Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 281
________________ અભિમાનરૂપી હાથી પર આરૂઢ થયેલા તેઓ એક વર્ષથી શીત આતપ આદિ કષ્ટો સહન કરી રહ્યા છે. तं केवलज्ञानरमावरीतुकामाऽपि नागच्छति साभिमानम् । सर्वाहि नार्यो विजनं प्रियं स्वं, नितान्तमायान्ति किमत्र चित्रम् ? ||६१।। “તેઓ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા હોવા છતાં હજુ સુધી તેમની પાસે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી આવતી નથી, કેમ કે તેઓ આટલી તપશ્ચર્યા કરવા છતાં અભિમાનને છોડી શક્યાં નથી. એટલે કેવલ્યની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? ખરેખર સ્ત્રીઓ એકાંતમાં પોતાના પ્રિય પતિને મળે છે, એમાં કંઈ આશ્ચર્ય કરવા જેવું છે? તેમ એકાંતે વીતરાગી બને તો જ કેવળલક્ષ્મીને વરે तं भाववेदी भगवान् विवेद, मानातुरं मानितसर्वसत्त्वः ।। તપ: વિમર્થ ગુરુતેડયમ, મરોડી ચે૬િ હૃવીતિ તાત: દ્િરા! “સર્વ પ્રકારના પ્રાણીઓથી પૂજનીય ભગવાન શ્રી ઋષભદેવે પોતાના જ્ઞાનમાં જોયું કે પુત્ર બાહુબલિ માન કષાયથી વ્યાકુળ છે. એના હૃદયમાં હજુ સુધી ગર્વ ભરેલો છે, છતાં આટલી લાંબી તપશ્ચર્યા શા માટે કરી રહ્યો છે. मत्वा मुनिं तं भगवान् मदाब्धी, मग्नं सुते स्वे प्रजिधाय साध्व्यौ । समागते ते बहलीवनं तन्मूर्ते इवाहस्थितिनिर्वृती द्राक् ।।६३।। “અભિમાનરૂપી સમુદ્રમાં ડૂબેલા મુનિ બાહુબલિને જાણીને ભગવાન ઋષભદેવે મૂર્તિમંત વીતરાગતા અને નિવૃત્તિ સ્વરૂપ પોતાની બન્ને સાધ્વી પુત્રીઓ બ્રાહ્મી-સુંદરીને પ્રતિબોધ કરવા માટે મોકલી તે બન્ને શીધ્ર બહલી વનમાં આવી. અને વસ્યાવિતિ પઢિવાવા, અનાદિરોડરસ્તવ યાત્ સ્વમાવઃ | अत्याजि गार्हस्थ्यमदस्त्वया तद् व्यहायि बन्धो ! न गजाधिरोहः ।।६४ ।। તે બન્નેએ ત્યાં આવીને ગૂઢ વચનથી કહ્યું : “હે મુનિ ! હાથી પર આરૂઢ થવાનો આપનો સ્વભાવ એ જ છે. આપે ગૃહસ્થપણાનો સહેલાઈથી ત્યાગ કરી દીધો, પરંતુ તે બંધો ! હજી સુધી હાથી પર ચઢવાના સ્વભાવને છોડી શક્યા નથી!” एते तनूजे वृषभध्वजस्य, सत्यंवदे किं वदतो ममेति । . तद्वाचमाचम्य मुनिः स तक, चकार चैनं प्रणिधानमध्ये ||६५ ।। “એમની વાણી સાંભળીને મુનિ બાહુબલિ વિચારમાં પડી ગયા કે “અરે ! સત્યવાદી એવી આ ઋષભદેવની બન્ને પુત્રીઓ મને આ પ્રમાણે શું સત્ય કહી રહી છે ?” सत्यं किलैतद वचनं भगिन्योरारूढवानस्मि मदद्धिपेन्द्रम् । शुभी ममास्त्यत्र ततोऽवतारः, स्थानेऽमिलज्ज्ञानवधून माञ्च ।।६६ ।। “હા...હા...આ મારી બહેન સાધ્વીજીઓ જે કહી રહી છે તે સત્ય જ છે. હું અહંકારરૂપી હાથી પર આરૂઢ જ છું. મેં બધું છોડ્યું પરંતુ માન છોડ્યું નથી. બસ, મારા માટે માનરૂપી હાથીથી નીચે ૧. પતિ-અતિશય (સત્યર્થે નાતમુહમ્મ ૦ ૬/૧૪૧) શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૬૫

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288