Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 20
________________ શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનો ઇતિહાસ આ જંબૂદ્વિપના ભરતક્ષેત્રની ગઈ ચોવીસીના સાગર નામના ત્રીજા તીર્થકર કૈવલ્યલક્ષ્મીને પામ્યા હતા. ઉત્તમજ્ઞાનની પ્રાપ્તિ બાદ વિવિધ પ્રદેશોમાં વિચરણ કરતાં કરતાં પોતાના ચરણકમલની રજ વડે ભરતખંડની ધન્ય ધરાને પાવન કરી રહ્યા હતા, અવસરે ઉજ્જૈની નગરીની બહાર ઉદ્યાનમાં કરોડો દેવો દ્વારા રચાયેલ સમવસરણમાં પ્રભુની સુમધુર દેશનાનું અમૃતપાન કરી રહેલા નરવાહન રાજાએ પરમાત્માને પ્રશ્ન કર્યો કે “હે પ્રભુ! મારો મોક્ષ કયારે થશે? પરમાત્માએ કહ્યું કે, આવતી ચોવીસીના બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં તારો મોક્ષ થશે.” પોતાના ભાવિવૃતાંતને જાણી વૈરાગ્યવાસિત થયેલા નરવાહન રાજા ભગવાન પાસે દીક્ષા લઈ સંયમધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરવા લાગ્યા, કાળક્રમે આયુષ્ય પૂર્ણ થતા તે જીવ પાંચમા દેવલોકના દસ સાગરોપમના આયુષ્યવાળો ઇન્દ્ર થયો. અષ્ટમહાપ્રાતિહાર્યયુક્ત વિશ્વવિભુ વિચરણ કરતાં કરતાં ચંપાપુરીના મહોલ્લાનમાં સમવસર્યા, તે સમયે વૈરાગ્યસભરવાણી દ્વારા બારપર્ષદાને પ્રતિબોધ કરતાં પરમેશ્વર ચૌદરાજલોકમાં સિદ્ધશિલા અને સિદ્ધજીવોના સ્વરૂપને સુરમ્યવાણી વડે પ્રકાશી રહ્યા હતા કે “૪૫ લાખ યોજનાના વિસ્તારવાળી, ઊંધા કરેલા છત્રના આકારવાળી, ઉજ્જવલ વર્ણની સિદ્ધશિલા છે, તે ચૌદરાજલોકના અગ્રભાગે બારદેવલોક, નવગ્રેવેયક, સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનથી ૧૨ યોજન ઉપર આવેલ છે. તે સિદ્ધશિલા મધ્યભાગે આઠ યોજન જાડી છે અને બન્ને તરફ પાતળી થતી થતી માખીની પાંખ જેવી અતિપાતળી થાય છે. મોતી, શંખ કે સ્ફટિકરત્ન સમાન અતિનિર્મલ ઉજ્જવલ સિદ્ધશિલા અને અલોક વચ્ચે એક યોજનાનું અંતર રહે છે. જેમાં ઉપરની સપાટીએ ઉત્કૃષ્ટથી ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળના ઉત્કૃષ્ટ દેહપ્રમાણવાળા સિદ્ધના જીવો અષ્ટકર્મથી મુક્ત થઈ અલોકની સપાટીએ સ્પર્શીને રહેલા હોય છે, તે ભાગને મોક્ષ કહેવાય છે-જેના મુક્તિ, સિદ્ધિ, પરમપદ, ભવનિતાર, અપુનર્ભવ, શિવ, નિઃશ્રેયસ, નિર્વાણ, અમૃત, મહોદય, બ્રહ્મ, મહાનંદ આદિ અનેક નામો છે. તે મુક્તિપુરીમાં અનંતા સિદ્ધના જીવો અનંતા સુખમાં વિરાજે છે. જેઓ અવિકૃત, અવ્યયરૂપ, અનંત, અચલ, શાંત, શિવ, અસંખ્ય, મહંત, અક્ષય, અરૂપ અને અવ્યક્ત છે, જેનું સ્વરૂપ માત્ર જિનેશ્વર પરમાત્મા કે કેવળી ભગવંત જ જાણે છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવાંગનાઓના રાગ-રાગિણીપૂર્વકના ગાન સાંભળતાં નિર્મળ અવધિવાળા મહેન્દ્રોને એક પડખું ફેરવતાં ૧૬ સાગરોપમ TET-Errrrrrrrrrr rrrrrrrr1tT11::11. HTTTTTTTTTTTTTrirrigaretra ETESTTTTTTTTT R '111fzTTTTEXTET/T1131117 118 11 : TT TT TTTTTTTTTTTTTTTTTTT11:11:11T11T:TE 11111 1551:11:17:

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128