________________
ઊતરવું એ જ શ્રેયસ્કર છે. એ જ ઉચિત છે. હજી સુધી મને કૈવલ્યરૂપી વધૂની પ્રાપ્તિ નથી થઈ તેનું કારણ મારું અભિમાન જ છે.”
इति स्वयं स प्रणिधाय साधुनमश्चिकीर्षुर्लधुबन्धुवर्गम् ।
चचाल यावत् पदमात्रमेकं, तं केवलश्रीरुदुवाह तावत् ||६७ ।। “એ પ્રકારે સ્વયં ચિંતન કરીને મુનિ બાહુબલિએ પોતાના નાના ભાઈઓને વંદન કરવા માટે જ્યાં એક પગ આગળ મૂક્યો ત્યાં જ તેમને કેવલજ્ઞાનરૂપી વધૂનું વરણ થયું, અર્થાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પોતે કેવળી બની ગયા.
तत्केवलज्ञानमहं विधातुं, राजन्! व्रजामो वयमद्य तूर्णम् ।
સચવર્વાદનિરુતાં તવા જ્ઞાનમાવો ન દિયેત T૬૮માં “હે રાજન! અમે કેવળજ્ઞાની ભગવંતનો મહોત્સવ કરવા માટે જલદી જલદી જઈએ છીએ. અમે દેવો જો જ્ઞાનની પ્રભાવના ના કરીએ તો અમારા સમ્યકત્વની હાનિ થાય.”
सा भारती भारतवासवस्य, सौरी' श्रुतेर्गोचरतां गताऽपि ।
पुपोष वैराग्यरसं विशेषात्, सतां प्रवृत्तिर्हि सदाभिनन्या ।।६९ ।। દેવોની વાણી સાંભળીને મહારાજા ભરતનો વૈરાગ્યરસ વિશેષ રૂપે પુષ્ટ થયો. ખરેખર સજ્જન પુરુષોની પ્રવૃત્તિ હંમેશાં અભિનંદનીય હોય છે.
धन्याः सदा मे खलु बान्धवास्ते, धन्यः स मे बाहुबलिश्च बन्धुः । करोमि किं नाग इवोरुपड्के, मग्नो न मे जन्म विमुक्तयेऽस्ति ।।७।। ભરત મહારાજા ચિંતન કરી રહ્યા છે. “મારા બધા જ ભાઈઓ ધન્યવાદને પાત્ર છે. અને મારા ભાઈ બાહુબલિ પણ ધન્યવાદને પાત્ર છે. એક હું જ ખરેખર ઘણા કાદવથી ભરેલા ખાડામાં હાથીની જેમ ફસાઈ ગયો છું. મારો આ જન્મ મુક્તિ માટે લાયક રહ્યો નથી.”
राजेन्द्रलीला अपि तेन सर्व, अपि तेन सर्वा, विमेनिरे चेतसि रेणुकल्पाः ।
पाठीनरमात्मानमजीगणच्च, स शुद्धचेता विषयार्णवान्तः ।७१।। . આ પ્રમાણે વિશુદ્ધ ચિત્તવાળા મહારાજા ભરતે જગતના સામ્રાજ્યને ધૂળ સમાન અને વિષરૂપી સમુદ્રમાં પોતાના આત્માને મત્સ્યરૂપે સ્વીકાર્યો.
ता राजदारा नरकस्य कारास्ते सर्वसाराः कलुषस्य धाराः ।
शनैः शनैश्चक्रभृताऽथ तेन, प्रपेदिरे बान्धववृत्तवृत्या ।।७२।। પોતાના ભાઈઓની સવૃત્તિ-સદાચાર વડે મહારાજા ભારતનું મન ધીરે ધીરે વીતરાગતા તરફ વળી ગયું. પોતે જાણી લીધું કે આ રાજરાણીઓ નરકના કારાગૃહ સમાન છે. આ સારોયે રાજ-વૈભવ પાપના પ્રવાહ સમાન છે.
अन्येधु रात्मानुचरोपनीतभूषाविधिभूषितभारतश्रीः ।
आदर्शगेहे निषसाद भूपः, पराजितस्वर्गधरेन्द्ररुपः ।।७३ ।। ૧. સીરી-જુરામિ (ભારતી) સૌરી | ૨. પાડીનઃ-મસ્ત વિશેષ (વાડીને ચિત્રન્નિ-ભિ૦ ૪/૪૧૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૭૭