Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 283
________________ કોઈ એક વખતે ભરત ચક્રવર્તી સેવકો દ્વારા લાવેલાં આભૂષણોથી પોતે પોતાના શરીરનો શણગા૨ કરી, આરીસા ભુવનમાં બેઠા હતા ત્યારે ઇન્દ્રના રૂપને પણ શરમાવે તેવા પ્રકારના પોતાના રૂપને આરીસામાં જોયું. वांराङ्गनावीचितचामरश्रीर्गीर्वाहस्ताब्जधृतातपत्र' । स आत्मदर्शेषु निजं स्वरूपं विलोकयामास युगादिसूनुः ।।७४ ।। સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત મહારાજા ભરત આરીસા ભુવનના આરીસામાં પોતાના રૂપને જોઈ રહ્યા હતા ત્યારે વારાંગનાઓ ચામર વીંઝી રહી હતી અને દેવો છત્ર ધારણ કરી રહ્યા હતા. तत्पाणिपद्मान्निपात चैकं, रत्नाड्गुलीयं स ततः क्षितीशः । व्यचिन्तयत् पुद्गलमेतदेव, विभूषणैर्भ्राजति चेतसीति ।। ७५ ।। ત્યારે ભરત મહારાજાના હાથમાંથી રત્નજડિત વીંટી નીચે પડી ગઈ. વીંટી વિનાની આંગળી રૂપહીન નિસ્તેજ લાગી, તે જોઈને ભરત ચક્રવર્તી ચિંતનમાં ડૂબી ગયા... અરે.......આ શરીર તો જડ પુદ્ગલ છે. તેની શોભા તો આભૂષણોથી જ છે. उपाधितो भ्राजति देह एष, न च स्वभावात् कथमत्र रागः । તત્કાઘપેયૈ: સુલ્લિત: પ્રવામ, ન સ્વીમવેબ્જીવ ! વિચાદ્વૈતત્ ।।૬।। આ શરીર તો બાહ્ય-ઉપકરણોથી જ શોભે છે, પરંતુ પોતાનો એ સ્વભાવ નથી. તો પરપુદ્ગલોથી શોભી રહેલા એવા આ શરીર પર રાગ શા માટે કરવો જોઈએ ? એને ગમે તેટલા સ્વાદિષ્ટ ખાઘ પદાર્થો ખવડાવો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પેય પદાર્થો પીવડાવીને પુષ્ટ બનાવો છતાં પણ એ શરીર પોતાનું બનવાનું નથી. તો હે જીવ ! એના માટે કંઈક વિચાર ! एकान्तविध्वंसितया प्रतीतः, पिण्डोयमस्मादिति कात्र सिद्धिः | • विधीयते चेत् सुकृतं न किञ्चिद्, देहश्च वंशश्च कुलं मृषैतत् । ।७७ ।। આ શરીર એકાન્તે ક્ષીણ થવાના સ્વભાવવાળું છે. એનો એકને એક દિવસે વિનાશ નક્કી જ છે. આવા ક્ષણવિનાશી શરીર દ્વારા શું સિદ્ધિ પ્રાપ્ત થવાની ? આ શરીર દ્વારા મેં કંઈ પણ સુકૃત નથી કર્યું. તો આ શરીર, આ વંશ કે આ કુળ એ બધું જ મિથ્યા છે. નિરર્થક છે. એ બધું નિષ્ફળ જવાનું છે. स भावनाभावितचित्तवृत्तिर्ध्यायन्निति ध्यानहृताभ्यसूयः । त्रिकालवेदी समभूत्तदानीं, किमार्षभीणां चरितेषु चित्रम् ? ।।७८ ।। આ પ્રકારની ભાવનાઓથી ભાવિત ચિત્તવાળા મહારાજા ભરત ધર્મધ્યાનમાં લીન બની શુક્લધ્યાની બની ઘાતીકર્મનો ક્ષય કરી તત્કાળ સર્વજ્ઞ અને સર્વદર્શી બની ગયા. અર્થાત્ ત્રણે લોકના સર્વે ભાવો-સર્વે પર્યાયોના જ્ઞાતા બન્યા. ખરેખર ભગવાન ઋષભદેવના પુત્રોનાં ચરિત્રોમાં આનું આશ્ચર્ય જ કયાં છે ? जयशब्दविराविभिरेत्य सुरैस्त्रिदिवादथ भारतराज ! इति । बभणेऽधिकपुण्यपरोऽत्रभवान्, गृहिवेषधरोऽपि च केवलभृत् ।।७९।। એ સમયે તરત જ સ્વર્ગલોકમાંથી દેવોએ આવીને ભરત મહારાજાનો જયજયકાર કરતાં કહ્યું : “ભરત મહારાજા ! આપ અધિક પુણ્યશાળી છો. ખરેખર આપ તો ગૃહસ્થવેશમાં જ કૈવલ્યજ્ઞાની બની ગયા!” ૧. જ્ઞાતપત્ત†-છત્ર ૨. આત્મવર્શ:-દર્પણ (મુળજાભવńડવર્ગાસ્તુ વર્ષળે-અમિ૦ રૂ/૩૪૮) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૭૭

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288