Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 17
________________ મનનાditiારા ન કર ૧૭, જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણ થઈ જાય છે તેમ ગિરનારના સ્પર્શથી પ્રાણી ચિન્મય સ્વરૂપી બની જાય છે. ૧૮, ગિરનારની ભક્તિ કરનારને આ ભવમાં કે પરભવમાં દારિદ્રય આવતું નથી. ૧૯, ગિરનાર મહાતીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો (જનાવરો) પણ આઠભવની અંદર સિદ્ધિપદને પામે છે. ૨૦, ગિરનાર મહાતીર્થ એ પુણ્યનો ઢગલો છે. ૨૧, ગિરનાર મહાતીર્થ એ પૃથ્વીના તિલક સમાન છે. ૨૨, અનેક વિદ્યાધરો, દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોતપોતાની ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ગિરનારમાં નિવાસ કરે છે. ૨૩, ગિરનાર ગિરિવરના પવનનો પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા યોગીઓ અઈ પદની ઉપાસના કરતાં ગુફાઓમાં સાધના કરતાં હોય છે. ૨૪, ગિરનાર મહાતીર્થની સેવાથી કેટલાય પુણ્યાત્માઓ આ લોકમાં સર્વસંપત્તિ અને પરલોકમાં પરમપદને પામે છે. ૨૫, ગિરનાર મહાતીર્થની સેવાથી પાપી જીવો પણ સર્વકર્મનો સંક્ષેપ કરી અવ્યક્ત અને અક્ષય એવા શિવપદને પામે છે. ૨૬, સર્વતીર્થોમાં ઉત્તમ અને સર્વતીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરનાર મહાતીર્થના દર્શન અને સ્પર્શનમાત્રથી | સર્વપાપો હણાઈ જાય છે. ૨૭, ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા મહાપાપના કરનારા અને મહાદુષ્ટ એવા કુષ્ટાદિક રોગવાળા જીવો પણ સર્વસુખનાં ભાજન થાય છે. ૨૮, ગિરનાર મહાતીર્થના શિખર ઉપર રહેલા કલ્પવૃક્ષો વાચકેનાં ઈચ્છિતને પૂરે છે, તે આ ગિરિનો જ મહિમા છે. અહીં રહેલા ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભૂમિઓ અન્ય સ્થાને રહેલા એક તીર્થની માફક અહીં તીર્થપણાને પામે છે અર્થાત્ તે બધા પણ તીર્થમય બની જાય છે. ૨૯, ગિરનાર મહાતીર્થમાં પુણ્યહીન પ્રાણીઓને નહીં દેખાતી એવી સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વઇચ્છિતફલને આપનારી રસકૂપિકાઓ રહેલી છે. ૩૦, ગિરનાર મહાતીર્થની માટીને ગુરૂગમના યોગથી તેલ અને ઘીની સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી તે સુવર્ણમય બની જાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128