Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 27
________________ gailfist.tukristina ta taa tianitrix itihasi tirixsittisiness interestiginarkarihara, பார்பயாபாயப்பபாபபபப்பாப்பாப்பா பாப்பா ઉછળતા હૈયાના ભાવ સાથે આ મહાતીર્થને ભેટવા આવ્યો અને તીર્થોદ્ધારને બદલે તીર્થનાશમાં નિમિત્ત બની ગયો? હવે હું કયા દાન-શીલ-તપ-ભાવધર્મના કાર્ય કરૂં? જેના પ્રભાવે મારું આ પાપકર્મ ધોવાઈ જાય! ના! ના! હવે તો અનેક સુકૃતો કરવા છતાં પણ મારું આ દુષ્કૃત્ય ધોવાશે નહીં એવું લાગે છે. હવે વ્યર્થચિંતા કરવી શી કામની? બસ! હવે તો નેમિનાથ પરમાત્મા જ મને શરણભૂત હો! એવા દ્રઢ સંકલ્પ સાથે રત્નશ્રાવક તો ચારે આહારપાણીનો ત્યાગ કરી ત્યાં જ પ્રભુના ચરણોમાં આસન લગાવી બેસી ગયો. કાળચક્રના પગલે પગલે એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. રત્નશ્રાવકના સત્ત્વની પરિક્ષાનો પ્રારંભ થવા લાગ્યો. અનેક ઉપસર્ગો આવવા છતાં રતન પોતાના સંકલ્પમાં અડગ રહ્યો. રતનના સત્ત્વ અને અડોલતાના પ્રભાવે સંતુષ્ટ થયેલ શાસનના અધિષ્ઠાયિકા અંબિકાદેવી એક માસના અંતે પ્રગટ થયા અને તેના દર્શન થતાં જ તપધર્મનો પ્રભાવ જાણી હર્ષાતુર થયેલો રતન અંબિકાદેવીને નમસ્કાર કરે છે. અંબિકાદેવી કહે છે “હે વત્સ! તું ધન્ય છે, તું ખેદ શા માટે કરે છે? સ્વયં તીર્થયાત્રા કરવા સાથે અનેક ભવ્ય જીવોને સંઘ સાથે આ મહાતીર્થની યાત્રા કરાવી તેં તારા મનુષ્ય જન્મને સફળ કર્યો છે. આ પ્રતિમાનો જૂનો લેપ નાશ પામતા નવો લેપ થયાજ કરે છે, તેથી જીર્ણવસ્ત્ર કાઢી નવું વસ્ત્ર ગ્રહણ કરાય તેમ તું પણ આ પ્રતિમાને નવો લેપ કરાવીને પુનઃ પ્રતિષ્ઠા કરાવી અંબિકાદેવીના આ વચનો સાંભળી વિષાદગ્રસ્ત બનેલો રતન કહે છે માં! આપ આવા વચન ન ઉચ્ચારો! એક તો પૂર્વબિંબનો નાશ કરી હું ભારે કર્મી બન્યો છું, તેમાં આપની આજ્ઞાથી આ મૂર્તિને લેપ કરાવી પુનઃ સ્થાપન કરું તો ભવિષ્યમાં પુનઃમારી માફક અન્ય કોઈ અજ્ઞાની આવી આ બિંબનો નાશ કરનારો થશે. માટે છે મૈયા જો આપ મારા તપથી ખરેખર સંતુષ્ટ થયા હો તો મને એવી કોઈ અભંગ મૂર્તિ આપો જેથી ભાવમાં કોઈનાથી તેનો નાશ ન થઇ શકે અને ભક્તજનો ભાવથી જલાભિષેક આદિ કરવાના પોતાના મનોરથોને પૂર્ણ કરી શકે! અંબિકાદેવી રત્નશ્રાવકના આ વચનોને સાંભળ્યા ન સાંભળ્યા તુલ્ય બનાવી સ્વયં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયાં. અંબિકા દેવીને અદ્રય થયેલા નિહાળી ક્ષણ બે ક્ષણ તો રત્ન અસ્વસ્થ બન્યો. પરંતુ અજોડ સત્ત્વનો સ્વામિ રતન સ્વસ્થ બની પુનઃ અંબિકાદેવીના ધ્યાનમાં બેસી ગયો, તેના મહાસત્ત્વની કસોટી કરવા દેવીએ અનેક ઉપસર્ગો દ્વારા રતનને પોતાના ધ્યાનમાંથી ચલાયમાન કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મેરૂસમ અડોલ એવો રતન ટસ નો મસ ન થયો. ત્યારે ગર્જના કરતા ૧૮ છે ' પણ છે Se આ કાર RS & જ arcજd a wણ rary.org Jain Education Intemattomat

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128