________________
ते कोशलातक्षशिलाधिपत्योर्विरेजतुस्तुल्यतया ध्वजिन्यौ ।
प्राचीनपाश्चात्यमहोमिमालावेले इवान्योन्यसमागमेच्छे ।।२९।। જાણે પૂર્વ કે પશ્ચિમ સમુદ્રનાં વહેણ (તરંગો) એકબીજાને મળવાની ઇચ્છાવાળાં ના હોય ! તેમ કોશસંદેશાધિપતિ મહારાજા ભરતની સેના અને તક્ષશિલાના અધિપતિ મહારાજા બાહુબલિની સેના તે બન્ને જાણે એકબીજાનો સમાગમ કરવાની ઇચ્છુક ના હોય તેમ લાગતી હતી.
अनीकयोर्वाद्यरवास्तदानीं, सद्बन्दि'कोलाहलकामपीनाः । प्रापुर्दिगन्तांस्तदनुक्रमेण, यशोधनानामिव कीर्तिचाराः ||३०|| એ વખતે બન્નેની સેનાના મંગલપાઠકોની બિરદાવલિ અને વાજિંત્રોના કોલાહલથી પુષ્ટ બનેલો અવાજ દિશાના અંતભાગ સુધી પહોંચી ગયો. તે અવાજ જાણે યશસ્વી પુરુષોની કીર્તિરૂપી ગુપ્તચર ના હોય !
तूर्यस्वनैर्वन्दिरवातिपीनैः, प्रवृद्धिमाप्तैर्भटसिंहनादैः । हेषारकैः स्यन्दनचक्रचक्रचीत्कारगाढर्ययिरे दिगन्ताः ||३१।। મંગલપાઠકોના શબ્દોની સાથે મિશ્રિત બનેલાં વાજિંત્રોના શબ્દો વધારે પુષ્ટ થયા. તેમાં પાછા સુભટોના સિંહનાદો, ઘોડાઓના ઈષારવો અને રથોનાં ચક્ર (પૈડાં)ના ચિત્કારો આ બધાંના અવાજોથી દિશાઓ વ્યાપ્ત બની ગઈ.
दिवस्पृथिव्यौ कुरुतः कलिं कि, केनापि कृत्येन च दम्पतीव |
किं व्योमगङ्गऽद्य विलोड्यते वा, दिक्कुञ्जरैरौहि तदेति लोकैः ।।३२ ।। અવાજોના કોલાહલથી લોકો કલ્પના કરતા કે કારણવશાત્ આકાશ અને પૃથ્વીરૂપી દંપતી ઝઘડી રહ્યાં છે કે શું? અથવા તો દિગ્ગજો આકાશગંગાને વલોવી રહ્યા છે કે શું?
समन्ततो लक्षचतुष्कयुक्ताशीतिहयस्यन्दनकुञ्जराणाम् । रणाङ्गणे षण्णवतिर्नुकोट्यो, रथाङ्गपाणेर्भवतिस्म सज्जा |३३।। આ રણસંગ્રામમાં ભરત ચક્રવર્તીની ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ રથો,૯૬ કરોડ પાયદળની સેના હતી.
धीरं मनो बाहुबलेभंटानां, चमूममूं भारतवासवस्य ।
नालोक्य कम्पेत सुरेन्द्रधैर्यविकम्पिनी स्वर्गिमिरित्यतर्कि ||३४।। દેવો પણ સ્તબ્ધ થઈ ગયા કે અરે ! ઇન્દ્રના ઘેર્યને પણ કંપાવવાની ભરત ચક્રવર્તીની વિશાળ સેના જોઈને બાહુબલિના સુભટોનાં મન જરા પણ કંપિત થતાં નથી, તે ખરેખર તેના ધીર મનની પ્રતીતિ કરાવે છે.
सहस्रकोटीशतलक्षवीरप्रयोधिनो योधवरास्तदानीम् ।
राज्ञे न्यवेद्यन्त सनामपूर्व, सौस्नातिकैर्वारितवैरिवाराः ||३५।। ૧. વજી-મંગલપાઠક (વન્દી માનવાવરુ - રૂ ૪૫૧) ૨. સનાતિવા-સુચના આપનાર અધિકારી
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૯૭