________________
ज्ञातनैकललनारसः प्रियो, मानकोपकलनामवैति यत् । सख्यवेत्तरि न मानकारिता, मन्थने हि सलिलस्य को रसः ? ||३५।। જેને ઘણી પત્નીઓ હોય તે જ પતિ પ્રેમરસને બરાબર જાણી શકે છે ને માણી શકે છે. તે જ પ્રિયમૂર્તિ - સ્ત્રીઓનો ગુસ્સો, અહંકાર, માન, અપમાનને પચાવી શકે છે. જે પતિ શૃંગારરસને જાણતો નથી, સમજતો નથી તેની પાસેથી પ્રેમરસની શું અપેક્ષા રાખી શકાય ? પાણીનું મંથન કરવાથી શું માખણ (ઘી)ની અપેક્ષા રાખી શકાય ?
काञ्चन प्रसवरेणुमुष्टिना, घूर्णिताक्षिकमलां प्रवञ्च्य सः |
चुम्बतिस्म दयितामुखाम्बुजं, कोविदो हि कुरुते मनीषितम् ।।३६ ।। ભરત મહારાજાએ મૂઠી ભરીને પુષ્પની પરાગ એક સુંદરીની સામે ફેંકી ત્યારે તે કામિનીની આંખો ચકળવકળ થઈ ગઈ. તેનો લાભ ઉઠાવીને તે સ્ત્રીના મુખકમળને ચુંબન કરી લીધું. ખરેખર હોશિયાર માણસો આવેલી તકને ગુમાવતા નથી ને પોતાની ઇચ્છાપૂર્તિ કરી શકે છે.
एहि एहि वर ! देहि मोहन, नेतरास हृदयं विधेहि रे ।
एवमक्षरमयीं सुमनजं, कापि वल्लभगले निचिक्षिपे ||३७।। “હે સ્વામિનું, આપ આવો, આવો, મને રતિસુખ આપો. મારી કામેચ્છાને સંતોષો. હમણાં બીજી સુંદરીઓમાં મનને ના જોડો.” આ પ્રમાણે પુષ્પોની માળામાં અક્ષર પાડીને (લખીને) કોઈ સ્ત્રીએ પોતાના પતિના કંઠમાં ફૂલોનો હાર પહેરાવી દીધો.
कापि कुड्मलहता विलासिनी, वल्लभोपरि पपात संभ्रमात् ।
તલીયમય તત્વનિનૈનિત્રપર્વમુનીવૃત્ત ન દિ Iીરૂ૮ll * ફૂલોના ગુચ્છાથી હણાયેલી કોઈ સુંદરી સંભ્રમથી પતિની ઉપર પડી ગઈ, છતાં સખીવૃંદોએ તેના આ કૃત્યને નિર્લજ્જ તરીકે માન્યું નહીં. પણ સખીવૃંદ બોલ્યું કે બિચારીને મારી એટલે પડે જ ને ?
कापि शाखिशिखरं समाश्रिता, वासरेश्वरकरोपतापिता ।।
स्वेदबिन्दुसुभगं मुखं दधौ, पद्मिनीव मकरन्दशीकरम् ।।३९ ।। કોઈ સ્ત્રી વૃક્ષની ટોચ પર જઈને બેઠી, ત્યાં સૂર્યનાં કિરણોથી લાલ થઈ ગયેલા તેના મુખ પર પ્રસ્વેદબિંદુઓ તે જાણે કમલિની પર પરાગનાં (રજનાં) બિંદુઓ શોભે તેમ શોભતાં હતાં.
पल्लवोल्वणकर प्रसूनदृक् , जारवत् क्षितिरुहोऽप्यकम्पत |
एतदीयपतिलोकनादधः, कामिनी हि न सुखाय सेविता ||४|| વૃક્ષની નીચે બેઠેલા તે સ્ત્રીના પતિને જોઈને પલ્લવરૂપી હાથ અને પુષ્પરૂપી આંખ છે જેની, એવું તે વૃક્ષ જારપુરુષની જેમ ભયથી કંપી ઊઠ્યું, કારણ કે પરસ્ત્રીનું સેવન સુખ માટે નથી થતું પરંતુ દુઃખદાયી બને છે.
૧. નોન-થિન (સુ
નો
રતન - આમરૂ.ર૦૦).
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૦