Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 273
________________ इमा नलिन्यस्तुहिनेन हीना, वितेनिरे रोषभरादितीव । रविर्हिमानीः' स्नपयाम्बभूव, प्रियापराभूतिररुंतुदा हि ।।१०।। “આ હિમપાતે મારી કમલિનીઓને ઝાંખી - કાંતિહીન - બનાવી દીધી છે” એમ વિચારી જાણે સૂર્ય ક્રોધથી બરફ (હિમનો સમૂહ)ને ઓગાળી દીધો ના હોય ! ખરેખર પોતાની પ્રિયાનો પરાભવ દુ:ખદાયી હોય છે. महो मदीयं दिशि दक्षिणस्यां मन्दं हिमानी ववृधे ततोऽसौ । इतीव भानुर्दिशि चोत्तरस्यां हिमालयं नाम नगं जगाम ।। ११ ।। ‘હિમસમૂહે દક્ષિણ દિશામાં મારાં કિરણોને મંદ કરી દીધાં છે' એમ માનીને જાણે સૂર્ય ઉત્તર દિશામાં હિમાલય પર્વત પર ચાલ્યો ગયો. मुहुर्मुहु राजमरालबालैरम्भोरुहिण्यङ्कनितान्तसक्तैः । आविष्कृताराक्भरैर्विशेषाद्, धात्रीव चैत्रे सरसी सिषेवे ।। १२ ।। ચૈત્ર માસમાં કમલિનીઓના ઉત્સંગ (ખોળામાં)માં હંમેશાં રહેનારા અને શબ્દો દ્વારા વારંવાર પોતાનું અસ્તિત્વ જાહે૨ ક૨તા બાલરાજહંસો ધરતીની જેમ સરોવરમાં વિશેષ રૂપે ક્રીડા કરી રહ્યા હતા. युवद्वयीचित्तदरीनिवासिमानग्रहग्रन्थिभिदो विरावाः । पुस्कोकिलानां प्रसभं प्रसस्रुर्वनस्थलीषून्मिषितासु पुष्पैः ।।१३।। વિવિધ પ્રકારનાં પુષ્પોથી વિકસિત વનસ્થલીમાં કોકિલનો ‘કુહૂ - કુહૂ ’ અવાજ ફેલાઈ ગયો હતો. તે જાણે સ્ત્રી-પુરુષના ચિત્તરૂપી ગુફામાં રહેલી માનકષાયની ગ્રંથિનો છેદ કરવાવાળો ના હોય ? इतीन्दुगौरैस्तिलकप्रसूनैः, सर्वान् मधुश्रीरहसीदिवर्तन् । ऋते न कस्यापि भविष्यति श्रीरमूदृशी भृङ्गरुतैर्भणन्ती ||१४|| ચંદ્ર જેવા ઉજ્જ્વળ તિલક વૃક્ષનાં પુષ્પોથી વસંતઋતુની શોભા બીજી બધી ઋતુઓનો ઉપહાસ કરી રહી હતી. તે કેવી રીતે ? ભ્રમરોના ગુંજારવરૂપી શબ્દોથી તે ઋતુ જાણે એમ કહી રહી ના હોય કે આવી શોભા મારા (વસંતઋતુ) સિવાય બીજી કોઈ ઋતુમાં હોઈ શકે નહીં. आरादभूवन् प्रविकासभाञ्जि, यस्मिन् प्रसूनानि दृशां प्रियाणि । अयं तरुः कस्त्विति षट्पदस्य, स किंशुकोऽपि भ्रममाततान ।।१५।। દૂરથી દેખાતાં આંખોને પ્રિય લાગે તેવાં વિકસ્વર પુષ્પોથી શોભતું કિંશુક (કેસૂડાં)નું વૃક્ષ ભ્રમરોના મનમાં ભ્રમ પેદા કરતું કે આ વૃક્ષ કોનું છે ? पयोधिडिण्डीरनितान्तकान्तं, पीयूषकान्तेर्विचचार तेजः । तेनैव चेतांसि विलासिनीनां वितेनिरे मानपराञ्चि कामम् ||१६|| ૧. વિમાની-હિમપાત (વિમાની તુ મઇસ્ક્રિમમ્-અમિ૦ ૪૧રૂ૮) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૭

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288