________________
હે સખી! સ્ત્રીના માટે પતિ એ જ સર્વસ્વ છે. તે જીવિત છે તો જ બધું છે. પતિની સાથે જ સુખદુઃખની વાત કરી શકાય છે. સખીની આ પ્રમાણેની શિખામણ સાંભળીને પ્રેમથી ગદ્ગદ બનેલી માનિનીએ સખીને ગાઢ આલિંગન આપ્યું.
क्लृप्तपुष्पशयनं लतालयं, कापि कान्तमुपनीय कामिनी । तत्क्षणोच्चितसुमस्रजा दृढं', बध्यमानमिति सागसं जगौ ।।३०।।
જ્યાં પુષ્પની શય્યા છે એવા એક લતામંડપમાં કોઈ સ્ત્રી પોતાના પતિને લઈ આવી. જાણે પોતાનો અપરાધી ના હોય તેમ માનીને એકઠાં કરેલાં પુષ્પોની સુંદર માળા બનાવીને અપરાધી પતિને જાણે બાંધતી ના હોય તેમ માનીને તરત જ પતિના કંઠમાં ફૂલની માળા પહેરાવીને બોલી.
संयतोऽसि निबिडं मयाऽधुना, गन्तुमक्षमपदो भवानितः ।
मानसं तु तव तत्र संगत, स्वागसः फलमवाप्नुहि द्रुतम् ||३१।। “હે નાથ ! મેં તો તમને દઢ બંધનથી બાંધી લીધા છે. ભલે તમારું મન બીજી પ્રિય વ્યક્તિમાં આસક્ત હોય પણ હવે આ લતામંડપમાંથી એક ડગલું પણ તમે ચાલી શકવા માટે સમર્થ નથી. માટે તેના ફળરૂપી આ ગુનાની સજાને ભોગવો.”
पुष्परेणुपरिपिञ्जरास्ययोर्व्यक्तिरेव विदिता न वां मया ।
काञ्चिदेवमनुनीय दक्षिणः, स्वापराधविफलत्वमाचरत् ।।३२।। પુષ્પોના લાલ અથવા પીળા ગમે તે રજ કણો હોય પરંતુ છે તો પુષ્પોની જ પરાગ ને ! એમ મારી બન્ને પ્રિયાના ચહેરામાં મને કોઈ જ ભેદ જણાતો નથી. તમારા બન્નેમાં હું એક જ આત્મા માનું : છું” આ પ્રમાણે નેહભર્યા વચનોથી બે પત્નીના પતિએ તે સુંદરીઓને મનાવી લીધી અને તેના અપરાધને નિષ્ફળ બનાવ્યો.
प्रेयसि प्रणयविह्वलं मनो, योषितः समनुनीय तत्सखी ।
યુવા વદુત્તમે પ્રિય, છા તિરાવ ગજેન્દ્ર શાનિ !? Tીરૂરૂ II - પોતાના પતિ પ્રત્યે વિશેષ અનુરાગવાળી જોઈને તેની સખીએ કહ્યું : “હે ગજગામિની, ઘણી પત્નીવાળા પતિ પ્રત્યે તને આટલો બધો અનુરાગ કેમ થાય છે ?'
ईरितेति सहसं जगाद सा, न त्वयोचितमुदीरितं वचः ।
किं न वेत्सि सकलप्रिया सुधा, स्वाद्यते करगता हि भाग्यतः ।।३४।। " ત્યારે તરત જ તેની સખી બોલી, “રે. સખી! શું તું નથી જાણતી કે આખા જગતને પ્રિય એવું અમૃત . બધાને મળતું નથી. એ તો કોઈ ભાગ્યશાળીને જ મળે છે અને એનો આસ્વાદ તે જ માણી શકે છે.
૧. અને રૂપ | २. तत्र इति प्रियाजने । રૂ. સંત-માસમ્ | ૪. કુત-નિશ્વિતમૂ |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૯