Book Title: Bharat Dharm ane Andhara Rang Mahelno Raja Author(s): Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 7
________________ કવિકૃતિને સ્વાદ ચાખનાર આત્મા નિર્મળ હેવો જોઈએ; બુદ્ધિ પારદર્શક હોવી જોઈએ; તેના ઉપરનાં જડતાનાં પડ ધસાઈ ઘસાઈને આછાં થએલાં હોવાં જોઈએ; પણ જેઓ પોતાની પાંખે જડતાના આવરણને ભેદીને દિવ્ય ચિન્મય પ્રદેશમાં ઉડવા અશક્ત હોય એટલું જ નહિ પણ કવિની પાંખે વળગીને પણ ઉડવા અશકત હોય અને છતાં જેમનાં અંતઃકરણમાં પ્રકાશને ઉમેષ આ છે આ થવા લાગ્યો હોય તેમને માટે આ રસાસ્વાદ” લખવાનો પ્રયાસ છે. એટલે પણ જેમને અધિકાર ન હોય તેમને માટે તે આવી કૃતિઓ હોય કે ન હોય એ બધું સરખું છે. પ્રસ્તુત નાટકનું બાહ્ય અંગ એટલું સાદું ને સરળ છે કે ગુજરાતી ત્રીજી ચોપડી ભણેલે માણસ પણ વાંચીને તેને શબ્દાર્થ સમજી શકે. પણ એ શબ્દની પાછળ જે ઉંડે ભર્મ રહે છે તેને માટે તે વાચકને આધ્યાત્મિક વિકાસ થએલો હે જ જોઇએ. કવિને તે કવિ જ સમજી શકે અથવા કવિના જેવા હેય તેઓ જ કાંઈ કાંઈ સમજી શકે; બધા ગૂઢ કવિઓનાં માર્મિક લખાણને મર્મ સમજનારની પાસે આધ્યાત્મિક વિકાસરૂપી મૂળધન હોવું જ જોઇએ. કબીર અને મીરાંનાં કેટલાંએ પદેના મર્મ આજે આપણે નથી ઉકેલી શકતા તે આ મૂળ ધનની ખામીને લીધે જ. કેવળ ભાષાજ્ઞાન અહીં કશા ખપનું નથી. હવે આ નાટકનું વરતુ તપાસીએ. દેખીતી રીતે એમાં રાજારાણુના સંસારની વાતો ઉપરાંત બીજું કાંઈ જ નથી. અને તે વાર્તા પણ કેવી ? બિલકુલ સાદી અને સીધી. એક નામઠામ વગરના અને મુકરર સીમા વગરના દેશને એક રાજા છે. તે બધે વખત ગુપ્ત રહીને જ રાજ્ય ચલાવે છે. રાજ્યવહીવટ બરાબર ચાલે છે, પણ પ્રજા રાજાનું મોટું જોવા પામતી નથી. લેકે તર્કવિતર્ક કરે છે. કેઈ કહે છે કે, રાજા જ નથી; હેય તે આપણને દેખાય નહિ ? સુગઠિત રાજ્યતંત્ર અને સુવ્યવસ્થા તે સનાતન કાળથી ચાલ્યાં આવે છે, કોઈ કહે છે કે, રાજા કરે છે માટે છુપાતો ફરે છે. કોઈ કહે છે કે રાજને ન્યાય કરતાં નથી આવડતો. આપણે રાજા હાઈએ તો આના કરતાં સરસ રાજ્ય ચલાવીએ. કાઈ બનાવટી રાજા ઉભો થાય છે અને ભોળા લોકો તેને જ પિતાને રાજ માનીને ઠગાય છે. રાજ્યમાં સૌને પૂર્ણ સ્વતંત્રતા છે, સૌ પિતાપિતાની મરજી મુજબ વર્તે છે, છતાં બધું તંત્ર રાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 504