________________
ખેંચ્યા કરશે પણ ચુંબકની પાસે સેયને જ દેડી જવું પડશે.
પણ રાણે રાજાને જોઈ શકે નહિ અને એક સુદ દાસી જોઈ શકે તેનું કારણ? કારણ કે તે દાસી છે. તેણે રાજાની સેવામાં પિતાના અહંભાવને ગાળી નાખ્યો છે. સેવા કરીને જ તેણે આ ઉંચે અધિકાર મેળવ્યો છે. રાણીને તેના રાણીપદનું અભિમાન છે. રાજાના પ્રેમ ઉપર મારે સૌથી વિશેષ અધિકાર છે એવું તેના મનમાં ગુમાન છે. એ ગુમાન ગળે નહિ ત્યાં સુધી તેનું રાજાની સાથે સંપૂર્ણ મિલન થાયજ શી રીતે ? રાણી અધીરી થાય છે, છે છેડાય છે, આખરે રાજાને છોડીને ચાલી જાય છે. તેના હૃદયમાં દાવાનળ સળગ્યો છે. આખા વિશ્વને ફાડી ખાવા દોડે છે. પાંજરામાં પુરાએલી વાઘણની પેઠે ઘૂઘવે છેઃ “નવનાં પાણી મોભે ચઢે પણ તારા રાજાને ઘેર તે પાછી નજ જાઉં” એવો બકવાદ કરે છે. પણ તેથી કાંઈ વિશ્વના અવિચળ કાયદા બદલાવાના હતા ? રાણીનો ક્રોધ પિતે પિતાની મેળે બળીને હેલવાય છે. જીવને નિરંતર ઈશ્વર તરફ આકર્ષી રહલે ગેબી વીણાના સૂર તે સાંભળે છે. તેનું દિલ દવે છે, અભિમાન ઓસરતું જાય છે; પણ હજી રાજાના તેડાની રાહ જુએ છે. અંતે તેમાં એ હારે છે. કંગાલ ભિખારણને વેશે રાજા પાસે જવા નીકળે છે; પણ હજીએ બહુ વગર તેડગે જાઉં છું એટલે અભિમાનને રહી જાય છે. ત્યારે દાસી તેને કહે છે કે “ એ અભિમાન પણ આખરે નહિ રહે.'
આટલી તપશ્ચર્યા પછી રાણુની બુદ્ધિ નિર્મળ થાય છે અને તે વ્રજની ગેપીની માફક અભિમાન, લોકલજજા સર્વને ત્યાગ કરીને દીનભાવે પિતાને પતિના સાન્નિધ્યમાં જઈને ઉભી રહે છે. એટલે અંધારી મેડીમાં પ્રકાશ થાય છે–રાણીને રાજાનું દર્શન કર - વાની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને પછી રાણી રાજાના હૃદયમાં પિતાનું પ્રતિબિંબ જોઈને તેની સાથેની પિતાની અભિન્નતાને અપરાક્ષ અનુભવ કરે છે.
ઉપનિષદેએ સૌથી પહેલી વાર જગતને આપેલું અને ત્યાર પછી તમામ તત્ત્વદર્શીએ અને મહાત્માઓએ અનુભવેલું છે અને બ્રહ્મના પૂર્ણ અભિન્નત્વનું આ ગૂઢ સનાતન સત્ય કવિએ આ નાટકમાં ફરીથી પોતાની અનોખી કલા દ્વારા નવે રૂપે રજુ કર્યું છે. અને પ્રાચીન અર્વાચીન તથા તમામ સંત પુએ વટાવી દીધેલી જૂની સાધનપ્રણાલિકા ઉપર પિતાની કલાની પીંછી ફેરવીને તેને નવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com