છત્ર શોભાયમાન હોય, બંન્ને બાજુ ચામરો વીંઝાતા હોય અને અષ્ટપ્રાતિહાર્યની શોભાથી ઉદાર એવા હે વિશ્વના આધાર! પ્રભુ! આપને નમસ્કાર થાઓ!.
ભાવવિભોર બની સ્તુતિ કર્યા બાદ રત્નશ્રાવક પંચાંગ પ્રણિપાત સમેત ભૂમિતલનો સ્પર્શ કરી અત્યંત રોમાંચ અનુભવતો જાણેકે સાક્ષાત્ શ્રીનેમિપ્રભુને જોતો ન હોય! તેમ તે મૂર્તિ સમક્ષ પ્રણામ કરે છે. તે અવસરે તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા અંબિકાદેવી ક્ષેત્રપાલાદિ દેવતાઓ સહિત ત્યાં પધારે છે અને રત્નશ્રાવકના કંઠમાં પારિજાતના પુષ્પોની માળા પહેરાવે છે. પછી રત્નશ્રાવક કૃતાર્થ થઇ સ્વજન્મને સફળ થયેલો માનીને સૌરાષ્ટ્રની ભૂમિને જિનપ્રાસાદોથી વિભૂષિત કરી સાત ક્ષેત્રોમાં સંપત્તિ સ્વરૂપ બીજનું વાવેતર કરતો પરંપરાએ મોક્ષસુખનો સ્વામિ થશે.
પ્રયાસ
Jain Educ"
3.7
WICHITAST
૨૧
y.org

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128