________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ વાળા એ મહાત્મા તરત જ પામી ગયા કે આ નવયુવકના અંતઃકરણમાં સાચા વૈરાજની જયોત પ્રકાશે છે, જેના સોનેરી કિરણે સમાજ. દેશ અને દુનિયાનું હિત કરશે. છેવટે અનેક અવરોધ પાર કરીને છગનલાલે ગુરુ આત્મારામજી મહારાજ પાસે વિ.સ. ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી. એમને વલભ વિજય નામ આપવામાં આવ્યું અને મુની શ્રી હર્ષવિજયજી એમના ગુરૂ બન્યા. દીક્ષા લીધા પછી તરત જ તેઓ શાસ્ત્રના અભ્યાસમાં લાગી ગયા. ભગીરથ પરિશ્રમ. નૈષ્ટિક વિનય અને તન્મયતાથી એમણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું. વિ.સ. ૧૯૫૩માં આચાર્ય શ્રી આત્મારામજીને સ્વર્ગવાસ થયો. એમણે અંતિમ સમયે મુનિશ્રી વિજય વલભને પંજાબમાં જન શાસનના સંરક્ષણ અને સંવર્ધનના કામમાં લાગી રહેવાનું તેમજ પંજાબની સંભાળ લેવાનું સેપ્યું હતું. એ સાથે શિક્ષણ પ્રચાર માટે ઠેર ઠે૨ સરસ્વતી મંદિરની સ્થાપના કરાવવામાં સહાયક થવાને આદેશ પણ ગુરૂવ આપ્યું હતું
ગુરૂદેવના આ આદેશને શિરોધાર્ય કરીને મુનિશ્રી વિજયવહલજી પિતાના નિર્ધારેલા કાર્યક્ષેત્રમાં ફદી પડયા. એમણે ભારતના જુદા જુદા પ્રાંતોની પદયાત્રા કરી અને સત્ય અને અહિંસાની જ્યોતિનાં દર્શન લોકોને કરાવ્યાં. જૈન સંઘ પર થતા પ્રહારોથી એની રક્ષા કરી. દેશમાં ઠેર ઠેર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવા માટે પ્રેરણા આપી. સને ૧૯૪૭ માં દેશના ભાગલા થતાં પંજાબમાં જે હત્યાકાંડ થયો રોમાંથી જૈનસંઘને સાંગોપાંગ બહાર લાવવાનું કામ પણ એમણે નિર્ભયતાથી કર્યું. થોડા સમયમાં જ તેઓ પિતાની સેવાભાવનાથી સંઘના હદય સમ્રાટ બની ગયા અને સંઘે પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે લાહોરમાં એમને વિ.સં. ૧૯૮૨ માં “ આચાર્ય”ની પદવીથી વિભૂષિત કર્યા. આચાર્યશ્રીએ તપ અને વૈરાગ્યની આરાધનાની સાથે સાથે સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગી લાભકારક રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરી હતી. એમણે ઠેર ઠેર શિક્ષણ સંસ્થાની સ્થાપના કરાવવા ઉપરાંત નવા મંદિરનું નિર્માણ, જીર્ણોદ્ધાર તેમજ સાહિત્ય પ્રકાશન પર પણ ધ્યાન આપ્યું હતું. એક વિશેષ કામ એમણે પીડિત મધ્યમ વર્ગના ઉત્કર્ષનું, અસહાય વિધવાઓને અને બેકારોને મદદ આપવાનું કર્યું હતું. આચાર્યશ્રી સાધુ સંસ્થાના જ્યોતિ
અનન્ય ગુરુભક્ત, આદર્શ શમણુ, સતત ઉદ્યમી, પ્રેમની મૂર્તિ, રાષ્ટ્ર પ્રેમના પૂજારી, આવતી કાલના સ્વપ્નદષ્ટા, ઉગ્ર તપસ્વી, નિરાભિમાની, સર્વગ્રાહી વ્યાખ્યાતા, સમાજ કલ્યાણના ઉપદા અને સમયજ્ઞ વિશ્વવલમ હતા. આચાર્યશ્રીએ વસ્તુતઃ પિતાના ૮૪ વર્ષના જીવનકાર્ય દરમિયાન આત્મકથાની સાથો સાથ જૈન સમાજના ઉત્કર્ષ માટે અનોખું કામ કર્યું હતું. જૈન શાસનને ઉન્નતિના અનેક માર્ગો બતાવ્યા હતા અને અનેકવિધ સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપીને જૈન સમાજને આગળ લઈ જવાનું અતિ મહત્વનું કામ કર્યુ હતું. અંત સુધી તેઓ આ કામમાં રત રહ્યા હતા. વૃદ્ધાવસ્થા પણ એમને પરાજિત કરી શકી નહોતી. છેવટે વિ.સં. ૨૦૧૦ માં મુંબઈમાં નવકાર મંત્રનો જાપ કરતા એમણે પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો અને અમરત્વ પ્રાપ્ત કર્યું. (શ્રી ઉમેદમલ હજારીમલના સૌજન્યથી)
માટે
અયુ હ" સ્થાપક
શુભેચ્છા પાઠવે છે
શુભેચ્છા પાઠવે છે
બાદાનાનેસ સહકારી મંડળી
મુ : બેદાનાનેસ
જેસર પાસે( જિ. ભાવનગર)
| શ્રી લીમડીયા સહકારી મંડળી લીમડીયા
(ગઢડા તાલુકે) (જિ. ભાવનગર)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org