________________
થી આધ્યાત્મિક મર્મ શી રીતે શોધો ? રવિ બાબુ સામાન્ય રાજારાણીની વાર્તાઓ તે લખે જ નહિ. એ જે કાંઈ લખે તેમાં ઉંડે ઉદ્દેશ તો હોવો જ જોઈએ. કેટલાક કવિઓ પિતાના કાવ્યની પ્રસ્તાવનામાં પ્રસાર કરે છે, પણ રવિ બાબુ તે પ્રસ્તાવના જ લખતા નથી. વાચકને એમના મંત્રની દીક્ષા મળી હોય તે પિતાની મેળે મર્મ ઉકેલી લે.
પરંતુ છેક નિરાશ થવાનું કારણ નથી. ઈશ્વર પિતાની અભુત કૃતિનો મર્મ સમજવાની ગુપ્ત ચાવી જેમ તે કૃતિની અંદર જ છુપાવી રાખે છે, તેમ રવિ બાબુએ પણ આ નાટકનો ભેદ ઉધાડવાનો મંત્ર નાટકની અંદર જ મૂકી રાખે છે. પહેલે જ પાને એક ભેદ ભરેલું વાક્ય આપણું લક્ષ ખેંચે છે:-“અમારા નગરની રચના જ એવી છે કે ગમે તે સડકે જાઓ તો પણ ચાલે. આમાંની કોઈ પણ સડકે ચાલ્યા જશે તો પણ તમે ત્યાંજ પહોંચવાના.” આ ઉપરથી નાટકના ભેદ ઉપર જરાક અજવાળું પડે છે. આ રાજ્ય ઈશ્વરનું રાજ્ય તો નહિ હોય ? ગમે તે ધર્મ પ્રમાણે તેની આરાધના કરીએ તો પણ અંતે તેના જ સાંનિધ્યમાં જઈને ઉભા રહેવાય એ તે આ વાક્યનો મર્મ નહિ હોય ? ત્યાર પછી આગળ જતાં એક વાક્ય વડે વાચકની ખાત્રી થાય છે કે, પ્રજાથી ગુપ્ત રહીને રાજ્ય કરનાર રાજા તે ઈશ્વરજ. નગરજનોમાંથી એક જણ ખેદ દર્શાવે છે કે, આપણો રાજ ગુપ્ત રહે છે એ આપણું રાજ્યની મેટી ખામી છે. રાજાના રાજ્યતંત્રને મર્મ જાણનાર બીજો એક જણ કહે છે કે, એ ખામી નથી પણ ખુબી છે. તે કહે છે કે “આપણે આખો દેશ—એક ખૂણાથી બીજા ખૂણા સુધી–આપણું રાજાથી સચરાચર ભરાઈને ઠસઠસી ગયો છે. તેણે આપણને એકે એકને રાજા જ બનાવી દીધા છે.” એ જ પાત્ર વળી એક જગ્યાએ કહે છે કે “આપણા રાજાના રાજ્યમાં આપણે બધાજ રાજા છીએ. તેમ ન હોત તો આપણા હૃદયમાં આપણો અને તેને મેળાપ જ કેવી રીતે થાત ?”
હવે એ રાજા કોણ તેની શંકા જ નથી રહેતી. નાટકને મર્મ ઉકેલવાની ચાવી આપણને અહીં જડે છે. રાજા તેના વિશાળ સીમા વગરના રાજ્યમાં પિતે એક છતાં અનેક રૂપે વ્યાપી રહ્યો છે. બધા જ તેનાં સ્વરૂપ છે–તેની અભિન્ન મૂર્તિઓ છે. જીવ અને ઈશ્વર ગુણ અને સ્વભાવથી એક ન હોત તે સાન્ત જીવ તે અનંતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com