Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 280
________________ अङ्गारधान्यां परितप्यमानैर्हस्तैर्ददानास्त्वधरोष्ठबिम्बे । व्रणाभिरामे मदनं' मृगाक्ष्यो, यूनो जराभीरु२ मदोदिपच्च ।।५४।। સળગતી સગડીઓમાં તપાવેલા હાથથી અને ફાટેલા અધરે અને સુંદર હોઠ પર રંગ લગાડવાથી અત્યંત સુંદરતાને ધારણ કરેલી યુવતીઓ યુવાનોના મનમાં કામવાસનાને ઉત્તેજિત કરતી હતી. तल्पेषु तूलच्छदवेष्टितेषु, केचिद्धसन्तीपरिभासुरेषु । विलासगेहेष्वधिशय्य निन्युर्जाड्यञ्च विस्मेरकृशोपगूढाः ।।५५।। સળગતી સગડીથી ગરમ બનેલાં વિલાસગૃહોમાં, રૂથી આચ્છાદિત થયેલી શય્યાઓ પર અને પોતાની પત્નીઓ સાથેના આલિંગનમાં બદ્ધ બનીને કેટલાક યુવાનોએ ઠંડીને (શિશિરઋતુને) પસાર કરી. बभूव तस्मिन् समये कुचोष्णरुचां यदुष्मैव तुषारहृत्यै । सदोन्नता एव विपत्तिहत्यै, भवन्ति सेव्या हि त एव जाड्ये ||५६ ।। શીતકાળમાં પુરુષો માટે સ્ત્રીઓનાં ઉન્નત સ્તનોનાં ઉષ્ણ-કિરણોની ઉષ્મા જ શીતનિવારણ માટે પર્યાપ્ત છે, કેમ કે જેમાં હંમેશાં ઉન્નતિનો વાસ હોય છે તે જ વિપત્તિને હરનારી બને છે, એટલા માટે વિપત્તિના સમયે ઉન્નતિનો આશ્રય લેવો જોઈએ. स वामनेत्राकुचधर्मनीतोत्कष्ठोयमाकष्ठनिपीतकामः । वासालयान्तर्विशदांशुवासास्तुषारगर्वं रामयाम्बभूव ।।५७।। સુંદરીઓનાં સ્તનોની ઉષ્માથી ઉત્કંઠિત બની, કામદેવનું આકંઠ પાન કરીને ઉજ્જવલ વસ્ત્રધારી મહારાજા ભરતે પોતાના શયનગૃહમાં આવીને હિમ (ઠંડી)ના ગર્વને શાંત કરી દીધો. इत्थं स सर्वर्तविलासलास्यविलोललीलः कलयाञ्चकार | सुरान् विमानैर्ऋजनोन्तरिक्षे, चित्रातिरेकाञ्चितथाऽथ दृष्ट्या ||५८ ।। એ પ્રકારે છએ ઋતુને અનુકૂળ ભોગવિલાસને માણી રહેલા મહારાજા ભરતની ભૌતિક સુખની પરાકાષ્ઠાને જોઈને વિમાનમાં આકાશમાર્ગે વિચરી રહેલા દેવો આશ્ચર્યમુગ્ધ બની ગયા. सुरा! भवन्तः क्वचिदप्ययन्तः कथं त्वरन्तां जगतीभुजेति । पृष्टास्तमाचख्युरुदात्तवाचो, निदानमभ्यागमनस्य तेऽदः ।।५९।। મહારાજા ભરતે દેવોને પૂછ્યું : “આપ આટલા જલદી જલદી ક્યાં જઈ રહ્યા છો ?” ત્યારે દેવોએ ઉદાત્ત વાણીમાં પોતાના વિશેષ આગમનનું પ્રયોજન બતાવ્યું. राजन्! भवबन्धुरपास्य राज्यं, धृतव्रतो बाहुबलिर्बलाढ्यः । संवत्सरं मानगजाधिरूढः, शीतातपादीन्यपि सोढुमैष्ट ||६०|| “રાજન ! આપના પરાક્રમી ભાઈ બાહુબલિ રાજ્યનો ત્યાગ કરી વ્રત ધારણ કરીને રહ્યા છે. ૧. મનમુ–મોમ ૨. :-કામદેવ (નરનો નજામીનં :- ૨/૧૪૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૯૪

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288