________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૪૫
શિખરજી, લુણાવાડા, અમદાવાદ આદિના અનેક “જૈન-જૈનેતર’ના પણ ભારતીય સંસ્કૃતિને ઘાત કરનાર કે ધર્મ
સ્થાનો પર નિયંત્રણ કરનાર અનેક કેસમાં જવલંત વિજય મેળવી પૂજ્યશ્રીએ પોતાને સંસ્કૃતિ પ્રેમ જવલંત રીતે દર્શાવ્યો રાજસ્થાન એકટ, કેશરિયાજી તીર્થને કબજે સમેત શિખરજી તીર્થની માલિકી હરિજન મંદિર પ્રવેશ આદિ મોટા કેસોમાં પણ અદ્ભુત વિજય મેળવ્યો. પૂજ્યશ્રી જૈન સંઘમાં પણ કાળબળે પ્રવેશેલી અવ્યવસ્થા તથા શ્રમણસંધમાં આવેલ વ્યવસ્થા તંત્રની નબળાઈને દૂર કરવા માટે જાત-જાતના અનેક ભગીરથ પ્રયત્ન કરી શ્રમણ સંઘની છાપ આખા જન સંઘ પર કાયમ રહે તેવા મહત્વના કાર્યો કરતા જ રહ્યા છે. વિ. સં. ૧૯૯૦ના સંમેલનમાં દીક્ષા પર્યાય નાને છતાં મહત્વભરી કાર્યવાહીમાં પૂજ્યશ્રી આગળ રહ્યા હતા. તે રીતે વિ. સં. ૨૦૦૭માં પાલીતાણા-સિદધક્ષેત્રમાં પૂજ્ય આચાર્ય વિજય વલભસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં અનેક આચાર્યો અને દરેક સમુદાયના પદસ્થ; મુનિએને ભેગા કરી શમણુસંઘ સંમેલન નાના રૂપમાં પંજાબી ધર્મશાળામાં કરી તે વખતના ટ્રસ્ટ એકટરકેશરીયાજી તીર્થ આદિ અંગે શમણુસંઘના આદેશ જાહેર કરાવેલ.
તે પ્રમાણે વિ. સં. ૨૦૧૩ ના ચોમાસામાં ડેલાના ઉપાશ્રયે સાત ક્ષેત્ર આદિના વહીવટ સંબંધી શમણુસંઘને એકત્રિત કરી સર્વમાન્ય એક નિર્ણય જાહેર કરાવેલ. વિ. સં. ૨૦૧૪નું ભાવિ ચગે નિષ્ફળ ગયેલ મુનિ સંમેલનને ઉભું કરવાના કાર્યમાં પૂજ્યશ્રીને ઘણે ફાળો હતો. આવા શાસન-સંઘ અને ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ ટકાવવા પાછળ જીવનનો સર્વસ્વ ભંગ આપી હજી ૭૪ વર્ષની અતિવૃદ્ધ વયે પણ દિવસ-રાત શાસનાડનુસારી પ્રવૃત્તિની જ ગડમથલ કરનાર આ મહાન પુણ્ય પ્રતાપી સંસ્કૃતિના તિર્ધર મહાપુરુષ દીર્ઘકાળ જમી શાસન અને ભારતની અનેરી શોભા વધારે છે. મંગલ કામના... યુગદા આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયમસરીશ્વરજી
વઢવાણ શહેર વર્ધમાનપુરી કહેવાય છે. સં. ૧૯૬૦ના શ્રાવણ વદી ૧ ના રોજ માતાજી છબલ બાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. પિતા હીરાચંદભાઈ ધર્મનિષ્ઠ અને સેવા પ્રિય હતા. પુત્રનાં લક્ષણ પારણીએ” એ ઉક્તિ પ્રમાણે માતાએ હાલરડામાં ધર્મા ભાવનાથી પુત્ર ભાઈચંદને હલરાવ્યું હતું. ભાઈચંદ. ભાઈના મોટાભાઈનું નામ ધીરજલાલ હતું. નાનાભાઈનું નામ વૃજલાલ આજે વિદ્યમાન છે ભાઈચંદભાઈને પાઠશાળામાં ધર્મના બોધપાઠ મળ્યા. ગુજરાતી અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમદાવાદની સુપ્રસિદ્ધ સંસ્થા શ્રી. ચી. ન. વિદ્યા વિરાટમાં દાખલ થયા. ભાઈચંદભાઈની બુદ્ધિ પ્રભા તેજસ્વી અને ધર્મ સંસ્કાર પણ ઊંચા. માતા છબલબાની અંતરની ઈચ્છા પોતાના લાલને ધર્મ પરાયણ જેવાની હતી. તેથી તો વારંવાર આત્મ કલ્યાણસાધવા પ્રેરણા આપતા રહેતા. સેળવર્ષની તરૂણ ઉંમરે પુ. ગુરૂદેવ આચાર્ય પ્રવર શ્રી વિજય મોહન સૂરીશ્વરજી પાસે સં. ૧૯૭૬ના મહા સુદી ૧૧નાં રોજ મહેસાણા નજીકનાં સાંગણપુરમાં દીક્ષા લીધી. તેઓશ્રીનાં મુખ્ય શિષ્ય મુનિશ્રી પ્રતાપ વિજયજી (હાલ આચાર્ય)ના
શિષ્ય મુનિશ્રી ધર્મવિજયજી (ધર્મને વિજય કરવા) તરીકે જાહેર કરવામાં આવ્યા. માતાના આનંદનો પાર નહોતો. છબલબાએ પોતે પણ ૧૯૮૦માં ભાગવતી દીક્ષા લીધી. સાવીના કુશળ શ્રીજી તરીકે સંયમની સુંદર સાધના કરી. ૧૯૯૭માં સિદ્ધગીરીની શીતળ છાયામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
પૂ. મુનિશ્રો ધર્મ વિજયજી મહારાજ તેજસ્વી બુદ્ધિપ્રભા, વિનયશીલતા અને અખંડ પરીશ્રમથી શાસ્ત્રાભ્યાસ માં પારંગત થયા. પૂ. શાસન સમ્રાટના પટ્ટાલંકાર આ. શ્રી. વિજયદયસૂરિજી તથા આગમોધારક પૂ. શ્રી આનંદસાગર સૂરિજીના સમાગમથી ઉચ્ચતર શાસ્ત્રોનું અવગાહન કર્યું. આ અભ્યાસ માટે અમદાવાદમાં ૬ માઈલ જેટલો વિહાર કરી હંમેશા પૂ. આ. શ્રી. સાગરાનંદ સૂરીજી યશરાજ પાસે જતા હતા. સં. ૧૯૯૨માં પાલીતાણામાં
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org