________________
घनात्ययोऽपि ज्वलदुष्णरश्मिा, प्रादुर्बभूवाच्छरेतमान्तरिक्षः | फुल्लभिरम्भोरुहिणीसमूहैर्विकासवद्भिर्विहसन्निवान्तः ।।२।। હવે શરદઋતુ આવી પહોંચી. શરદઋતુમાં સૂર્યનાં કિરણો વધુ તેજસ્વી હોય છે. આકાશ સ્વચ્છ બને છે અને વિકસ્વર કમળોના સમૂહથી જાણે શરદઋતુ મનમાં ને મનમાં હસી રહી ના હોય !
समीरणः पद्मपरागपूरसंपृक्तदेहो जललब्धजाड्यः । विशारदैः शारद एव लिल्ये, तीव्रातपक्लान्तिभरापनुत्त्यै ।।४३।।
પા (કમળ)ની પરાગથી યુક્ત (સુવાસિત) અને જળબિંદુઓના સંપર્કથી શીતળતાના કારણે મંદ (એટલે સુગંધી-શીત-મંદ એવા શરદઋતુના પવનનું તીવ્ર તાપથી ક્લાન્ત બનેલા વિશારદ પુરુષોએ આસેવન કર્યું.
गवाक्षजालान्तरलब्धमार्मः, करैः सितांशोमिलितानि पश्यन् ।
चक्रे प्रियास्यानि स ऊहमेनं, किं चन्दनाम्भःपृषतोक्षितानि ? ||४४|| ગવાક્ષ (બારીઓ)ની જાળીઓમાંથી અંદર આવેલાં ચન્દ્રનાં કિરણોની કાંતિ પોતાની રાણીઓના મુખ પર રહેલી જોઈને ભરતે વિચાર્યું કે શું આ સ્ત્રીઓના મુખ પર ચંદનનાં જળબિંદુઓનો છંટકાવ કર્યો છે ?
स चित्रशालासु मनोरमासु, संक्रान्तरूपातिशयाञ्चितासु ।
शरत्सुधाधामरुचोज्जवलासु, रेमे मृगाक्षीभिरनुत्तरश्रीः ।।४५।। શરદપૂર્ણિમાથી ઉજ્વળ અને સ્થાને સ્થાને અદ્ભુત રૂપનાં પ્રતિબિંબો પડી રહ્યાં છે તેવા આરીસાઓથી યુક્ત સુંદર ચિત્રશાળામાં અત્યંત સૌંદર્યશાળી મહારાજા ભરત પોતાની સુંદર પત્નીઓની સાથે ક્રીડા કરી રહ્યા છે.
शरद्यवापद् रसभिक्षुयष्टिविकासभाञ्ज्यब्जवनानि चासन् ।
मरालबालैर्दधिरे प्रमोदाः, किं शारदो नः समयो हि नेदृग् ? ||४६ ।। શરદઋતુમાં ઈસુ (શેરડી)માં રસ પેદા થાય છે. કમળવન વિકસિત બને છે. બાલરાજહંસો આનંદિત બને છે. આવા પ્રકારની શરદઋતુ અમારા માટે પણ કેમ સુખદાયી ના બને ?
विधुर्हिमानीभिरधीकृतस्तदुज्झाम्बभूवे शरदा रुषेव ।
का नाम नारी सहते सपत्नीपराभवं भ्रष्टपरोधराऽपि ||७|| (હવે હેમંતઋતુ આવી રહી છે) એટલે થોડા હિમપાતથી ચંદ્ર ઝાંખો થઈ ગયો છે, અર્થાત્ ઢંકાઈ ગયો એટલે જતાં જતાં શરઋતુએ જાણે રોષથી ચન્દ્રને મુક્ત કરી દીધો ! (વયના વધવાથી સ્તન શિથિલ થઈ જાય છે) એટલે શિથિલ સ્તનોવાળી પ્રૌઢ સ્ત્રીઓ પણ પોતાની પત્ની (શોક્યનો)નો પરાભવ શું સહન કરી શકે ?
૧. નાત્યય-શરદ (ાર થના થયા - આ૦ રાકર) ૨. અનુ-, પ્રસન (રસ - થ૦ ૪.૧૩૭) . કિ મવઃ શાહઃ સનીરણઃ |
શી ભરતબાહુબલિ મહાકાવ્ય
૨૬૨