Book Title: Bharat Dharm ane Andhara Rang Mahelno Raja Author(s): Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 9
________________ પછી કાંચીના રાજાએ રાણીને ઉપાડી જવા માટે સીના મહેલને આગ લગાડી. રાણી બેબાકળી બહાર આવી ત્યારે પેલો બનાવટી રાજા ત્યાં ઉભે હતો તેને કહેવા લાગી કે, મને આગમાંથી બચાવે. તે કહે કે હું તે વેશધારી રાજા છું. રાણીના દિલને ભારે આધાત ચો, પણ તેને મેહ ટળે નહિ. પછી ખરેખરા રાજાએ તેને આગમાંથી બચાવી લીધી. એ વખતે રાણીથી રાજાનું રૂપ જેવાઈ ગયું અને તે ભયભીત થઈ ગઈ. તે સ્વરૂપ ઘણું ભયંકર હતું. રાણી કહે કે તમને હું ચાહી શકતી નથી. હું તે તમારી પાસેથી ચાલી જઈશ. રાજા તે સૌને સ્વતંત્ર રીતે વર્તવા દેતા હતા તેથી તેણે કહ્યું કે ભલે જાઓ, મારા દરવાજા ઉઘાડા છે. રાણ પિતાના પિતાને ઘેર ગઈ. પેલી દાસી પણ તેની સાથે ગઈ. રાણુને આત્મા ઉકળી ઉઠ્યો હતો. રાજાનું નામ સાંભળીને તેને ઝાળ બળતી હતી. પેલા બનાવટી રાજા તરફ હજી તેનું ચિત્ત ખેંચાતું હતું, પણ તેના હૃદય ઉપરથી તેના પતિને અધિકાર ખો ન હતો. અંધારી રાત્રે જ રોજ તેને કોઈની વીણાના ગેબી સૂર સંભળાયા કરતા હતા. ધીમે ધીમે તેનું અભિમાન ઓગળતું ગયું. બનાવટી રાજા ઉપર તે મહી હતી, પરંતુ વખત જતાં તેને મેહ ઉતરી ગયે અને પતિ ખૂબ યાદ આવવા લાગે. પહેલાં તે તે એમ કહેતી કે, તે મને તેડવા આવે તો પણ ન જાઉં. હવે “રાજા મને તેડવા કેમ નથી આવતા? ક્યારે આવશે ?” એ વલોપાત કરતી થઈ. પણ રાજા પાસે તો મારે જ પગે ચાલીને જવું જોઈએ એવું તેને ઘણું મે સમજાયું. પણ તેને સમજાયા પછી તે કંગાલ ભિખારણને વેશે પગે ચાલતી પિતાના પતિને ઘેર જવા નીકળી. હવે રાણું તરીકેનું તેનું અભિમાન તન ગળી ગયું હતું અને રાજાની ક્ષુદ્ર દાસી તરીકે રહેવાજ તે જતી હતી. પણ આવા વિચારથી તેને અપાર સુખ થતું હતું. રાણું ચાલતી ચાલતી રાજા પાસે ગઈ અને કહેવા લાગી કે, મને રાણું ન ગણતાં સદાની દાસીજ ગણજો. ત્યારે રાજા કહે કે હવે તમે મારું રૂપ જેવા કે ગ્ય થયાં છે. આપણું અંધારા રંગમહેલની રમત પૂરી થઈ છે. હવે તમે ખુલ્લા પ્રકાશમાં મારી સાથે ચાલે. નાનાં બાળક રસ લઈ લઇને વાંચી જાય એવા આ વસ્તુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 504